New Delhi, તા. 15
ભારત-પાક. વચ્ચેના તણાવમાં તુર્કીએ પાકિસ્તાનને સમર્થન આપ્યું છે. ત્યારે આઇએમએફ, વર્લ્ડ બેન્ક અને મૂડીઝે મહત્વની ભવિષ્યવાણી કરી છે કે પાકિસ્તાન-તુર્કી મળીને પણ નહીં કરી શકે ભારતનો મુકાબલો.
ભારત સાથેના તણાવની વચ્ચે તુર્કીના પ્રમુખ રેચેપ તૈયપ એર્દોગને પાકિસ્તાન માટે પોસ્ટ કરતા કહ્યુ કે કે માય ડિટર શાહબાઝ, કંઇ પણ થાય અમે પાકિસ્તાનનો સાથ આપીશું. ભારત અને પાકિસ્તાનની લડાઇમાં તુર્કીનો સંબંધ કોઇનાથી છૂપો નથી. તુર્કીએ સૌથી પહેલા પાકિસ્તાનને ડ્રોન આપ્યા હતા, જેનો ભારત વિરૂધ્ધ ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ તે તમામ નિષ્ફળ ગયા હતા.
પાકિસ્તાન જો તેવા ભ્રમમાં હોય કે તુર્કી સાથે મળીને ભારત સામે મુકાબલો કરી શકશે તો આ તેની મોટી ભૂલ છે કેમ કે ભારત આજે મોટુ સુપરપાવર બની ચૂક્યુ છે જેની સામે તુર્કી ટકી શકશે નહી.
પાકિસ્તાનની કંગાળીયત વિશે બધાને પહેલાથી જ ખબર હતી અને હવે ફરી એકવાર તેની સ્થિતિ આખી દુનિયા સમક્ષ ખુલી ગઈ છે કે તણાવ વચ્ચે તે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) પાસેથી કેવી રીતે લોન માંગી રહ્યું હતું. હવે જો આપણે તેના નજીકના મિત્ર તુર્કીની અર્થવ્યવસ્થાની વાત કરીએ તો ભારત સામે તેની પણ કોઈ જ વિસાત નથી. જો બંને એકસાથે આવે તો પણ ભારતનું અર્થતંત્ર તેના કરતા બમણાથી પણ વધુ હશે.
મૂડીઝ, IMF, વિશ્વ બેંક જેવા વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો હંમેશા ભારતના વિકાસ વિશે સકારાત્મક આગાહીઓ કરે છે, જ્યારે પાકિસ્તાન વિશે ચિંતા વ્યક્ત કરે છે. આ મંચો કહે છે કે માત્ર બે વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે.
હાલમાં, ભારત પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે અને આ વર્ષે જ તે જાપાનને પાછળ છોડીને ચોથું સૌથી મોટું અર્થતંત્ર બનશે, જ્યારે 2027માં જર્મની પણ પાછળ રહી જશે.