હાઈવે પર બેફામ પણે પસાર થતા ભારે વાહનોને કારણે સર્જાતા અકસ્માતો વધી રહ્યાં છે
Surat ,તા.૧૨
ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. હાઈવે પર બેફામ પણે પસાર થતા ભારે વાહનોને કારણે સર્જાતા અકસ્માતો વધી રહ્યાં છે. સુરતના ઓલપાડમાં ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારતાં એક યુવકનું મોત નિપજ્યું છે. જ્યારે ધોલેરા ભાવનગર રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. પોલીસે બંને ઘટનાઓમાં વધુ તપાસ હાથ ધરી છે. ડમ્પરની ટક્કર વાગતા બાઈક ચાલક યુવકનું મોત
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના ઓલપાડમાં સાયણ બજારમાં ડમ્પરની ટક્કર વાગતા બાઈક ચાલક યુવકનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ઓલપાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.ભાવનગર-ધોલેરા હાઈવે પર એક મોટો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક આ અકસ્માત થયો છે. જેમાં બે કારની ટક્કરમાં એક મહિલા સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક આ અકસ્માત થયો છે. બે કારની ટક્કરમાં પાંચ લોકોના મોત થયા છે. એક સ્કોર્પિયો કારમાં સવાર લોકો મૂળ મહુવા તાલુકાના છે અને હાલ અમદાવાદમાં રહે છે. જ્યારે કિયા કારમાં સવાર પાલિતાણાના હોવાનું સામે આવ્યું છે. જે લોકોના મોત થયા છે તેમાં ગોરધનભાઈ ડોબરીયા, અશોકભાઈ ડોબરીયા, ગૌરવભાઈ ડોબરીયા, તીર્થ ડોબરીયા (અમદાવાદ) અને દિશાબેન પ્રબતાણી (પાલીતાણા) નું મોત થયું છે. હાઈવે પર અચાનક અકસ્માત થવાને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસને ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ પહોંચી હતી. તેમણે મૃતદેહોનો પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કિયા કાર ભાવનગર તરફથી આવી રહી હતી જ્યારે સ્કોર્પિયો કાર ભાવનગર તરફ જઈ રહી હતી. આ દરમિયાન બંને કાર વચ્ચે ટક્કર થઈ હતી.