Surendranagar,
Surendranagar મહાનગર પાલિકા બન્યા બાદ સૌપ્રથમ મનપાની બજેટલક્ષી બેઠક યોજાઈ હતી જેમાં અંદાજે રૂા.૭૫૧.૫૮ કરોડનું વિકાસલક્ષી અંદાજ પત્ર મનપાના સત્તાધીશો સહિતના આગેવાનો દ્વારા રજુ કરવામાં આવ્યું હતું.
Surendranagar મહાનગર પાલિકામાં સમાવિષ્ટ વિસ્તારોના સર્વાગી વિકાસને કેન્દ્રમાં રાખીને નાગરિકોને માળખાકિય સુવિધાઓ અને જરૂરી સામાજીક સુવિધાઓ સરળતાથી અને મહત્તમ રીતે પુરી પાડવાના ઉદ્દેશ સાથે શહેરનો વિકાસ ઝડપી થાય તે મુજબ ૨૦૨૫-૨૬ના બજેટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વચ્છ અને સુંદર સુરેન્દ્રનગર લીવેબલ અને હેરીટેઝ સિટ વિકસિત Surendranagar ૨૦૪૭ ના મુદાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બજેટલક્ષી બેઠક પહેલા શહેરના વિકાસલક્ષી આયોજનમાં શહેરીજનો પાસેથી તેમના વિસ્તારના વિકાસની જરૂરિયાત માટે સંસ્થા દ્વારા પુરી પાડવામાં આવતી સેવા અંગે નગરજનોના વિચારો, ઈચ્છા જાણવા માટે નગરજનો પાસેથી બજેટના સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જુદા જુદા વ્યાપારી મંડળો, સેવાભાવી સંસ્થાઓ અને રાજકીય આગેવાનોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને બજેટ તૈયાર કરતી વખતે આ સુચનો પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. બજેટલક્ષી બેઠકમાં વોટર પ્રોજેક્ટ એટલે કે,
(૧) પાણી પુરવઠાના કામો માટે રૂા.૭૭ કરોડ
(૨) ડ્રેનેજ પ્રોજેક્ટ માટે Surendranagar મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નવા વિસ્તારો માટે રૂા.૮૦ કરોડ
(૩) રસ્તા, રીવરફ્રન્ટ તેમજ રોડ રીસરફેશીંગ માટે રૂા.૧૧૧ કરોડ
(૪) આઈકોનીક રોડ અલકાપુરીથી ઉપાસના સર્કલ નવા ૮૦ ફુટ રોડ, માળોદ ચોકડીથી બાપા સીતારામની મઢુલી, મેઘાણીબાગ રોડ માટે રૂા.૨૫ કરોડ
(૫) સર્કલ તેમજ પાર્કિંગ માટે રૂા.૩.૫૦ કરોડ
(૬) શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સીનીયર સીટીઝનો, વૃધ્ધો, પ્રજ્ઞાાચક્ષુઓ, વરિષ્ટ નાગરિકો માટે મુસાફરી પાસની સુવિધા માટે નવી બસો અને પીકઅપ સ્ટેન્ડ માટે રૂા.૪ કરોડ
(૭) સેનીટેશન તેમજ ડોર ટુુ ડોર કલેકશન માટે રૂા.૫૮.૨૦ કરોડ
(૮) હેલ્થ ચેકઅપ કેમ્પ, ડિલેવરી કેમ્પ, લેબોરેટરી હેલ્થ, પાંચ અર્બન હેલ્થ સેન્ટરની બિલ્ડીંગ માટે રૂા.૫ કરોડ
(૯) ફાયર તેમજ ઈમરજન્સી સેવા માટે રૂા.૫.૩૦ કરોડ
(૧૦) ટાઉનહોલ, કોમ્પ્યુનીટી હોલ, સીવીક્સ સેન્ટર, ફુડ કોર્ટ, શાક માર્કેટ, તળાવ, બગીચા ડેવલોપમેન્ટ, સ્પોર્ટસ કોમ્પલેક્ષપ લાયબ્રેરી, હેરીટેજ સીટી માટે રૂા.૪૬ કરોડ
(૧૧) ઝાલાવાડ મ્યુઝીયમ, શોપીંગ મોલ, કડીયા નાકા, વેન્ડર ઝોન, મીયાવાકી અને અર્બન ફોરેસ્ટ, આંગણવાડી, જાહેર શૌચાલય, યોગા સેન્ટર, મનપાના સત્તાધીશોના બંગ્લો માટે રૂા.૨૫.૫૦ કરોડ
(૧૨) Surendranagar સીટી બ્યુટીફીકેશન જેમાં મુખ્ય રસ્તાઓ, ફુટપાથ, સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ, ટાગોર બાગનું રીપેરીંગ, સ્વચ્છતા, સફાઈને લગતી કામગીરી માટે રૂા.૧૨.૫૦ કરોડ
(૧૩) Surendranagar મનપાની ઓફીસ, ઝોન ઓફીસ, કંન્ટ્રોલ સેન્ટર, ફર્નિચર, સીસીટીવી, નવા વાહનોની ખરીદી, સોફટવેર ડેવલોપમેન્ટ, મેન પાવર માટે રૂા.૧૧.૨૫ કરોડની રકમનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે Surendranagar સંયુુક્ત નગરપાલિકા દરમ્યાન અંદાજે ૨૦૦ કરોડની ગ્રાન્ટ મળતી હતી જે હવે મહાનગરપાલિકા બનતા રૂા.૪૩.૩૦ કરોડની પુુરાંત જે કેપીટલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી અંદાજે કુલ રૂા.૫૧૯.૯૫ કરોડના વિકાસના કાર્યો સાથેનું વર્ષ ૨૦૨૫-૨૬નું કુલ રૂા.૭૫૧.૫૮ કરોડનું અંદાજ પત્ર (બજેટ) રજુ કરવામાં આવ્યું હતું. Surendranagar મહાનગરપાલિકાના સભાખંડમાં યોજાયેલ સૌપ્રથમ બજેટ બેઠકમાં લોકસભાના સાંસદ, વઢવાણના ધારાસભ્ય તેમજ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, મ્યુનીસીપલ કમીશ્નર ડો.નવનાથ ગ્વાહણે, ડેપ્યુ.મ્યુની.કમીશ્નર અર્જુન ચાવડા, એસ.એમ.કટારા, પાલિકાના પૂર્વ હોદ્દેદારો, મનપાના અધિકારીઓ, સ્ટાફ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ બેઠકના અંતમાં દુધરેજ વડવાળા મંદિરના મુકુંદરામ બાપુુ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.