એકવાર નારદજીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે પ્રભુ ! આપના ભક્ત ગરીબ કેમ હોય છે? ત્યારે ભગવાન કહે છે કે નારદજી ! મારી કૃપાને સમજવી ઘણી જ કઠન છે.આટલું કહીને ભગવાન નારદજીની સાથે સાધુ વેશમેં પૃથ્વી ઉપર પધારે છે અને એક શેઠજીના ઘેર ભિક્ષા માંગવા માટે દરવાજો ખખડાવે છે.શેઠ બબડતા બબડતા ઉભા થઇને દરવાજો ખોલે છે તો સામે બે સાધુ ઉભા છે.ભગવાન કહે છે કે ભાઇ ! ઘણી જ ભૂખ લાગી છે થોડું ખાવાનું મળશે? ત્યારે શેઠજી ગુસ્સામાં કહે છે કે તમોને શરમ નથી આવતી.અહી તમારા બાપનો માલ ભરેલો છે કે મફત ખાવા આવી ગયા છો? કર્મ કરીને ખાવામાં શરમ આવે છે? અહીથી જાઓ અને કોઇ હોટલમાં જઇને ખાવાનું માંગજો.
નારદજી કહે છે કે જુઓ પ્રભુ ! આ શેઠ આપણા ભક્તો અને આપનો નિરાદર કરનાર ઘણો જ સુખી અને સાધન સંપન્ન છે તેને આપ શ્રાપ આપો.નારદજીની વાત સાંભળીને ભગવાને તે શેઠને અધિક ધન સંપત્તિ મળે તેવું વરદાન આપે છે.
ત્યારબાદ ભગવાન નારદજીને લઇને એક વૃદ્ધ માતાના ઘેર જાય છે.જેમની એક નાનકડી ઝુંપડી હતી તેમાં એક ગાય સિવાય તેમની પાસે કશું જ નહોતું.ભગવાને જેવી ભિક્ષા માટે બૂમ મારી તો વૃદ્ધા ઘણા જ ખુશ થઇને બહાર આવે છે.બંન્ને સંતોને આસન આપીને બેસાડે છે અને પીવા માટે દૂધના બે ગ્લાસ ભરી લઇને આવે છે અને કહે છે કે પ્રભુ ! મારી પાસે આ દૂધ સિવાય બીજું કાંઇ જ નથી તેનો સ્વીકાર કરો. ભગવાને ઘણા જ પ્રેમથી તેનો સ્વીકાર કર્યો ત્યારે નારદજીએ ભગવાનને કહ્યું કે પ્રભુ ! આપના ભક્તોની આ સંસારમાં કેવી દુર્દશા છે જે મારાથી જોઇ શકાતી નથી.આ બિચારી વૃદ્ધા માતા આપનું ભજન કરે છે અને અતિથિ સત્કાર પણ કરે છે.આપ તેને કોઇ સારો આર્શિવાદ આપો.
ભગવાને થોડીવાર વિચારીને તેની ગાય મરી જવાનો અભિશ્રાપ આપી દીધો.આ સાંભળીને નારદજી બગડ્યા અને કહ્યું કે પ્રભુ ! આપે આ શું કર્યું? ત્યારે ભગવાન કહે છે કે આ વૃદ્ધ માતા મારૂં ભજન કરે છે. કેટલાક દિવસ પછી તેનું મૃત્યુ થવાનું છે અને મૃત્યુના સમયે તેમને આ ગાયની ચિંતા થશે કે મારા મરી ગયા પછી મારી ગાયને કોઇ કસાઇ લઇ જઇને કાપી નાખશે તો ! મારા મરી ગાય પછી આ ગાયની દેખભાળ કોન રાખશે.આમ આ વૃદ્ધ માતા મરતી વખતે મારૂં સ્મરણ ના કરતાં ફક્ત ગાયની જ ચિંતા કરશે અને તે મારા ધામમાં ન જતાં ગાયની યોનિમાં જશે.
બીજી તરફ શેઠને જે ધન છે તે ડબલ થઇ જવાનું વરદાન આપ્યું છે કે જેથી મૃત્યુના સમયે તેનું ધ્યાન ધન અને તિજોરીનું ધ્યાન કરશે અને તે તિજોરીની નીચે સાપ બનશે.
પ્રકૃતિનો નિયમ છે કે જે ચીજમાં વધુ પડતું મન લાગેલું રહે છે,મૃત્યુના સમયે તેની યાદ આવતાં મૃત્યુ પછી ત્યાં જ જન્મ લે છે અને અતિ દુઃખ ભોગવે છે.મન જ પ્રાણીઓના ભવિષ્યનું નિર્માણ કરે છે. આશા ત્યાં વાસા અને સૂરતા ત્યાં મૂકામ. મૃત્યુના સમયે મન જેમાં લાગે છે તેવી જ ગતિ થાય છે.સારૂં કર્મ હોય કે ખરાબ કર્મ હોય જેમાં મન લાગી જાય છે તે નવા જન્મનું કારણ બને છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)