Rajkot,,તા.11
શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા આંબેડકર નગરમાં મકાનમાં જુગાર રમતો બુટલેગર હર્ષદ મહાજન સહિત છ શખ્સોને માલવિયા નગર પોલીસની ટીમે ઝડપી લઇ, જુગારના પટમાંથી રૂ ૧.૨૩ની રોકડ કબ્જે કરી છે.
શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર જગદીશ બાંગરવા અને એસીપી બી જે ચૌધરીએ શહેરમાં દારૂ જુગારની બડી નાબૂદ કરવા આપેલી સુચનાને પગલે માલવિયા નગર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે, આંબેડકર નગરમાં ‘જય માતાજી’ નામના મકાનમાં રહેતો વાલજી ભલા ગોહેલના મકાનમાં જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના પગલે માલવિયા નગર પોલીસ ની ટીમ આંબેડકર નગરમાં મકાનમાં જુગારનો દરોડો પાડી, બુટલેગર હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલિયા, વાલજી ભલાભાઇ ગોહેલ, જિલ્લા ગાર્ડન ચોકમાં રહેતો દિલાવર સલીમભાઈ મકરાણી, મવડી પ્લોટમાં ગોપાલ પાર્કનો કમલેશ ઉર્ફે નાથો ઇશ્વરભાઇ નિમાવત, જિલ્લા ગાર્ડન ચોક નો શોક્કસ હુસેનભાઇ કરગથરા અને કોઠારીયા મેઇન રોડ પર અંકુર સોસાયટીનો અલ્તાફ અબ્દુલભાઈ ગોગદા નામના શખ્સોને ઝડપી લઈ, જુગાના પટમાંથી રૂ.૧.૨૩ લાખની રોકડ કબ્જે કરી કર્યું છે. આ દરોડાની કામગીરી માલવયા નગર પી.આઈ જે આર દેસાઈ, પીએસઆઇ એમ જે ધાધલ, એ.એસ.આઇ હિરેનભાઈ પરમાર, હેડ કોન્સ્ટેબલ અજયભાઈ વિકમા, મયુરદાન બાટી અને કોન્સ્ટેબલ ભાવેશભાઈ ગઢવી સહિતના સ્ટાફે બચાવી છે.