New Delhi,તા.13
ભારત-પાકિસ્તાન વચ્ચે વધેલા તનાવથી અસર થયેલ વ્યાપારીક સબંધોના કારણે અફઘાનીસ્તાનથી ભારતમાં આવતા ડ્રાયફ્રુટસ (સુકો મેવા)ના પુરવઠાને અસર પડી છે.
ભારત તરફથી લગાવવામાં આવેલ પ્રતિબંધથી પાકિસ્તાન પહોંચી ચુકેલા ડ્રાયફ્રુટસનાં 120 થી વધુ ટ્રક રસ્તામાં ફસાઈ ગયા છે. અફઘાનીસ્તાનથી મોટી માત્રામાં આયાત થતાં સુકામેવાની સપ્લાયને વિઘ્ન આવતા દિલ્હીની જથ્થાબંધ બજારોમાં તેનાં ભાવોમાં લગભગ 15 થી 20 ટકાનો વધારો થઈ ચૂકયો છે. દેશમાં ખાદી બાવલીમાં રોજનાં લગભગ 50 ટ્રક માલ આવે છે તેમાં બદામ, લાલ કિસમીસ, અંજીર, પિસ્તા વગેરેનો સમાવેશ થાય છે.
આ સુકામેવાની આયાત અફઘાનીસ્તાનથી થાય છે. જોકે બદામ, અખરોટ અને પિસ્તાની આયાત અમેરિકાથી પણ થાય છે. જયારે કાજૂ આફ્રિકી દેશોમાંથી આવે છે. ભારતમાં તુર્કીએ ઈરાન, અને ઉઝબેન્ક્સ્તાનથી પણ ડ્રાયફ્રુટ મંગાવવામાં આવે છે.પરંતુ મોટો ભાગ અફઘાનીસ્તાનથી મંગાવવામાં આવે છે.
હોલસેલ વેપારીઓનું કહેવુ છે કે મેના પહેલા સપ્તાહમાં આવાગમન માટે પાકિસ્તાની સીમાને બંધ કરવામાં આવ્યા બાદ અફઘાનીસ્તાનથી ડ્રાયફ્રુટસ દિલ્હી નથી પહોંચી રહ્યા. જોકે અન્ય દેશોથી માલની આયાત કરવામાં આવી રહી છે. તેમ છતાં ભાવ નથી ઘટી રહ્યા.
શૂં કહે છે વેપારીઓ:
દિલ્હી કિરાના કમિટીનાં મહાસચીવ ધીરજ સિંધવાણી જણાવે છે કે આ સ્થિતિ અમારી આજીવિકાને અસર કરી રહી છે.પરંતુ અમે રાષ્ટ્રની સુરક્ષા, સંપ્રભુતા અને નીતિની સાથે છીએ.કેન્દ્ર સરકાર પર પુરો ભરોસો છે કે ટુંક સમયમાં જ કોઈ સમાધાન નીકળશે.
જયારે દિલ્હી કિરાના કમિટીનાં અધ્યક્ષ ગંગા બિશન ગુપ્તા કહે છે જો પુરવઠા માટે હવાઈ માર્ગનો વિકલ્પ પસંદ કરવામાં આવે તો ભાડુ 150 થી 200 રૂપિયા દર કિલોગ્રામ સુધી વધી જશે. જયારે એરકાર્ગોનું ભાડુ 200 થી 225 રૂપિયા દર કિલોગ્રામે છે.