ત્રાપજથી સથરાને જોડતો પાંચ કિ.મી.નો રસ્તો છેલ્લા ઘણાં સમયથી બિસ્માર થઈ ગયો છે. જેના કારણે સથરા તેમજ આજુબાજુના ભારાપરા, મથાવડા, તખતગઢ, પાદરી, તરસરા, ઈરોસા સહિતના ગામોના લગભગ ૪૦ હજારથી પણ વધુ લોકો તેમજ સિધ્ધનાથ મહાદેવ, ગણેશ મંદિર જેવા ધાર્મિક સ્થળોએ દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓ માટે પણ આ રસ્તો ખૂબ જ ઉપયોગી છે. આ ગામોના લોકોને જિલ્લા મથક ભાવનગર જવા માટે સથરા-ત્રાપજનો એક માત્ર રસ્તો જોડતો હોય, ખખડધજ રોડના કારણે લોકોને ભારે હાડમારી વેઠવી પડે છે. અહીંથી કોઈ સરકારી એસ.ટી. બસ ચાલતી ન હોય, ખરાબ રસ્તાના કારણે ખાનગી વાહનધારકો પણ વધુ ભાડા વસૂલતા હોવાની રાવ ઉઠી છે. વધુમાં આ રસ્તો છેલ્લે ૨૦૧૬માં બનાવવામાં આવ્યો હતો. નવ વર્ષમાં રોડની હાલત ખખડધજ થઈ ગઈ હોય, સથરા ગામના આગેવાનોએ જિલ્લા પંચાયતના સદસ્ય અને બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન, જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય વગેરેને લેખિતમાં રજૂઆત કરી નવો માર્ગ બનાવવાની માંગણી ઉચ્ચારી છે.
Trending
- Una સૈયદ રાજપરા ગામના જીવલેણ હુમલાના બનાવમાં બે આરોપી પકડાયા
- Bhavnagar નજીક મહાકાય પવનચકકી ધરાશાયી કરાઇ
- Jasdan ના રાણીંગપરમાં આર્થિક તંગીથી કંટાળી ખેડૂત એ આપઘાત કરી લીધો
- Gondal ઉમવાડા પાસે દર્શનાર્થે જતા પરિવારની કાર નાળામાં ખાબકી
- Kotdasangani ની હડમતાળા જી.આઇ.ડી.સી.માં જૂની દિવાલ પડતા શ્રમિકનું મોત
- Gondal સ્થાનકવાસી જૈન સંઘની કમિટીના ચાર સદસ્યોના રાજીનામા
- Junagadh માખીયાળાની સીમમાં રિવર્સમાં આવતા ટ્રક અડફેટે યુવાનનું મોત
- Junagadh પીજીવીસીએલના નાયબ ઈજનેરને ફોન ઉપર મારી નાખવાની ધમકી