Jamnagar,તા.16
જામનગર શહેરમાં તિરુપતિ સોસાયટી વિસ્તારમાં રહેતી એક મહિલા દ્વારા પોતાના રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવાઇ રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટુકડીએ ગઈકાલે સાંજે દરોડો પાડી જુગાર રમી રહેલા 9 સ્ત્રી પુરુષોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 1,28,200 ની માલમતા કબજે કરી છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગરમાં તિરૂપતિ સોસાયટી શેરી નંબર-2 માં રહેતી અલ્પાબેન અશ્વિનભાઈ ગોહેલ નામની મહિલા દ્વારા પોતાના રહેણાંક મકાનમાં બહારથી સ્ત્રી પુરુષોને એકત્ર કરીને જુગારધામ ચલાવાઈ રહ્યું છે, જે બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડ્યો હતો, જે દરોડા દરમિયાન મકાન માલિક મહિલા સહિત કુલ 9 સ્ત્રી પુરુષો ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતાં રંગે હાથ પકડાઈ ગયા હતા.