ચોટીલાથી કામની શોધમાં આવેલી પાંખીબેગમને મેટોડાથી પકડી લેવાઈ
અમદાવાદથી શાપર આવેલી હાસી મંડલને દબોચી લીધી : એસઓજીએ પૂછપરછનો દોર શરૂ કર્યો
Rajkot,તા.17
રાજકોટ શહેરની ભાગોળે આવેલ બે અલગ અલગ ઔદ્યોગિક વસાહતમાંથી બે બાંગ્લાદેશી ઘૂષણખોર મહિલાઓને ઝડપી લેવામાં આવી છે. ચોટીલાથી કામની શોધમાં આવેલી બાંગ્લાદેશી મહિલા પંખીબેગમને મેટોડા જીઆઈડીસી ગેઇટ નં-2 ખાતેથી જયારે અમદાવાદથી શાપર ખાતે આવેલી હાસીબેન મંડલને દબોચી લેવાઈ હતી. પહેલગામ આંતકી હુમલા બાદ દેશભરમાંથી ઘુષણખોરોને ઝડપી લઇ દેશ નિકાલ કરવાની કેન્દ્ર સર્કસરની ઝુંબેશને પગલે રાજકોટ જિલ્લામાંથી અત્યાર સુધીમાં 12 બાંગ્લાદેશી અને 3 પાકિસ્તાની નાગરિકો ઝડપાઇ ચૂક્યા છે. ત્યારર વધુ બે બાંગ્લાદેશી મહિલાઓને ગેરકાયદે વસવાટ કરતી ઝડપી લેવામાં આવી છે. મેટોડા જીઆઈડીસી પોલીસે મેટોડા જીઆઈડીસી ગેઇટ નં. ૨ની બાજુમાં આવેલા બસ સ્ટેન્ડ પાસે ઉભેલી પાંખીબેગમ ઉર્ફે સુમી ખલીલ સરદાર (ઉ.વ.૩૬)ને ઝડપી લીધી હતી. અત્યાર સુધી પાંખીબેગમ ચોટીલામાં રહેતી હતી. જ્યાંથી મેટોડા જીઆઈડીસીમાં આવી હતી. જે અંગે બાતમી મળતાં પોલીસે તેને ઝડપી લીધી હતી. તેના મોબાઇલ ફોનમાંથી બાંગ્લાદેશના પીપલ્સ રિપબ્લીક સરકારનું રાષ્ટ્રીય ઓળખપત્ર પણ મળી આવ્યું હતું.
બાંગ્લાદેશી મહિલાની પૂછપરછ કરતા તે કામની શોધમાં મેટોડા આવ્યાની અને છેલ્લા એક માસથી તે ચોટીલા ખાતે રહેતી હોવાની કેફીયત આપી હતી. હાલ બાંગ્લાદેશી મહિલાને નજરકેદમાં રાખી પૂછપરછ શરૂ કરાઇ છે. બીજી બાજુ શાપર વેરાવળ પોલીસે શાપરના બસ સ્ટેન્ડ પાસેથી હાસીબેન હમઝા મંડલ (ઉ.વ. 28)ને ઝડપી લીધી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે હાસીબેન બાંગ્લાદેશના વતની છે. ગેરકાયદે રીતે અત્યાર સુધી અમદાવાદમાં રહેતા હતા. જ્યાંથી ગઈકાલે જ શાપર આવી હતી. જે અંગે બાતમી મળતાં તેને ઝડપી લેવાઈ હતી. હવે મામલામાં રૂરલ એસઓજીએ ટીમે તપાસની ધુરા સાંભળી બંને મહિલાઓએ ભારતમાં કેવી રીતે પ્રવેશ મેળવ્યો? અગાઉ ક્યાં રહેતા? શું કરતા? સહિતના મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.