૪૦ હજારની લોનના હપ્તા પેટે આપેલો ૧.૦૧ લાખનો ચેક પરત ફરતા
Rajkot,તા.20
રાજકોટમાં આવેલો શ્રી સૌરાષ્ટ્ર શરાફી સહકારી મંડળીએ દાખલ કરેલ ચેક રીટર્ન કેસમાં કોર્ટે લોનધારકને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.રાજકોટના રેસકોર્ષ રીંગ રોડ પાસે કિસાનપરા ચોકમાં આવેલ શ્રી સૌરાષ્ટ્ર શરાફી સહકારી મંડળી લી. રાજકોટમાંથી રાજકોટના શીતલપાર્ક પાસે રહેતા હુસૈનભાઈ ઈબ્રાહીમભાઈ દલવાણીએ પ્રસંગના કારણસર રૂા.૪૦ હજારની લોન લીધી હતી. લોનના ચડત હપ્તાની ચુકવણી પેટે શરાફી મંડળીને રૂા.૧,૦૧,૦૦૦ નો ચેક ઈસ્યુ કરી દીધો હતો. જે ચેક ફંડસ ઈન્સફીશીયન્ટના શેરા સાથે પરત ફર્યો હતો. જેથી આરોપી હુસૈનભાઈ દલવાણી વિરુધ્ધ ફરીયાદી શરાફી મંડળીએ રાજકોટની અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ ચીફ જયુડીશ્યલ મેજીિસ્ટ્રેટ કોર્ટે આરોપીને ચેક પરત ફરવાના કેસમાં નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ફરમાવ્યો હતો. આ કેસમાં આરોપી વતી લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સિલના વકીલ નયન વી. દોમડિયા રોકાયા હતા.