Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ડિસેમ્બરમાં, Christmas અને નવા વર્ષ સંબંધિત તહેવારો ઉપરાંત, રવિવાર અને મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહેશે

    November 27, 2026

    શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો, Sensex અને નિફ્ટી તૂટ્યા

    November 27, 2026

    તંત્રી લેખ…સીમાંકન બિલ સાથે ફરી એક ખાસ સત્ર

    November 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ડિસેમ્બરમાં, Christmas અને નવા વર્ષ સંબંધિત તહેવારો ઉપરાંત, રવિવાર અને મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહેશે
    • શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો, Sensex અને નિફ્ટી તૂટ્યા
    • તંત્રી લેખ…સીમાંકન બિલ સાથે ફરી એક ખાસ સત્ર
    • Mehsanaના બહુચરાજીમાં ઝાડીમાંથી નવજાત શિશુ મળ્યું, તબીબે મૃત જાહેર કર્યું
    • Junagadhમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી મોત, ૭ દિવસના બદલે માત્ર ૨ દિવસની રજા આપ્યાનો વિવાદ
    • Vadodara એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલઃ એકે-૪૭ સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો પ્લાન હતો
    • ભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો
    • Cabinetની બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત બિલને મંજૂરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલઃ એકે-૪૭ સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો પ્લાન હતો
    વડોદરા

    Vadodara એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલઃ એકે-૪૭ સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો પ્લાન હતો

    Vikram RavalBy Vikram RavalNovember 27, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.૨૭

    ગુજરાત એટીએસને વડોદરામાં મોટી સફળતા મળી છે. વડોદરાના એરફોર્સ સ્ટેશન પર મોટા હુમલાના કાવતરા સાથે ગુજરાતમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી મોહમ્મદ શેહરુલ ઈસ્લામને એકે-૪૭ રાઈફલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી હુમલો કર્યા બાદ પાકિસ્તાન ભાગી જવાની ફિરાકમાં હતો, તેવો ખુલાસો થયો છે. ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને મળેલી ચોક્કસ બાતમીના આધારે વડોદરામાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આરોપી વિરુદ્ધ  યુએપીએ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઈ છે.

    ગુજરાત એટીએસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આતંકીનો મુખ્ય નિશાન વડોદરા એરફોર્સ સ્ટેશન હતો અને તે આગામી એક-બે દિવસમાં ઓટોમેટિક વેપનથી ફાયરિંગ કરવાની ફિરાકમાં હતો. આ હુમલા માટે એક ટીમ પણ તૈયાર કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે ઝડપાયેલા આરોપીએ વડોદરા એરફોર્સ સ્ટેશનના ગેટ પાસે જઈને રેકી કરી હતી, તેમજ તેના ફોટો અને વીડિયો પણ ઉતાર્યા હતા, જે તેના મોબાઈલમાંથી મળી આવ્યા છે.

    ગુજરાત એટીએસએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોટા ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આરોપીએ દાહોદ નજીકથી ’ડેડ ડ્રોપ’ પદ્ધતિથી એકે-૪૭ રાઈફલ મેળવી હતી. તેની પાસેથી બે ખાલી મેગેઝિન, ૨૩ જીવતા કારતૂસ, ઓટોમેટિક હથિયાર અને ઝંડો કબજે કરવામાં આવ્યા છે. મહત્વની વાવ એ છે કે આતંકીએ બંદૂક ચલાવવાની કોઈ પ્રેક્ટિકલ તાલીમ લીધી નહોતી, પરંતુ સોશિયલ મીડિયા પર મોકલવામાં આવેલા ફાયરિંગના વીડિયો જોઈને તેણે હથિયાર ચલાવવાનું શીખ્યું હતું.

    ગુજરાત એટીએસે આપેલી માહિતીના આઘધારે મૂળ આસામના કરીમગંજ જિલ્લાનો રહેવાસી મોહમ્મદ શેહરુલ ઈસ્લામ કટ્ટર વિચારધારા ધરાવે છે અને તેણે મદ્રાસમાં અભ્યાસ કર્યો છે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી તે મુફ્તી અબ્દુલ નામના પાકિસ્તાન સ્થિત હેન્ડલરના સંપર્કમાં હતો. બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ અને વોટ્‌સએપ દ્વારા વાતચીત કરતા હતા. એટલું જ નહીં, જાણવા એનું પણ મળી રહ્યું છે કે આતંકીને નવો મોબાઈલ ખરીદવા અને અન્ય ખર્ચાઓ માટે હેન્ડલરે તેના ખાતામાં ઓનલાઈન ૫૦,૦૦૦ રૂપિયા મોકલ્યા હતા. આરોપીના મોબાઈલમાંથી હથિયાર ચલાવવા સંબંધિત પુરાવા અને જૈશ-એ-મોહમ્મદનું સાહિત્ય પણ મળી આવ્યું છે.

    ગુજરાત એટીએસે બાતમીના આધારે ઝડપાયેલા આરોપી વિશે જાણવા મળ્યું છે કે આરોપી આસામથી ભોપાલ અને ત્યાંથી બસ-ટ્રેન મારફતે વડોદરા પહોંચ્યો હતો. વડોદરામાં તે રેલવે સ્ટેશન નજીક આવેલી ’હોટલ મિલન’ માં અસલ ઓળખપત્રો સાથે રોકાયો હતો. જોકે, એટીએસની ટીમ હોટલ પર પહોંચે તે પહેલાં જ તે ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ તેનો કાયમી નંબર બંધ થઈ જતાં એટીએસએ અન્ય નંબરના આધારે તેને ટ્રેસ કર્યો હતો. દાહોદથી વડોદરા પરત ફરી રહ્યો હતો ત્યારે પંચમહાલના હાલોલ પાસેથી તેને ઝડપી પાડ્યો હતો.

    હાલ એટીએસ દ્વારા આરોપીને આર્થિક મદદ ક્યાંથી અને કેવી રીતે મળી તેમજ તેને કોઈ સ્થાનિક સપોર્ટ મળ્યો છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત, આરોપીના ઘરની તપાસ કરવા માટે ગુજરાત એટીએસની એક ટીમ આસામ પણ પહોંચી છે.

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો
    Next Article Junagadhમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી મોત, ૭ દિવસના બદલે માત્ર ૨ દિવસની રજા આપ્યાનો વિવાદ
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Mehsanaના બહુચરાજીમાં ઝાડીમાંથી નવજાત શિશુ મળ્યું, તબીબે મૃત જાહેર કર્યું

    November 27, 2026
    મુખ્ય સમાચાર

    ભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો

    November 27, 2026
    રાષ્ટ્રીય

    Cabinetની બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત બિલને મંજૂરી

    November 27, 2026
    ગુજરાત

    છ વર્ષના child સાથે દુષ્કર્મ બદલ આરોપીને ૨૦ વર્ષની કેદ

    November 27, 2026
    ગુજરાત

    નિવૃત્ત જજને શોધવામાં પોલીસ નિષ્ફળ, Gujarat High Courtનો સરકાર સામે આકરો આક્રોશ

    November 27, 2026
    ગુજરાત

    Housing Boardના ચેરમેનની ખોટી ઓળખ આપી વકીલને રૂ. ૨.૩૦ લાખનો ચૂનો

    November 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,987
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹98,916
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹128,928
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-11-2026 20:49
    Categories
    Latest News

    ડિસેમ્બરમાં, Christmas અને નવા વર્ષ સંબંધિત તહેવારો ઉપરાંત, રવિવાર અને મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહેશે

    November 27, 2026

    શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો, Sensex અને નિફ્ટી તૂટ્યા

    November 27, 2026

    તંત્રી લેખ…સીમાંકન બિલ સાથે ફરી એક ખાસ સત્ર

    November 27, 2026

    Mehsanaના બહુચરાજીમાં ઝાડીમાંથી નવજાત શિશુ મળ્યું, તબીબે મૃત જાહેર કર્યું

    November 27, 2026

    Junagadhમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી મોત, ૭ દિવસના બદલે માત્ર ૨ દિવસની રજા આપ્યાનો વિવાદ

    November 27, 2026

    ભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો

    November 27, 2026
    Search
    Main News

    Vadodara એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલઃ એકે-૪૭ સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો પ્લાન હતો

    November 27, 2026

    ભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો

    November 27, 2026

    Cabinetની બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત બિલને મંજૂરી

    November 27, 2026

    ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી

    November 27, 2026

    Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ

    November 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ડિસેમ્બરમાં, Christmas અને નવા વર્ષ સંબંધિત તહેવારો ઉપરાંત, રવિવાર અને મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહેશે

    November 27, 2026

    શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો, Sensex અને નિફ્ટી તૂટ્યા

    November 27, 2026

    તંત્રી લેખ…સીમાંકન બિલ સાથે ફરી એક ખાસ સત્ર

    November 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.