Mumbai,તા.26
સ્કોડા ટ્યૂબ્સ લિમિટેડ બુધવાર, 28 મે, 2025ના રોજ ઇક્વિટી શેર્સના તેના આઈપીઓના સંદર્ભે તેની બિડ/ઇશ્યૂ ખોલશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ મંગળવાર, 27 મે, 2025 છે. બિડ/ઇશ્યૂ બુધવાર, 28 મે, 2025ના રોજ ખૂલશે અને શુક્રવાર, 30 મે, 2025ના રોજ બંધ થશે. બિડ્સ લઘુતમ 100 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 100 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે.ઇશ્યૂની પ્રાઇઝ ઇક્વિટી શેર દીઠ રૂ।.130થી રૂ।.140 નક્કી કરવામાં આવી છે.
રૂ।.220 કરોડ સુધીના મૂલ્યના પ્રત્યેક રૂ।.10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સની કુલ ઇશ્યૂ સાઇઝમાં ઇક્વિટી શેર્સના માત્ર ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે.કંપની ઇશ્યૂમાંથી મળનારી કુલ રકમનો નીચે મુજબ ઉપયોગ કરવાની યોજના ધરાવે છે – (1) રૂ।.76.99 કરોડના મૂલ્યની સીમલેસ તથા વેલ્ડેડ ટ્યૂબ્સ અને પાઇપ્સની ઉત્પાદન ક્ષમતા વિસ્તારવા માટે મૂડી ખર્ચ માટે (2) રૂ। 110 કરોડના અંદાજિત મૂલ્ય પર કંપનીની કેટલીક વધતી કાર્યશીલ મૂડી જરૂરિયાતોને ભંડોળ આપવા તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે
આ ઇક્વિટી શેર્સ ગુજરાતમાં અમદાવાદ ખાતેની રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં 22 મે, 2025ના રોજ ફાઇલ કરેલા કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવ્યા છે અને તે બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ પર લિસ્ટ કરવાની યોજના છે. ઇશ્યૂના હેતુઓ માટે એનએસઈ એ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ રહેશે.