રોકડ, ચાર મોબાઈલ અને બે બાઈક મળી 66000 નો મુદ્દા માલ કબજે કર્યો
Chotila,તા.28
ચોટીલા તાલુકાના લાખણકા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોની ધરપકડ કરી રોકડ ,મોબાઈલ અને બે બાઈક મળી રૂપિયા 66,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે વધુ વિગત મુજબ ઝાલાવાડમાં દારૂ અને જુગારની બદીને દામી દેવા પોલીસ વડા ગીરીશકુમાર પંડ્યા એ આપેલી સૂચનાને પગલે ચોટીલા પોલીસ મથકના પીઆઇ આર બી વલવી સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે લાખણકા ગામે જાહેરમાં જુગાર રમતો હોવાથી હેડ કોન્સ્ટેબલ સીએમ ગમારા અને રવિરાજભાઈ ખાચરને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા બાઘા પુના જોગરાજીયા, વનરાજ જાગા જોગરાજીયા,વિપુલ ધરમશી જોગરાજીયા ,રમેશ મોહન જોગરાજીયા અને ધ્રુવ ધનજી શેખની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા 16 390, ચાર મોબાઈલ અને બે બાઈક મળી રૂપિયા 66 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.