Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત
    • Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી
    • Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા
    • Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો
    • Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા
    • Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા
    • વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman
    • Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara: પિતાએ ૧૭ વર્ષના દિકરાની હત્યા બાદ ખાધા સોંગદ, વડોદરામાં ધંધાની હરિફાઈમાં ખેલાયો ખૂની ખેલ
    વડોદરા

    Vadodara: પિતાએ ૧૭ વર્ષના દિકરાની હત્યા બાદ ખાધા સોંગદ, વડોદરામાં ધંધાની હરિફાઈમાં ખેલાયો ખૂની ખેલ

    Vikram RavalBy Vikram RavalJuly 14, 2026Updated:July 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.૧૪

    શહેરના કિશનવાડી વિસ્તારમાં મોડીરાત્રે બનેલી હત્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. રાજસ્થાનથી માતા-પિતાને મળવા આવેલા ૧૭ વર્ષીય વિદ્યાર્થીની ચાકુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ભંગારના ધંધાની હરીફાઈ અને પૈસાની લેતી-દેતીનો વિવાદ આ ઘટનાનું કારણ હોવાનું માનવામાં આવે છે.

    વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં મોડીરાત્રે બનેલી હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે. આ ઘટનામાં રાજસ્થાનથી પોતાના માતા-પિતાને મળવા આવેલા ૧૭ વર્ષીય સુમિત વણઝારાનું મોત થયું છે. પોલીસના જણાવ્યા મુજબ મૃતક સુમિત મૂળ રાજસ્થાનમાં પોતાના દાદા-દાદી સાથે રહેતો હતો અને ધોરણ-૧૧માં અભ્યાસ કરતો હતો. વેકેશન દરમિયાન તે વડોદરામાં રહેતા પોતાના માતા-પિતાને મળવા આવ્યો હતો. તેના માતા-પિતા કિશનવાડી વિસ્તારમાં ભંગારનો વ્યવસાય કરે છે.

    પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ભંગારના ધંધાને લઈને લાંબા સમયથી બે પક્ષ વચ્ચે અદાવત ચાલી રહી હતી. ઘટનાના દિવસે પૈસાની લેતી-દેતી અને ઉઘરાણીના મુદ્દે મૃતકના પિતા વિક્રમ વણઝારા અને તેમના જ સમાજના કેટલાક લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. થોડા જ સમયમાં મામલો હિંસક બનતા આરોપીઓએ વિક્રમ વણઝારા પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો.

    પોલીસના જણાવ્યા મુજબ પિતા પર થઈ રહેલા હુમલાને જોઈ સુમિત તેમને બચાવવા વચ્ચે પડ્યો હતો. તે દરમિયાન હુમલાખોરોએ સુમિત પર પણ ચાકુના ઘા ઝીંક્યા હતા. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા સુમિતને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનામાં વિક્રમ વણઝારાને પણ ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે અને તેમની સારવાર ચાલી રહી છે.

    બનાવની જાણ થતાં બાપોદ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પરથી પુરાવાઓ એકત્રિત કરી ઘટનાસ્થળનું પંચનામું કર્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા મૃતકના પરિવારજનો તેમજ પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

    પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ ભંગારના ધંધાની હરીફાઈ અને નાણાંકીય વ્યવહારનો વિવાદ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. જોકે સમગ્ર ઘટનાનું ચોક્કસ કારણ, હુમલામાં સામેલ તમામ આરોપીઓની ભૂમિકા અને ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે બાપોદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો દોર તેજ કર્યો છે. બાપોદ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે તપાસમાં સામે આવતા પુરાવા અને નિવેદનોના આધારે સમગ્ર ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: ૧૦ વર્ષની બાળકીના મોતે ખોલી પોલ, જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ
    Next Article Pm Modi ૧૭ જુલાઈએ Rajkotના ભક્તિનગર રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: ભાયલી ગેંગરેપ કેસમાં કોર્ટનો મોટો ચુકાદો, તમામ દોષિતોને આજીવન કેદની સજા, છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેશે

    August 31, 2026
    વડોદરા

    Vadodaraમાં અકસ્માતની વિવિધ ઘટનામાં ૩ લોકોના મોત, માણેજાથી દશરથ અને ધન્યાવી સુધી અકસ્માતોની હારમાળા

    August 29, 2026
    વડોદરા

    Vadodara : હરસ-મસાનું ઓપરેશન કરતો નકલી ડોક્ટર ઝડપાયો

    August 27, 2026
    વડોદરા

    Vadodara: સાવલીના રાણીપુરામાં રૂ. ૪ કરોડનું મનરેગા કૌભાંડ

    August 27, 2026
    વડોદરા

    Vadodaraમાં યુનિયન બેંક સાથે ૧.૪૫ કરોડની કથિત છેતરપિંડી

    August 27, 2026
    વડોદરા

    Vadodaraના ભાંડવાડામાં ઈદના દિવસે બે જૂથ વચ્ચે અથડામણ

    August 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹157,350
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,230
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,830
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-09-2026 01:23
    Categories
    Latest News

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026

    Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો

    August 31, 2026

    Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા

    August 31, 2026

    Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા

    August 31, 2026
    Search
    Main News

    વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman

    August 31, 2026

    Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.