Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા
    • Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત
    • ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત
    • Lok Sabha માં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ
    • 18 એપ્રિલ નું પંચાંગ
    • 18 એપ્રિલ નું રાશિફળ
    • રાહુલ ગાંધીના ભાષણથી લોકસભામાં હોબાળો,
    • ટ્રમ્પ વહીવટ માટે એક ઝટકો, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે હૈતીયન ઇમિગ્રન્ટ્‌સને રક્ષણ આપતું બિલ પસાર કર્યું.
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Delhi blast ની તપાસ છ રાજ્યો સુધી પહોંચી, 15 ડોક્ટરો સકંજામાં
    રાષ્ટ્રીય

    Delhi blast ની તપાસ છ રાજ્યો સુધી પહોંચી, 15 ડોક્ટરો સકંજામાં

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 17, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.17

    દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા આત્મઘાતી વિસ્ફોટની તપાસમાં નવા ખુલાસા થયા છે. એનઆઇએએ એ શખ્સની ધરપકડ કરી છે કે જેણે આત્મઘાતી હુમલાખોર સાથે મળીને આ આતંકી ઘટનાને અંજામ આપ્યો હતો. ધરપકડ કરાયેલ આરોપીનું નામ આમિર રાશિદ અલી છે, વિસ્ફોટમાં ઉપયોગમાં લેવાયેલી કાર તેના જ નામે નોંધાયેલી છે. જ્યારે બીજી તરફ ૧૪ વર્ષ બાદ દિલ્હીમાં થયેલા આ ભયાનક વિસ્ફોટ પાછળ જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાનો દાવો થઇ રહ્યો છે. આ ઉપરાંત ૧૫ જેટલા ડોક્ટરોની ધરપકડ કરાઇ છે.

    ગુપ્ત એજન્સીઓને મળેલી જાણકારી મુજબ જૈશ-એ-મોહમ્મદે ભારતમાં આતંકવાદની જાળ ફેલાવવા માટે ૨૦ લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ રૂપિયા ત્રણ ડોક્ટરોને મોકલવામાં આવ્યા હતા. જેમના નામ ઉમર, મુઝમ્મિલ અને શાહીન છે. ઉમરે દિલ્હીના લાલ કિલ્લા પાસે આ વિસ્ફોટને અંજામ આપ્યો હતો. એનઆઇએની તપાસમાં સામે આવ્યું છે કે લાલ કિલ્લા પાસે થયેલો આ હુમલો આઇઇડી બ્લાસ્ટ છે અને તેને સુસાઇડ બોમ્બર ઉમર ઉન નાબી દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો.

    બીજી તરફ એનઆઇએ દ્વારા જમ્મુ કાશ્મીરના સંબૂરાના રહેવાસી આમિર રાશીદ અલીની ધરપકડ કરી છે. દિલ્હીના વિસ્ફોટને અંજામ આપવા માટે જે કારનો ઉપયોગ કરાયો હતો તે આ આમિર રાશીદના નામે જ રજિસ્ટર્ડ હોવાનું સામે આવ્યું છે. આમિર દિલ્હી આ કારની ખરીદીમાં મદદ કરવા માટે આવ્યો હતો. આમિર રાશીદ અને આત્મઘાતી વિસ્ફોટ કરનારા ઉમર ઉન નબી બન્ને એકબીજાના સહાયક હોવાનું સામે આવ્યું છે. દિલ્હી વિસ્ફોટની તપાસ કરી રહેલી એનઆઇએની તપાસ જમ્મુ કાશ્મીર સહિત છ રાજ્યો સુધી પહોંચી ગઇ છે. જેમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્ય પ્રદેશ, દિલ્હી અને જમ્મુ કાશ્મીરનો સમાવેશ થાય છે.

    શ્રીનગરમાં હાલ એનઆઇએના અધિકારીઓ ડોક્ટર આદિલ, ડોક્ટર મુઝમ્મિલ, ડોક્ટર શાહીન અને અન્ય આરોપીઓની પૂછપરછ કરી રહી છે. અત્યાર સુધીમાં આતંકી નેટવર્કમાં સામેલ ૧૫થી વધુ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી ચુકી છે જ્યારે આ નેટવર્કમાં સામેલ અન્ય ડોક્ટરો એજન્સીના રડારમાં છે. બહુ જ મોટી સંખ્યામાં ડોક્ટરોને સોશિયલ મીડિયા દ્વારા જોડીને કટ્ટરવાદી બનાવવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલી મહિલા ડોક્ટર શાહીન વિદેશ ભાગવાની તૈયારીમાં હતી, પોલીસે તેના પાસપોર્ટ માટે વેરિફિકેશન પણ કર્યું હતું. આ દરમિયાન લેવાયેલી તેની તસવીર પણ સામે આવી છે.

    પાસપોર્ટ બનાવવા પાછળનો હેતુ શું હતો તેની પોલીસ તપાસ કરી રહી છે. દિલ્હીમાં જે આત્મઘાતી હુમલો કરાયો તેની તૈયારી ગયા વર્ષથી શરૂ કરી દેવાઇ હતી. આત્મઘાતી હુમલો કરનારો ઉમર હાર્ડકોર રેડિકલ એટલે કે અત્યંત કટ્ટરવાદી હતો. ડોક્ટરોનું એક જુથ ઉમર જેવા જ હાર્ડકોર રેડિકલ ડોક્ટરની છેલ્લા એક વર્ષથી તપાસ કરી રહ્યું હતું. આ સમગ્ર વ્હાઇટ કોલર ટેરર મોડયુલને શ્રીનગર પોલીસ દ્વારા ખુલ્લુ પાડવામાં આવ્યું છે. બીજી તરફ એવા અહેવાલો સામે આવ્યા છે કે જમ્મુ કાશ્મીરમાં હવે આતંકીઓ એવા લોકોની ભરતી કરી રહ્યા છે કે જેનો કોઇ જ ક્રિમિનલ રેકોર્ડ ના હોય કે આતંકી લિંક ના હોય. એટલે કે એકદમ વ્હાઇટ કોલર અને સ્વચ્છ છાપ ધરાવતા કટ્ટરવાદીઓની ભરતી કરવાના પ્રયાસો થઇ રહ્યા છે.

    Delhi Blast investigation reaches six states
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Lok Sabha માં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ

    April 17, 2026
    રાષ્ટ્રીય

    રાહુલ ગાંધીના ભાષણથી લોકસભામાં હોબાળો,

    April 17, 2026
    રાષ્ટ્રીય

    Women Reservation Bill – સિમાંકનમાં સરકાર પાસે બહુમતિનો અભાવ ખુલ્લો થઇ ગયો!

    April 17, 2026
    મુખ્ય સમાચાર

    West Bengalમાં ITના તૃણમુલ ધારાસભ્ય પર દરોડા

    April 17, 2026
    રાષ્ટ્રીય

    મુખ્ય સચીવ પોલીસ વડાની બદલી મુદે Mamata સરકારને આંચકો

    April 17, 2026
    રાષ્ટ્રીય

    Women Reservation Billનું માળખુ અમે રજૂ કર્યું હતું પણ ભાજપે જ તેનો વિરોધ કર્યો હતો: Priyanka Gandhi

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026

    Lok Sabha માં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ

    April 17, 2026

    18 એપ્રિલ નું પંચાંગ

    April 17, 2026

    18 એપ્રિલ નું રાશિફળ

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.