Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    July 8, 2026

    09 જુલાઈ નું પંચાંગ

    July 8, 2026

    09 જુલાઈ નું રાશિફળ

    July 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!
    • 09 જુલાઈ નું પંચાંગ
    • 09 જુલાઈ નું રાશિફળ
    • Iran પર અમેરિકાના હવાઈ હુમલા બાદ તણાવ વધ્યો, કુવૈત અને બહેરીન તરફ મિસાઈલો છોડાઈ
    • Junagadh શહેરમાં ૧૫૦ જેટલા યોગ ક્લાસ કાર્યરત : લોકો યોગમય જીવનશૈલી તરફ પ્રેરાયા
    • Rajula-Una નેશનલ હાઈવે ઉપર રીમઝીમ વરસાદ વચ્ચે નેશનલ હાઈવે પર વનરાજની લટાર
    • NATO summit માં ગ્રીનલેન્ડ પર તણાવ,ટ્રમ્પે ફરી એકવાર રશિયા અને ચીનનો ભય ઉભો કરીને યુરોપને ધમકી આપી
    • Benjamin Netanyahu એ ટ્રમ્પ દ્વારા તુર્કીને અમેરિકન એફ-૩૫ સ્ટીલ્થ ફાઇટર જેટ વેચવાના પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»નાગરિકોને FIR કરવા નહિ જવું પડે પોલીસ સ્ટેશન, Bhupendra Patel ના હસ્તે બે પોર્ટલનો શુભારંભ
    ગુજરાત

    નાગરિકોને FIR કરવા નહિ જવું પડે પોલીસ સ્ટેશન, Bhupendra Patel ના હસ્તે બે પોર્ટલનો શુભારંભ

    Vikram RavalBy Vikram RavalMay 14, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૧૪

    ઈન્ટેલિજન્સ, સર્વેલન્સ અને કન્વિક્શન માટે સમયાનુકૂળ બદલાવો લાવીને સ્ટ્રીટ સ્પેસથી લઈને સાયબર સ્પેસ સુધી ગુનાખોરી ડામવા માટેની ગુજરાત પોલીસની સજ્જતાને વધુ વેગ આપતાં બે પોર્ટલ સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે  ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં લોન્ચ કર્યા હતા. મુખ્યમંત્રીએ સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસથી સરકારી કચેરીઓમાં લોકોની વિશ્વસનિયતા વધે અને ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ થઈ શકે તેવા આશયથી આ પોર્ટલ લોન્ચ કર્યા હતા.

    આ પોર્ટલ લોન્ચ થવાના પરિણામે સામાન્ય નાગરિકોને પોલીસ સ્ટેશન જવામાંથી રાહત આપતી ઓનલાઇન સુવિધાઓ ઇઝ ઓફ ગવર્નન્સના અંતર્ગત મળતી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ “તેરા તુઝકો અર્પણ” નો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. એટલું જ નહીં, નાણાંકીય સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોના આધારે ફ્રિઝ થયેલા બેંક ખાતાને પુનઃ કાર્યરત અનફ્રિઝ કરાવવા માટેની ઓનલાઇન એપ્લિકેશન અને પોલીસમાં એફઆઇઆર દાખલ કરનાર ફરિયાદીને તપાસની પ્રગતિથી અપડેટ રાખતા આઇ-પ્રગતિ પોર્ટલ પણ તેમણે લોન્ચ કર્યા હતા.

    ઇ-ગુજકોપમાં તપાસના દરેક તબક્કે ફોર્મ ભરવાનું થતું હોય છે તેમાં એફઆઇઆર દાખલ કરતી વખતે, પંચનામું કરતી વખતે, આરોપીને અટક કરતી વખતે અને કેસની ચાર્જશીટ કરતી વખતે અલગ-અલગ ફોમર્સનો સમાવેશ થાય છે. હવે સ્ટેટ ક્રાઈમ રેકર્ડ બ્યુરો(એસ.સી.આર.બી.) તરફથી ઈ-ગુજકોપમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે, આ ચારે તબક્કાની કામગીરી જયારે પણ પૂર્ણ થાય ત્યારે દાખલ થયેલી એફઆઇઆરના ફરીયાદીને સિસ્ટમ જનરેટેડ એસ.એમ.એસ. મળી જાય છે. આથી ફરીયાદી તપાસની પ્રગતિથી સંપૂર્ણપણે વાકેફ રહે છે.

    આ સિસ્ટમ આઇ પ્રગતિ એટલે કે, ઇન્વેસ્ટિગેશન પ્રોગ્રેસ રિપોર્ટ થ્રુ ઓટોમેટીકલી જનરેટેડ એકયુરેટ એન્ડ ટાઇમલી ઇન્ફોર્મેશનનો પાયલેટ પ્રોજેકટ સફળતાપૂર્વક પૂર્ણ કરીને હવે તેનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રીના હસ્તે થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વહિવટી કાર્ય સંસ્કૃતિમાં ગુડ ગવર્નન્સ, ટ્રાન્સપેરન્સી અને લેસ હ્યુમન ઈન્ટરફીયરન્સનો જે ધ્યેય રાખ્યો છે તે આ પોર્ટલ દ્વારા ગૃહ વિભાગ સાકાર કરશે.

    કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમીત શાહે તા.૦૩/૧૦/૨૦૨૪ના રોજ “તેરા તુઝકો અર્પણ” પોર્ટલનુ અમદાવાદ શહેર ખાતે અનાવરણ કર્યુ હતું. સાયબર ક્રાઈમના ભોગ બનેલા નાગરીકોએ ગુમાવેલા નાણાંને લોક અદાલત દ્વારા પરત અપાવવાની કામગીરી વધુ ઝડપી બને તેવા ઉદ્દેશ્યથી આ પોર્ટલ સાયબર ક્રાઇમ અમદાવાદ શહેર દ્વારા બનાવવામાં આવેલું છે. આ પોર્ટલથી નાગરિકોને અને પોલીસ સ્ટેશન બન્નેને ફાયદો થાય છે.

    પેન્ડિંગ અરજીમાં નોંધપાત્ર ઘટાડો થવાથી કાર્યક્ષમતામાં આશરે ૫૦ % થી વધુ વધારો જોવા મળ્યો છે. અમદાવાદ શહેર પોલીસને મળેલી આ સફળતાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં હવે આ પોર્ટલનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પોર્ટલ લોન્ચ કરતાં સ્પષ્ટપણે જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેક્નોલોજીના માધ્યમથી નાગરિકોની સેવા અને દેશની સુરક્ષાનો અભિગમ અપનાવ્યો છે તેને આપણી સેનાએ ઓપરેશન સિંદૂરમાં ટેક્નોલોજીના ઉપયોગથી સફળતા મેળવીને સાકાર કર્યો છે. તેમણે ઉમેર્યુ કે, ટેક્નોલોજીની મદદથી ગુનાઓ રોકવા, શોધવા અને પ્રોસિક્યુશન તથા ઈન્વેસ્ટિગેશન ઝડપથી પૂર્ણ  થવા સાથે ગુનેગારોને ઝડપી સજા થાય તે પણ વડાપ્રધાનએ નવા કાયદાઓમાં સુનિશ્ચિત કર્યુ છે.

    ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકોને સૌથી વધુ જે મુદ્દે પોલીસ અને પ્રજાના પ્રતિનિધિઓ પાસે ધક્કા ખાવા પડતા હોય છે તે, પોલીસ સ્ટેશનમાં પોતે કરેલી ફરિયાદની તપાસ અને તેની પ્રગતિની જાણકારીનો મુદ્દો છે. છેલ્લા બે વર્ષમાં લોકોની આ સમસ્યાને અમે અનુભવી છે અને તેને આધારે હવે ફરિયાદીને ઘરે બેઠા પોતાના મોબાઈલ પર જ એફઆઇઆર, પંચનામુ, આરોપી અટકાયત અને ચાર્જશીટ જેવી વિગતો એસએમએસ મારફતે સમયસર મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.  તેના માટે આઇ પ્રગતિ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે.મંત્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાત સૌ પ્રથમ રાજ્ય છે જેને સાયબર ક્રાઈમ સંબંધિત લીધેલા સિટીઝન સેન્ટ્રીક નિર્ણૃયો થકી અન્ય રાજ્યોને પ્રેરણા આપી છે. ગુજરાત પોલીસે ઐતિહાસિક સવા બે લાખથી વધુ બેંક એકાઉન્ટ તો અનફ્રીઝ કર્યા જ છે, સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં એક એવી પોલિસી બનાવી કે રૂ.૫ લાખથી વધુ રકમની ઠગાઈ અથવા ૪થી વધુ ફરિયાદ દાખલ થઈ હોય તેવા એકાઉન્ટ જ ફ્રીઝ કરવા. સામાન્ય નાગરિકોની મૂડી ફસાઈ ન જાય તેની તકેદારી રાખી આ નિર્ણય લીધો હતો. હવે રૂપિયા અનફ્રીઝ કરવાની આ પ્રક્રિયામાં વધુ સરળતા લાવવા ખાસ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Iran પર અમેરિકાના હવાઈ હુમલા બાદ તણાવ વધ્યો, કુવૈત અને બહેરીન તરફ મિસાઈલો છોડાઈ

    July 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    NATO summit માં ગ્રીનલેન્ડ પર તણાવ,ટ્રમ્પે ફરી એકવાર રશિયા અને ચીનનો ભય ઉભો કરીને યુરોપને ધમકી આપી

    July 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    Benjamin Netanyahu એ ટ્રમ્પ દ્વારા તુર્કીને અમેરિકન એફ-૩૫ સ્ટીલ્થ ફાઇટર જેટ વેચવાના પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો

    July 8, 2026
    સુરત

    Suratમાં ૪ ખાડીઓ ઓવરફ્લો, ૨૧૦૦થી વધુ લોકોનું સ્થળાંતર; ૧૧નાં મોત, શાળા-કોલેજ બંધ

    July 8, 2026
    ગુજરાત

    છેલ્લા ૨૪ કલાક દરમિયાન Gujaratના ૧૯૫ તાલુકાઓમાં સાર્વત્રિક અને અવિરત વરસાદ નોંધાયો

    July 8, 2026
    ગુજરાત

    Dang જિલ્લામાં મેઘાની તોફાની બેટિંગઃ સાપુતારામાં ૧૩ ઇંચ વરસાદથી પૂર!

    July 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    July 8, 2026

    09 જુલાઈ નું પંચાંગ

    July 8, 2026

    09 જુલાઈ નું રાશિફળ

    July 8, 2026

    Iran પર અમેરિકાના હવાઈ હુમલા બાદ તણાવ વધ્યો, કુવૈત અને બહેરીન તરફ મિસાઈલો છોડાઈ

    July 8, 2026

    Junagadh શહેરમાં ૧૫૦ જેટલા યોગ ક્લાસ કાર્યરત : લોકો યોગમય જીવનશૈલી તરફ પ્રેરાયા

    July 8, 2026

    Rajula-Una નેશનલ હાઈવે ઉપર રીમઝીમ વરસાદ વચ્ચે નેશનલ હાઈવે પર વનરાજની લટાર

    July 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    July 8, 2026

    09 જુલાઈ નું પંચાંગ

    July 8, 2026

    09 જુલાઈ નું રાશિફળ

    July 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.