New Delhi,તા.15
Jaguar Land Roverએ (JLR) નાણાકીય વર્ષ 2025 ના ચોથા ક્વાર્ટરમાં :7.7 બિલિયનની આવક નોંધાવી છે. ગયા વર્ષના સમાન સમયગાળા કરતા આ 1.7% ઓછું હોવા છતાં, કંપનીએ સતત દસમા ક્વાર્ટરમાં નફો કર્યો છે.
આનો મોટો શ્રેય Land Rover Defenderને જાય છે, જેણે વર્ષમાં રેકોર્ડ 1,15,404 યુનિટ વેચ્યા હતા. Land Rover Defender માટે આ અત્યાર સુધીનો સૌથી ઊંચો આંકડો છે, જે SUV ને સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને Indiaમાં અત્યંત લોકપ્રિય બનાવે છે.
માર્ચ 2025 માં, Land Roverએ ભારતીય બજારમાં તેની સૌથી શક્તિશાળી SUV Defender Octa રજૂ કરી. તેની શરૂઆતની કિંમત 2.59 કરોડ રૂપિયા (X-શોરૂમ) રાખવામાં આવી હતી, જ્યારે તેની વધુ ખાસ વન એડિશનની કિંમત 2.79 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગઈ હતી. આ SUV માત્ર પ્રદર્શનમાં જ મજબૂત નથી, પરંતુ તેની ડિઝાઇન, હાજરી અને સુવિધાઓ પણ તેને અલગ બનાવે છે.
ભારતમાં Land Rover Defenderની કિંમતો અંગે પણ સારા સમાચાર છે. India and United Kingdom વચ્ચે તાજેતરમાં થયેલા ઋઝઅ (મુક્ત વેપાર કરાર) પછી, Defender જેવી લક્ઝરી SUV ની કિંમતોમાં ઘટાડો થવાની અપેક્ષા છે. આનાથી ભારતીય ગ્રાહકોને વધુ સારી અને સસ્તી કિંમતે આંતરરાષ્ટ્રીય ગુણવત્તાવાળા ઉચ્ચ-સ્તરીય વાહનો ઉપલબ્ધ થશે.