ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, તા. ૩૦-૫ને શુક્રવારથી આગામી આદેશ સુધી ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેન (નં.૧૯૨૦૯) ભાવનગર ટમનસથી ઓખા માટે રાત્રે ૨૨.૧૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે ૧૧ વાગ્યે ઓખા પહોંચશે. આમ, આ ટ્રેન તેના વર્તમાન સમય કરતાં લગભગ ૨ કલાક વહેલી ઓખા પહોંચશે. ભાવનગર ટમનસથી સુરેન્દ્રનગર જંક્શન સુધી આ ટ્રેન તેના વર્તમાન સમયપત્રક મુજબ ચાલશે, જ્યારે સુરેન્દ્રનગર જંકશન-ઓખા સેક્શન વચ્ચે આ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વા સમયપત્રક મુજબ આ ટ્રેનના આગમન અને પ્રસ્થાનનો સમય નિર્ધારિત કરાયો છે. જેમાં સુરેન્દ્રનગર જંક્શન (૧.૨૫/૧.૩૫), દિગસર (૧.૪૮/૧.૪૯), થાન જં. (૨.૧૨/૨.૧૪), દલડી (૨.૨૮/૨.૨૯), વાંકાનેર જં. (૨.૪૨/૨.૪૭), અમરસર (૨.૫૭/૨.૫૮), સિંધાવદર (૩.૦૭/૩.૦૮), કણકોટ (૩.૧૭/૩.૧૮), રાજકોટ (૩.૪૬/૩.૫૬), પડધરી (૪.૨૧/૪.૨૨), હડમતીયા જં. (૪.૪૦/૪.૪૧), જાલીયા દેવાણી (૪.૪૯/૪.૫૦), જામવંથલી (૫.૧૦/૫.૧૨), અલિયાવાડા (૫.૨૩/૫.૨૪), હાપા (૫.૪૦/૫.૫૦), જામનગર (૬.૦૨/૬.૦૭), લાખાબાવળ (૬.૨૩/૬.૨૪), પીપલી (૬.૩૪/૬.૩૫), કાનાલુસ જં. (૬.૪૪/૬.૪૬), મોડપુર (૭.૦૦/૭.૦૧), ખંભાળિયા (૭.૨૦/૭.૨૨), ભાતેલ (૭.૪૧/૭.૪૨), ભોપલકા (૭.૫૭/૭.૫૮), ભાટિયા (૮.૧૦/૮.૧૨), દ્વારકા (૯.૫૦/૯.૫૫), ભીમરાણા (૧૦.૨૩/૧૦.૨૪), મીઠાપુર (૧૦.૨૯/૧૦.૩૦) અને ઓખા (૧૧.૦૦ વાગ્યે) પહોંચશે.
Trending
- 11 નવેમ્બર નું પંચાંગ
- 11 નવેમ્બર નું રાશિફળ
- દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત
- પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ
- 11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”
- જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક
- તંત્રી લેખ…ટ્રમ્પની જાહેરાત ભારત જેવી ઉભરતી શક્તિઓ માટે માથાનો દુખાવો છે
- શું બેંક ખાનગીકરણની પ્રક્રિયા ખરેખર શરૂ થઈ ગઈ છે?

