ભાવનગર શહેરમાં આજે સોમવારે કોરોના વાયરસના વધુ ૪ કેસ નોંધાયા છે, જેમાં શહેરના જવેલ્સ સર્કલ વિસ્તારમાં રહેતા ૬૬ વર્ષના પુરૂષ (ટ્રાવેલ હિસ્ટ્રી સુરેન્દ્રનગર), વિદ્યાનગરમાં રહેતા ર૩ વર્ષના પુરૂષ, ખેડૂતવાસમાં રહેતા રર સ્ત્રી (ટ્રાવેલ હિસ્ટ્રી મહુવા) અને ભરતનગર વિસ્તારમાં રહેતા ૪૯ વર્ષના સ્ત્રી વગેરેનો સમાવેશ થાય છે. આ દર્દીઓની તબીયત બગડતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તેઓને કોરોનાના લક્ષણો હોવાથી રિપોર્ટ કરવામાં આવ્યા હતા. દર્દીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરંતુ તેની તબીયત સારી હોવાથી હાલ ઘરે સારવાર હેઠળ રાખવામાં આવેલ છે તેમ મહાપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવેલ છે. શહેરમાં આજે વધુ ર દર્દી કોરોના મૂક્ત થયા હતાં. શહેર અને જિલ્લામાં છેલ્લા ૧૯ દિવસમાં કોરોનાના કુલ ૩૯ કેસ નોંધાયા છે, જેમાં શહેરમાં કોરોનાના ૩૮ કેસનો સમાવેશ થાય છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૩ દર્દી કોરોના મૂકત થયા છે, જયારે કોરોનાના રપ દર્દી હાલ ઘરે સારવાર હેઠળ છેે. કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે તેમ આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવેલ છે.
Trending
- 30 એપ્રિલનું પંચાંગ
- 30 એપ્રિલનું રાશિફળ
- Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો
- અક્ષય કુમારનો અંદાજ સાચો સાબિત થયો, ભૂત બાંગ્લાની કમાણી ૨૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી
- Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે છે!
- શ્રીરામ દ્વારા માતા સીતાનો ત્યાગ અવિશ્વાસ નહીં,પરંતુ રામરાજ્યની જરૂરિયાત હતી
- અમેરિકન સમાજમાં વધતું વૈચારિક ધ્રુવીકરણ અને તેની વૈશ્વિક અસર-યુનાઇટેડથી વિભાજિત રાજ્યો સુધી
- તંત્રી લેખ…મમતા બેનર્જી સામે પોતાના ગઢને બચાવવાનો પડકાર છે

