Russia,તા.15
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે છેલ્લા એક સપ્તાહથી શાંતિ વાર્તાની આશા દેખાઈ છે. તુર્કિયેના ઈસ્તાંબુલમાં શાંતિ મંત્રણા માટેની જાહેરાત કરવામાં આવી હતી. એવામાં હવે છેલ્લી ઘડીયે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન બેઠકમાં સામેલ નહીં થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. મીટિંગમાં સામેલ થવા માટે પુતિન એક પ્રતિનિધિમંડળ પાઠવી શકે છે.
શાંતિ વાર્તા માટે પુતિને વ્લાદિમીર મેન્ડિસ્કીને કમાન સોંપી છે. તેઓ પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે. રશિયાના નાયબ વિદેશમંત્રી તથા નાયબ સંરક્ષણ મંત્રી પણ બેઠકમાં સામેલ થશે.
ઝેલેન્સ્કીએ શું કહ્યું? યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું છે, ‘અમે આજે તુર્કિયેમાં બેઠકનું આયોજન કર્યું છે. જોઈએ છીએ કે રશિયાથી કોણ આવશે. જે બાદ યુક્રેન આગામી નિર્ણય લેશે. સાંભળવા મળ્યું છે કે ટ્રમ્પ પણ બેઠકમાં સામેલ થઈ શકે છે. રશિયા યુદ્ધને લંબાવવા માંગે છે. જે દેશો રશિયા પર દબાણ બનાવી રહ્યા છે તેમનો આભાર.