Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jetpur: ચારણ સમઢિયાળાના બુટલેગરની પાસા હેઠળ અટકાયત

    April 23, 2026

    Rajkot: નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો

    April 23, 2026

    ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

    April 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jetpur: ચારણ સમઢિયાળાના બુટલેગરની પાસા હેઠળ અટકાયત
    • Rajkot: નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો
    • ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર
    • વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા બંધ, ધારાસભ્ય Bhagwan Barad ની આહિર સમાજને ચીમકી
    • હિંસા વચ્ચે, Bengalમાં બમ્પર મતદાન જોવા મળ્યું,West Bengal માં ૮૫ ટકા અને Tamil Nadu માં ૭૫ મતદાન
    • 24 એપ્રિલનું પંચાંગ
    • 24 એપ્રિલનું રાશિફળ
    • જીઓપોલિટિકલ તણાવથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Vapi, Valsad માં જળબંબાકાર, 4 કલાકમાં 4.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો
    ગુજરાત

    Vapi, Valsad માં જળબંબાકાર, 4 કલાકમાં 4.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 19, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vapi, Valsad,તા.19

    ચોમાસાની ઋતુ શરૂ થતાંની સાથે જ આજે (19 જૂન) સવારે 6:00 વાગ્યાથી 12 વાગ્યા દરમિયાન એટલે 6 કલાકમાં 90 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના વાપીમાં 4.72 ઇંચ, ધરમપુરમાં 3.94 ઇંચ, પારડીમાં 3.82 ઇંચ, ભરૂચના હાંસોટમાં 3.58 ઇંચ, નવસારીના ખેરગાવમાં 3.54 ઇંચ વરસાદ ખાબક્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 4 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતાં વલસાડ અને વાપીમાં રોડ પણ વરસાદના પાણી ફરી વળ્યા છે.

    નેશનલ હાઈવે 48 પર મોટા ગાબડા પડવાનું શરૂ

    વરસાદના આગમન સાથે જ વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર મોટા ગાબડા પડવાનું શરૂ થઇ ગયું છે. ચોમાસાની શરૂઆત સાથે જ રસ્તાની સ્થિતિ બગડતા હાઈવે ઓથોરિટીની કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા છે.  સુરતથી મુંબઈ તરફ જતા વાહનોને સર્વિસ રોડના પુલ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. વાંકી નદીના પુલ પર રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. તો બીજી તરફ વરસાદના આગમનના કારણે પાણીની આવક થતાં ઔરંગ નદી સામાન્ય કરતા ભયજનક સપાટીએ વહેવા લાગી છે.

    વલસાડમાં પ્રથમ વરસાદે આફત સર્જી છે. ભારે વરસાદના લીધે ઘરો અને દુકાનો પાણી ઘૂસવા લાગ્યા છે. ભારે વરસાદના લીધે જનજીવનને અસર થઇ છે. છીપવાડ અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. વલસાડના ગુંદલાવ પોલીસ ચોકી સામે મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં 10થી વધુ વાહનો દટાયા છે.

    વલસાડમાં જિલ્લામાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક શરૂ થઇ ગઇ છે. ઉપરવાસમાં વરસાદ થતાં મધુબન ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. તો બીજી તરફ  કોલક નદી બે કાંઠે વહેવા લાગી છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભારે વરસાદ કે આપાતકાલીન પરિસ્થિતિમાં ટોલ ફ્રી નંબર 1077 તથા નવસારી જિલ્લા હેલ્પલાઇન નંબર 02637-233002/259401 ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે પંચાયતના 19 રસ્તાઓ અવરોધાયા છે. જેમાં વાંસદાના 14,નવસારીના 02,ચીખલીના 02,ખેરગામ 1 રસ્તાનો સમાવેશ થાય છે. તમામ રસ્તાઓ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઓવરટોપીંગ થયેલા રસ્તાઓના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જિલ્લા તંત્રએ અનુરોધ કર્યો છે.

    સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સુરતના ઓલપાડમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના અહેવાલ મુજબ રાજ્યના ત્રણ તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સુરતના ઓલપાડમાં 3.39 ઇંચ, વલસાડના ધરમપુરમાં 3.35 ઇંચ અને ભરૂચના હાંસોટમાં 3.19 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ભરૂચના વાલીયામાં તેમજ સુરતના ઉમરપાડા તાલુકામાં પણ 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

    રાજ્યમાં આ ઋતુનો કુલ સરેરાશ વરસાદ એકંદરે 113.63 મિ.મી એટલે કે 12.87 ટકા જેટલો નોંધાયો છે. રાજ્યના ડાંગ જિલ્લાના ડાંગ-આહવા તાલુકામાં સૌથી વધુ 9.8 ઇંચ અને વલસાડના કપરાડા તાલુકામાં 9.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

    રાજ્યના અન્ય તાલુકાઓમાં, છેલ્લા 24 કલાકમાં ડાંગના વઘઇ અને સુબીર તાલુકામાં 7 ઇંચથી વધુ તેમજ વલસાડના ધરમપુર અને નવસારીના વાંસદા તાલુકામાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ અને તાપીના ડોલવણ તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. વધુમાં, ગાંધીનગરના માણસા, દેહગામ અને ગાંધીનગર તાલુકામાં, ગીર સોમનાથના સુત્રાપાડા અને પાટણ-વેરાવળમાં, વલસાડના પારડી અને વાપીમાં, પંચમહાલના ગોધરા તથા નવસારીના ચીખલી તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.

    આ ઉપરાંત રાજ્યના 17 તાલુકામાં બે ઇંચથી વધુ, 37 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 89 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 27 જિલ્લાના 160 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

    સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક શરૂ છે. ઉપરવાસમાંથી 20,644 ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમની હાલની સપાટી 119.55 મીટર પહોંચી ગઇ છે. ચાલુ વર્ષે પણ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ તેવી શક્યતાઓ છે. નર્મદા ડેમના બંને પાવર હાઉસ શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં RBPH ના 4 અને CHPH નું 1 ટર્બાઇન હાલ ચાલુ છે જેના થકી 34 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે (19મી જૂન) પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યા રાજ્યના અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

    રાજ્યમાં આગામી 20-21 જૂનના રોજ તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે. 22 જૂને રાજ્યના 9 જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ રહેશે. જેમાં નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

    Valsad Vapi Waterlogging
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો

    April 23, 2026
    ગુજરાત

    ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

    April 23, 2026
    ગુજરાત

    Bharuch: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ

    April 23, 2026
    ગુજરાત

    Gautam Adani એ અક્ષય તૃતિયાના મંગલ દિને તારંગા જૈન મંદિરમાં પૂજા અર્ચના કરી

    April 23, 2026
    અમદાવાદ

    Adani University માં વિદ્યાર્થીઓએ બ્રિજ ડિઝાઇન અને મોડલ મેકિંગમાં બતાવ્યું અદભૂત કૌશલ્ય

    April 23, 2026
    અમદાવાદ

    ગુજરાતની ગૌરવમય દીકરી ડૉ. કૌશલ્યા દેસાઈને “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” થી ભવ્ય સન્માન

    April 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jetpur: ચારણ સમઢિયાળાના બુટલેગરની પાસા હેઠળ અટકાયત

    April 23, 2026

    Rajkot: નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો

    April 23, 2026

    ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

    April 23, 2026

    વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા બંધ, ધારાસભ્ય Bhagwan Barad ની આહિર સમાજને ચીમકી

    April 23, 2026

    હિંસા વચ્ચે, Bengalમાં બમ્પર મતદાન જોવા મળ્યું,West Bengal માં ૮૫ ટકા અને Tamil Nadu માં ૭૫ મતદાન

    April 23, 2026

    24 એપ્રિલનું પંચાંગ

    April 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jetpur: ચારણ સમઢિયાળાના બુટલેગરની પાસા હેઠળ અટકાયત

    April 23, 2026

    Rajkot: નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો

    April 23, 2026

    ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

    April 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.