બાઈકને અજાણ્યા વાહને હડ ફેટે લેતા મોત : બે બાળકોએ પિતા નું છત્ર ગુમાવ્યું
Rajkot,તા.09
ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે… રાજકોટના રેલ નગરમાં રહેતા અને ખાનગી પેઢીમાં નોકરી કરતા યુવાનને મોટરસાયકલને વાસદ નજીક અકસ્માત નડતા રાજકોટના યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ રેલ નગર ઘનશ્યામ રેસીડેન્સી બ્લૉક ન ,૨૯/૨મા રહેતા અને ખાનગી પેઢીમાં નોકરી કરતા પવનભાઈ દિલીપકુમાર માધાણી અને તેનો મિત્ર મહેશ ગઈકાલે આણંદ થી અંજલ ગામે મેલડી માના મંદિરે દર્શને જઇ પરત આવી રહ્યા હતા ત્યારે અમુલ ચોકલેટ પ્લાન્ટ પાસે પવન ની મોટર સાયકલ સાથે અજાણ્યા વાહને અકસ્માત સર્જતા બંને યુવાનો ને ગંભીર ઇજા થઈ હતી અકસ્માતમાં બંને યુવાનો ને ગંભીર ઈજા થઈ હતી જેમાં પવન ની હાલત વધુ નાજુક જણાતા પ્રથમ સારવાર આણંદ અને ત્યાંથી રાજકોટ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવતા પવનને મોડી રાત્રે ૧૨વાગ્યે તબીબોએ મૃત જાહેર કર્યો હતો. પવન રાજકોટ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને બે બાળકો પિતા હોય પવનના અકાળે અવસાનથી પરિવાર પર દુઃખ નો પહાડ તૂટી પડ્યો હતો,