Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજે ઈંગ્લેન્ડ વિખેરાવાની સ્થિતિમાં છે પણ ભારત નહીં તૂટે : Mohan Bhagwat

    September 16, 2025

    Assam માં મહિલા અધિકારીના નિવાસે દરોડામાં 1 કરોડનુ સોનુ અને 90 લાખ રોકડ ઝડપાઈ

    September 16, 2025

    આજથી માન્ય વેપારીઓ UPI થી 10 લાખ રૂપિયાનું રોજ પેમેન્ટ કરી શકશે

    September 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજે ઈંગ્લેન્ડ વિખેરાવાની સ્થિતિમાં છે પણ ભારત નહીં તૂટે : Mohan Bhagwat
    • Assam માં મહિલા અધિકારીના નિવાસે દરોડામાં 1 કરોડનુ સોનુ અને 90 લાખ રોકડ ઝડપાઈ
    • આજથી માન્ય વેપારીઓ UPI થી 10 લાખ રૂપિયાનું રોજ પેમેન્ટ કરી શકશે
    • Abhishek Sharma ની વિસ્ફોટક બેટિંગથી પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશ્ચર્યચકિત
    • ભારત PAKનો વિરોધ ચાલુ રાખશે: જો Asia Cup જીતે તો મોહસીનના હસ્તે ટ્રોફી નહીં સ્વીકારે
    • Dehradun માં સહસ્ત્રધારામાં વાદળ ફાટયું : અનેક દુકાનો તણાઈ, બે લોકો લાપતા
    • Income Taxનું સુપર ઓપરેશન: મોરબીમાં 40 અને રાજકોટમાં 6 સ્થળોએ દરોડા
    • CM ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં: દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Vapi, Valsad માં જળબંબાકાર, 4 કલાકમાં 4.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો
    ગુજરાત

    Vapi, Valsad માં જળબંબાકાર, 4 કલાકમાં 4.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

    Vikram RavalBy Vikram RavalJune 19, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vapi, Valsad,તા.19

    ચોમાસાની ઋતુ શરૂ થતાંની સાથે જ આજે (19 જૂન) સવારે 6:00 વાગ્યાથી 12 વાગ્યા દરમિયાન એટલે 6 કલાકમાં 90 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના વાપીમાં 4.72 ઇંચ, ધરમપુરમાં 3.94 ઇંચ, પારડીમાં 3.82 ઇંચ, ભરૂચના હાંસોટમાં 3.58 ઇંચ, નવસારીના ખેરગાવમાં 3.54 ઇંચ વરસાદ ખાબક્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 4 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતાં વલસાડ અને વાપીમાં રોડ પણ વરસાદના પાણી ફરી વળ્યા છે.

    નેશનલ હાઈવે 48 પર મોટા ગાબડા પડવાનું શરૂ

    વરસાદના આગમન સાથે જ વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર મોટા ગાબડા પડવાનું શરૂ થઇ ગયું છે. ચોમાસાની શરૂઆત સાથે જ રસ્તાની સ્થિતિ બગડતા હાઈવે ઓથોરિટીની કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા છે.  સુરતથી મુંબઈ તરફ જતા વાહનોને સર્વિસ રોડના પુલ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. વાંકી નદીના પુલ પર રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. તો બીજી તરફ વરસાદના આગમનના કારણે પાણીની આવક થતાં ઔરંગ નદી સામાન્ય કરતા ભયજનક સપાટીએ વહેવા લાગી છે.

    વલસાડમાં પ્રથમ વરસાદે આફત સર્જી છે. ભારે વરસાદના લીધે ઘરો અને દુકાનો પાણી ઘૂસવા લાગ્યા છે. ભારે વરસાદના લીધે જનજીવનને અસર થઇ છે. છીપવાડ અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. વલસાડના ગુંદલાવ પોલીસ ચોકી સામે મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં 10થી વધુ વાહનો દટાયા છે.

    વલસાડમાં જિલ્લામાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક શરૂ થઇ ગઇ છે. ઉપરવાસમાં વરસાદ થતાં મધુબન ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. તો બીજી તરફ  કોલક નદી બે કાંઠે વહેવા લાગી છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભારે વરસાદ કે આપાતકાલીન પરિસ્થિતિમાં ટોલ ફ્રી નંબર 1077 તથા નવસારી જિલ્લા હેલ્પલાઇન નંબર 02637-233002/259401 ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે પંચાયતના 19 રસ્તાઓ અવરોધાયા છે. જેમાં વાંસદાના 14,નવસારીના 02,ચીખલીના 02,ખેરગામ 1 રસ્તાનો સમાવેશ થાય છે. તમામ રસ્તાઓ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઓવરટોપીંગ થયેલા રસ્તાઓના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જિલ્લા તંત્રએ અનુરોધ કર્યો છે.

    સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સુરતના ઓલપાડમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના અહેવાલ મુજબ રાજ્યના ત્રણ તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સુરતના ઓલપાડમાં 3.39 ઇંચ, વલસાડના ધરમપુરમાં 3.35 ઇંચ અને ભરૂચના હાંસોટમાં 3.19 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ભરૂચના વાલીયામાં તેમજ સુરતના ઉમરપાડા તાલુકામાં પણ 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

    રાજ્યમાં આ ઋતુનો કુલ સરેરાશ વરસાદ એકંદરે 113.63 મિ.મી એટલે કે 12.87 ટકા જેટલો નોંધાયો છે. રાજ્યના ડાંગ જિલ્લાના ડાંગ-આહવા તાલુકામાં સૌથી વધુ 9.8 ઇંચ અને વલસાડના કપરાડા તાલુકામાં 9.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

    રાજ્યના અન્ય તાલુકાઓમાં, છેલ્લા 24 કલાકમાં ડાંગના વઘઇ અને સુબીર તાલુકામાં 7 ઇંચથી વધુ તેમજ વલસાડના ધરમપુર અને નવસારીના વાંસદા તાલુકામાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ અને તાપીના ડોલવણ તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. વધુમાં, ગાંધીનગરના માણસા, દેહગામ અને ગાંધીનગર તાલુકામાં, ગીર સોમનાથના સુત્રાપાડા અને પાટણ-વેરાવળમાં, વલસાડના પારડી અને વાપીમાં, પંચમહાલના ગોધરા તથા નવસારીના ચીખલી તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.

    આ ઉપરાંત રાજ્યના 17 તાલુકામાં બે ઇંચથી વધુ, 37 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 89 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 27 જિલ્લાના 160 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

    સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક શરૂ છે. ઉપરવાસમાંથી 20,644 ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમની હાલની સપાટી 119.55 મીટર પહોંચી ગઇ છે. ચાલુ વર્ષે પણ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ તેવી શક્યતાઓ છે. નર્મદા ડેમના બંને પાવર હાઉસ શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં RBPH ના 4 અને CHPH નું 1 ટર્બાઇન હાલ ચાલુ છે જેના થકી 34 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે (19મી જૂન) પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યા રાજ્યના અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

    રાજ્યમાં આગામી 20-21 જૂનના રોજ તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે. 22 જૂને રાજ્યના 9 જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ રહેશે. જેમાં નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

    Valsad Vapi Waterlogging
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Income Taxનું સુપર ઓપરેશન: મોરબીમાં 40 અને રાજકોટમાં 6 સ્થળોએ દરોડા

    September 16, 2025
    મોરબી

    CM ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં: દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે

    September 16, 2025
    અમદાવાદ

    Gujarat High Court ને ત્રણ મહિનામાં ચોથીવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    September 16, 2025
    સુરત

    Bardoli માં પ્રેમિકાની છરીના ઘા મારી પ્રેમીએ કરી હત્યા, આરોપીની ધરપકડ

    September 15, 2025
    સુરત

    અમદાવાદમાં ૧.૧૯ કરોડની જ્વેલરી ચોરીનો ભેદ ઉકેલાયો, Surat થી આરોપી ઝડપાયો

    September 15, 2025
    અમદાવાદ

    નરેન્દ્ર મોદીના ૭૫માં જન્મદિવસથી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો ગુજરાત સહિત દેશભરમાં પ્રારંભ કરાશે

    September 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજે ઈંગ્લેન્ડ વિખેરાવાની સ્થિતિમાં છે પણ ભારત નહીં તૂટે : Mohan Bhagwat

    September 16, 2025

    Assam માં મહિલા અધિકારીના નિવાસે દરોડામાં 1 કરોડનુ સોનુ અને 90 લાખ રોકડ ઝડપાઈ

    September 16, 2025

    આજથી માન્ય વેપારીઓ UPI થી 10 લાખ રૂપિયાનું રોજ પેમેન્ટ કરી શકશે

    September 16, 2025

    Abhishek Sharma ની વિસ્ફોટક બેટિંગથી પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશ્ચર્યચકિત

    September 16, 2025

    ભારત PAKનો વિરોધ ચાલુ રાખશે: જો Asia Cup જીતે તો મોહસીનના હસ્તે ટ્રોફી નહીં સ્વીકારે

    September 16, 2025

    Dehradun માં સહસ્ત્રધારામાં વાદળ ફાટયું : અનેક દુકાનો તણાઈ, બે લોકો લાપતા

    September 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજે ઈંગ્લેન્ડ વિખેરાવાની સ્થિતિમાં છે પણ ભારત નહીં તૂટે : Mohan Bhagwat

    September 16, 2025

    Assam માં મહિલા અધિકારીના નિવાસે દરોડામાં 1 કરોડનુ સોનુ અને 90 લાખ રોકડ ઝડપાઈ

    September 16, 2025

    આજથી માન્ય વેપારીઓ UPI થી 10 લાખ રૂપિયાનું રોજ પેમેન્ટ કરી શકશે

    September 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.