Afghanistan,
અફઘાનિસ્તાનમાં રહેવું હોય તો તાલિબાન સરકારના આકરા અને ન સમજાય એવા નિયમો પણ પાળવા પડે છે. તાજેતરમાં તાલિબાન સરકારે દેશમાં શતરંજ રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. હવે પછી આદેશ ન આપવામાં આવે ત્યાં સુધી કોઈ વ્યક્તિ અફઘાનિસ્તાનમાં ચેસ નહીં રમી શકે.
તાલિબાને આવું ફરમાન કાઢ્યું એનું કારણ જણાવતા નિવેદન મુજબ શતરંજ જુગારને પ્રોત્સાહન આપે છે અને જુગાર ઇસ્લામી કાનૂન અંતર્ગત ગેરકાનૂની છે. અફઘાનિસ્તાન સરકારના સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા અધિકારીએ શતરંજ પર પ્રતિબંધ મુકાયાની પુષ્ટિ કરી છે.
દેશમાં તમામ સ્પોર્ટ્સ ઇવેન્ટ મેનેજ કરનારાઓને આ વિશેની નોટિસ આપી દેવામાં આવી છે. શરિયા કાનૂન અનુસાર શતરંજને જુગાર માનવામાં આવે છે. આવું કરવા પાછળ ધાર્મિક કારણો છે.