શાસ્ત્રી રાજદીપ જોષી
તા ૧૦ જુલાઈ જેઠ વદ અગિયારસ શુક્રવાર ના દિવસે સવારે ૮.૧૫ કલાક થી દશમ તિથિ પૂરી થઈ જાય છે અગિયારસ થી શરૂ થઈ જાય છે જે બીજા દિવસે શનિવારે વેલી વેલી સવાર ના ૫.૨૨ કલાક સુધી એકાદશી તિથિ છે આમ જોઈએ તો શુક્રવારે એકાદશી ક્ષય તીથી છે શુક્રવારે શિવપંથી ની એકાદશી તિથિ છે જ્યારે જ્યોતિષ ના નિયમ પ્રમાણે પંચાંગ પ્રમાણે એકાદશી તિથિ બારસના દિવસે વહેલી સવારે ૫૬ ઘડી થી વધારે હોઇ હોય તો વૈષ્ણવો એટલે કે જે લોકોના ઘરમાં કૃષ્ણ ભગવાન પુષ્ટાવેલા હોય છે એકાદશી બરસ ના દિવસે કરવી તેવો નિયમ છે બીજા ઘણા એવા સંપ્રદાય છે કે જેમાં પણ એકાદશીનો નિર્ણય બરસ ના દિવસે ગણવામાં આવે છે.આથી શિવપંથી ની યોગીની એકાદશી શુક્રવારે છે જ્યારે વૈષ્ણવ પંથી ની યોગીની એકાદશી શનીવારે છેશનિવારે અમૃતસિદ્ધિ યોગ પણ છે
જીવનમાં જ્ઞાન, વિદ્યા અને યોગનું મહત્વ સૌથી વધારે અને ખાસ છે. જેનાથી સંયમ રાખી સકાય છે.આ દિવસે ભગવાન ને સાકર ધરાવવા નું મહત્વ વધારે છે યોગીની અકાદશીનું પૂજન સવારે વહેલા ઉઠી અને નિત્યકર્મકરી ત્યારબાદ સ્નાન કરી અને પીળા અથવા સફેદ વસ્ત્ર ધારણ કરવા એક બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી અને તેનાં ઉપર ચોખા રાખી ભગવાન વિષ્ણુની છબીપધરાવી બાજુ માં ઘી નો દિવો કરી ત્યારબાદ ભગવાન ને ચાંદલો, ચોખા, ફુલ છબી ઉપર પધરાવવું,અબીલ ગુલાલ પધરાવી અને અબીલ ગુલાલ પધરાવી અને ભગવાનને ધુપ બત્તી અર્પણ કરવી. નૈવેદ્ય માં સાકર ખાસ ધરવી, આરતી કરી અને ભગવાનની ક્ષમાયાચના માંગવી, ત્યાર બાદ યોગીની એકાદશીની કથા વાંચવી અને પછી શિવજીનાં મંદિરે જઈ અને મહાદેવજી ને પાણી નો એક લોટો ચડાવવો, સાંજે ભગવાનનું કિર્તન કરવું, રાત્રીનાં ૧૨ વાગ્યા સુધીનું જાગરણ કરવું, બપોરે સુવું નહી.
ફળ કથન યોગીની એકાદશીઃવ્રત કરવાથી કુંડળીમાં જો શની રાહુનો શ્રાપિત દોષ હોય તો તેમાં રાહત થાય છે. શરીરમાં ચામડીની બિમારી હોયતો દૂર થાય છે.જીવનનાં બંધનો દૂરથાય છે.
કથાનો બોધઃયોગીની એકાદશીનો બોધઃ જીવનમાં હંમેશા સંયમ રાખવો મોહ માયાથી દૂર રહેવું અને પોતાનાં કામકાજ માં નિષ્ઠાપૂર્વક કામ કરવું, બહેનોએ પણ પોતાનાં ઘર કામ કરતી વખતે પુરી નિષ્ઠા રાખવી.
શાસ્ત્રી રાજદીપ જોષી (વેદાંત રત્ન)

