આ અંગેની વિગત એવી છે કે, શહેરના તરસમિયા અને તખ્તેશ્વર ફિલ્ટર પર મહિપરીએજ દ્વારા રો-વોટર આપવામાં આવે છે, જેમાં આજે રવિવાર અને આવતીકાલે સોમવારે એમ બે દિવસ આશરે ૪૦થી ૪પ એમએલડી પાણની ઘટ આવવાની હોવાથી કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ થશે નહીં અથવા અનિયમિત આપી આવશે.તેવી મહાપાલિકાના વોટર વર્કસ વિભાગે જાહેરત કરી છે. અધિકારીના જણાવ્યાનુંસાર, મહિપરીએજમાંથી પાણીનો ઓછો જથ્થો મળતા આજે પ્રથમ દિવસે શહેરના સુભાષનગર, હાદાનગર, મિલેટ્રી સોસાયટી તેમજ આજુબાજુનો વિસ્તાર ઉપરાંત કાળિયાબીડ વિસ્તારમાં સાંજના પ થી ૮ કલાક દરમિયાન કરાતું પાણી વિતરણ થઈ શક્યુંન હતું. જો કે, અન્ય વિસ્તારોમાં પાણી થયું હતું. આવતીકાલે સોમવારે પણ જો પાણીનો જથ્થો ઓછો મળશે તો કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ થઈ શકશે નહીં તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ વિગતો આપતાં ુઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, શહેરમાં પાણી કાપ રાખવાનો હોય તો મહાપાલિકા દ્વારા અગાઉ જાણ કરવામાં આવે છે, જેના કારણે લોકોને ખ્યાલ રહેતો હોય છે પરંતુ આજે શહેરીજનોને જાણ કર્યા વગર અચાનક જ પાણી કાપ રાખવામાં આવતા લોકોમાં કચવાટ જોવા મળ્યો હતો.
Trending
- 11 નવેમ્બર નું પંચાંગ
- 11 નવેમ્બર નું રાશિફળ
- દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત
- પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ
- 11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”
- જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક
- તંત્રી લેખ…ટ્રમ્પની જાહેરાત ભારત જેવી ઉભરતી શક્તિઓ માટે માથાનો દુખાવો છે
- શું બેંક ખાનગીકરણની પ્રક્રિયા ખરેખર શરૂ થઈ ગઈ છે?

