Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    11 Grammy Awards જીતનાર સિંગર Dolly Parton નું નિધન

    August 26, 2026

    Brahmastra 2 માં દીપિકા નહીં હોય, હવે અનિત પડ્ડાની ચર્ચા

    August 26, 2026

    Shaan Khatter and Chandni Bains નું ત્રણ વર્ષ બાદ બ્રેકઅપ

    August 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 11 Grammy Awards જીતનાર સિંગર Dolly Parton નું નિધન
    • Brahmastra 2 માં દીપિકા નહીં હોય, હવે અનિત પડ્ડાની ચર્ચા
    • Shaan Khatter and Chandni Bains નું ત્રણ વર્ષ બાદ બ્રેકઅપ
    • Siddhant, Alizeh ની ટ્રાઈબનું શૂટિંગ સપ્ટે.થી શરૂ થશે
    • બોલીવુડ અભિનેત્રી Kangana Ranaut and Taapsee Pannu વચ્ચેનો વિવાદ ચરમસીમાએ
    • ભારતીય ક્રિકેટર Mohammed Siraj પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતા ચોંકાવનારો ખુલાસો કર્યો
    • કોલંબો ટેસ્ટમાં Rishabh Pant બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ
    • BCCI ની વાર્ષિક મિટીંગ 18 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»દેશનાં પહેલાં ટૂરિઝમ બોન્ડની શરૂઆત Nathdwaraથી: રોકાણ એકત્ર કરાશે
    અન્ય રાજ્યો

    દેશનાં પહેલાં ટૂરિઝમ બોન્ડની શરૂઆત Nathdwaraથી: રોકાણ એકત્ર કરાશે

    Vikram RavalBy Vikram RavalJuly 10, 2026Updated:July 13, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jaipur, તા. 10
    ઉજ્જૈનમાં `મંદિર બોન્ડ’ ની શરૂઆત થયાં બાદ હવે દેશમાં ટૂરિઝમ બોન્ડ લાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આની પહેલી શરૂઆત રાજસ્થાનનાં નાથદ્વારાથી થઈ શકે છે. આ સાથે જ પુષ્કરને પણ આ મોડેલમાં સામેલ કરવા પર કામ ચાલી રહ્યું છે.

    સરકારી નાણાકીય સંસ્થા હુડકો (આવાસ અને શહેરી વિકાસ નિગમ લિમિટેડ) રાજસ્થાન સરકાર સાથે મળીને આ બંને ધાર્મિક-પર્યટન સ્થળો માટે યોજના તૈયાર કરી રહી છે.

    હુડકોના ચેરમેન સંજય કુલશ્રેષ્ઠના જણાવ્યાં અનુસાર, ટૂરિઝમ બોન્ડ દ્વારા પર્યટન, ધાર્મિક સ્થળો, હોટલ, હેરિટેજ સંરક્ષણ જેવી પરિયોજનાઓ માટે રોકાણ એકત્ર કરવામાં આવશે.

    શું છે ટૂરિઝમ બોન્ડ? 
    * રોકાણકારો પાસેથી બોન્ડના માધ્યમથી નાણાં એકત્ર કરવામાં આવશે.
    * આ રકમનો ઉપયોગ પર્યટન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે થશે.
    * રોકાણકારોને નક્કી કરેલી મુદત પૂરી થયાં બાદ વ્યાજ સહિત વળતર મળશે. પરિયોજનાઓથી આવક વધશે.

    શું છે ટેમ્પલ બોન્ડ? 
    ટેમ્પલ બોન્ડ એવા `ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ’ (દેવાના સાધનો) હોય છે, જેના દ્વારા સરકાર, મંદિર ટ્રસ્ટ કે કોઈ અધિકૃત સંસ્થા વિકાસ કાર્યો માટે બજારમાંથી નાણાં એકત્ર કરી શકે છે. મંદિર બોન્ડ સામાન્ય દાન કરતાં અલગ હોય છે.

    આમાં રોકાણકાર એક નિશ્ચિત મુદત માટે નાણાં રોકે છે અને બદલામાં તેમને વ્યાજ મળે છે. મેચ્યોરિટી (મુદત પૂરી થવા) પર મુદલ રકમ પણ પાછી આપવામાં આવે છે. આનાથી એકત્ર કરાયેલી રકમ મંદિર પરિસરોના સંરક્ષણ, રસ્તા, પાર્કિંગ, પીવાનું પાણી, યાત્રી સુવિધાઓ અને પર્યટન સાથે જોડાયેલી પાયાની સુવિધાઓના વિકાસ પાછળ ખર્ચ કરી શકાય છે.

    બોન્ડથી સુધરશે ધાર્મિક શહેરો 
    હુડકોનું અનુમાન છે કે અત્યાર સુધીમાં આશરે 20 નગર નિગમો બોન્ડ જાહેર કરી ચૂક્યાં છે, જ્યારે અન્ય 50 થી 70 નગર નિગમો પણ ભવિષ્યમાં મૂડી બજારમાંથી ફંડ એકત્ર કરવાની તૈયારી કરી રહ્યાં છે. કંપની આ વર્ષે ‘સોશિયલ ઇમ્પેક્ટ બોન્ડ’ લાવવાની યોજના પણ બનાવી રહી છે, જેથી સામાજિક વિકાસની પરિયોજનાઓ માટે વિદેશી રોકાણને આકર્ષિત કરી શકાય.

    `અર્બન ઇન્વેસ્ટ વિન્ડો’ શરૂ 
    હુડકોનું કહેવું છે કે નગર નિગમોએ પહેલાં પોતાની પ્રોપર્ટીનું ડિજિટલાઇઝેશન, યોગ્ય ઓડિટ  અને એવી પરિયોજનાઓની ઓળખ કરવી પડશે જેનાથી નિયમિત આવક થઈ શકે. આ પ્રક્રિયા પૂરી થયા પછી જ તેઓ સરળતાથી બોન્ડ જાહેર કરી શકશે. હુડકોએ આ માટે `અર્બન ઇન્વેસ્ટ વિન્ડો’ શરૂ કરી છે.

    આ અંતર્ગત નગર નિગમોને પ્રોજેક્ટ તૈયાર કરવા, વિગતવાર અહેવાલ બનાવવા, નાણાકીય માળખું નક્કી કરવા, બોન્ડ જાહેર કરવા અને રોકાણકારો સુધી પહોંચવામાં મદદ કરવામાં આવશે. કંપની રોડ શોનું આયોજન કરીને રોકાણકારોને પણ આકર્ષિત કરશે.

    શું થશે ફાયદો થશે? 
    નિષ્ણાતોના જણાવ્યાં અનુસાર, જો આ `નાથદ્વારા મોડેલ’ સફળ રહેશે તો રાજસ્થાનનાં અન્ય પ્રમુખ ધાર્મિક અને પર્યટન શહેરો જેવા કે ખાટૂશ્યામજી, સાલાસર, અજમેર, માઉન્ટ આબુ અને ઉદયપુરમાં પણ આ પ્રકારનાં બોન્ડ જાહેર કરવાનો રસ્તો ખૂલી શકે છે. આનાથી પર્યટન સુવિધાઓમાં સુધારો થશે, સ્થાનિક સ્તરે રોજગારી વધશે અને નગર નિગમોને વિકાસ કાર્યો માટે નાણાં મેળવવાનો નવો નાણાકીય સ્ત્રોત મળશે.

    first tourism bond Jaipur Nathdwara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabadમાં રૂ. 62 કરોડના ખર્ચે નવી RTO કચેરીનું ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghviએ ઉદ્ઘાટન કર્યું
    Next Article Morbiના જુના ઘૂટું રોડ પર ફેકટરીમાં ગળેફાંસો ખાઈ યુવાને આયખું ટુંકાવ્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    11 Grammy Awards જીતનાર સિંગર Dolly Parton નું નિધન

    August 26, 2026
    મુખ્ય સમાચાર

    Rajnath Singh ૯-૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકા જશે

    August 25, 2026
    રાષ્ટ્રીય

    બાસમતી ચોખાના ટ્રેડમાર્ક પર ભારતની અપીલ ફગાવી

    August 25, 2026
    રાષ્ટ્રીય

    નવા નિયમ હેઠળ ખાનગી કંપનીઓને મળશે DRDO મિસાઇલ ટેક્નોલોજી

    August 25, 2026
    અન્ય રાજ્યો

    Mumbai ના મઝગાંવમાં ગણેશ ભક્તો પર ઈંડા ફેંકનાર દાનિશ શેર ખાનની ધરપકડ કરવામાં આવી છે

    August 25, 2026
    રાષ્ટ્રીય

    Delhi માં ૩૦૦૦ H1N1 કેસ નોંધાયા CM Rekha Gupta એ કટોકટી બેઠક બોલાવી

    August 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,990
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,410
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹242,240
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-08-2026 15:49
    Categories
    Latest News

    11 Grammy Awards જીતનાર સિંગર Dolly Parton નું નિધન

    August 26, 2026

    Brahmastra 2 માં દીપિકા નહીં હોય, હવે અનિત પડ્ડાની ચર્ચા

    August 26, 2026

    Shaan Khatter and Chandni Bains નું ત્રણ વર્ષ બાદ બ્રેકઅપ

    August 26, 2026

    Siddhant, Alizeh ની ટ્રાઈબનું શૂટિંગ સપ્ટે.થી શરૂ થશે

    August 26, 2026

    બોલીવુડ અભિનેત્રી Kangana Ranaut and Taapsee Pannu વચ્ચેનો વિવાદ ચરમસીમાએ

    August 26, 2026

    ભારતીય ક્રિકેટર Mohammed Siraj પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતા ચોંકાવનારો ખુલાસો કર્યો

    August 26, 2026
    Search
    Main News

    11 Grammy Awards જીતનાર સિંગર Dolly Parton નું નિધન

    August 26, 2026

    Rajnath Singh ૯-૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકા જશે

    August 25, 2026

    બાસમતી ચોખાના ટ્રેડમાર્ક પર ભારતની અપીલ ફગાવી

    August 25, 2026

    નવા નિયમ હેઠળ ખાનગી કંપનીઓને મળશે DRDO મિસાઇલ ટેક્નોલોજી

    August 25, 2026

    Mumbai ના મઝગાંવમાં ગણેશ ભક્તો પર ઈંડા ફેંકનાર દાનિશ શેર ખાનની ધરપકડ કરવામાં આવી છે

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    11 Grammy Awards જીતનાર સિંગર Dolly Parton નું નિધન

    August 26, 2026

    Brahmastra 2 માં દીપિકા નહીં હોય, હવે અનિત પડ્ડાની ચર્ચા

    August 26, 2026

    Shaan Khatter and Chandni Bains નું ત્રણ વર્ષ બાદ બ્રેકઅપ

    August 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.