ભાવનગર શહેરમાં આજે સોમવારે કોરોના વાયરસના વધુ ૪ કેસ નોંધાયા છે, જેમાં શહેરના જવેલ્સ સર્કલ વિસ્તારમાં રહેતા ૬૬ વર્ષના પુરૂષ (ટ્રાવેલ હિસ્ટ્રી સુરેન્દ્રનગર), વિદ્યાનગરમાં રહેતા ર૩ વર્ષના પુરૂષ, ખેડૂતવાસમાં રહેતા રર સ્ત્રી (ટ્રાવેલ હિસ્ટ્રી મહુવા) અને ભરતનગર વિસ્તારમાં રહેતા ૪૯ વર્ષના સ્ત્રી વગેરેનો સમાવેશ થાય છે. આ દર્દીઓની તબીયત બગડતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તેઓને કોરોનાના લક્ષણો હોવાથી રિપોર્ટ કરવામાં આવ્યા હતા. દર્દીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરંતુ તેની તબીયત સારી હોવાથી હાલ ઘરે સારવાર હેઠળ રાખવામાં આવેલ છે તેમ મહાપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવેલ છે. શહેરમાં આજે વધુ ર દર્દી કોરોના મૂક્ત થયા હતાં. શહેર અને જિલ્લામાં છેલ્લા ૧૯ દિવસમાં કોરોનાના કુલ ૩૯ કેસ નોંધાયા છે, જેમાં શહેરમાં કોરોનાના ૩૮ કેસનો સમાવેશ થાય છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૩ દર્દી કોરોના મૂકત થયા છે, જયારે કોરોનાના રપ દર્દી હાલ ઘરે સારવાર હેઠળ છેે. કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે તેમ આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવેલ છે.
Trending
- 11 નવેમ્બર નું પંચાંગ
- 11 નવેમ્બર નું રાશિફળ
- દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત
- પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ
- 11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”
- જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક
- તંત્રી લેખ…ટ્રમ્પની જાહેરાત ભારત જેવી ઉભરતી શક્તિઓ માટે માથાનો દુખાવો છે
- શું બેંક ખાનગીકરણની પ્રક્રિયા ખરેખર શરૂ થઈ ગઈ છે?

