Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    FIFA World Cup Final માં પહોંચતા જ ટ્રોલ્સ પર ભડક્યો મેસી

    July 16, 2026

    ઈંગ્લેન્ડની હાર બાદ Jude Bellingham આર્જેન્ટિનાના ખેલાડીને થપ્પડ મારી

    July 16, 2026

    FIFA World Cup 2026ની સેમિફાઇનલમાં આર્જેન્ટિનાના મેચના હીરો લિયોનેલ મેસીએ 2 ગોલમાં મદદ કરી

    July 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • FIFA World Cup Final માં પહોંચતા જ ટ્રોલ્સ પર ભડક્યો મેસી
    • ઈંગ્લેન્ડની હાર બાદ Jude Bellingham આર્જેન્ટિનાના ખેલાડીને થપ્પડ મારી
    • FIFA World Cup 2026ની સેમિફાઇનલમાં આર્જેન્ટિનાના મેચના હીરો લિયોનેલ મેસીએ 2 ગોલમાં મદદ કરી
    • Argentina નાની ફાઈનલમાં એન્ટ્રી, FIFA વર્લ્ડ કપ જીતવાનું ઈંગ્લેન્ડનું સપનું રોળાયું
    • ICC New Rules ICCએ બદલી નાખ્યા વનડે અને ટી20 વર્લ્ડ કપના ફોર્મેટ
    • ICC Rankings: ઇંગ્લેન્ડ સામે જીત સાથે જ શુભમન નંબર-1 તાજની બિલકુલ નજીક!
    • સેન્સર સર્ટિ. વગર જ Satluj નું સ્ક્રીનિંગ થતા સરકાર આકરા પગલાની તૈયારીમાં
    • Japan માં ધુરંધર સુપરફ્લોપ,પહેલા દિવસે ફક્ત 900 દર્શકો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»ICC New Rules ICCએ બદલી નાખ્યા વનડે અને ટી20 વર્લ્ડ કપના ફોર્મેટ
    ખેલ જગત

    ICC New Rules ICCએ બદલી નાખ્યા વનડે અને ટી20 વર્લ્ડ કપના ફોર્મેટ

    Vikram RavalBy Vikram RavalJuly 16, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.16

    ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC દ્વારા વનડે અને ટી20 વર્લ્ડ કપના ફોર્મેટમાં મોટા ફેરફારો મંજૂર કરવામાં આવ્યા છે. એડિનબર્ગમાં આયોજિત બેઠકમાં લેવાયેલા આ નિર્ણયોનો મુખ્ય હેતુ રમતને દર્શકો અને ખેલાડીઓ માટે વધુ રોમાંચક બનાવવાનો છે. ICCના જણાવ્યા અનુસાર ‘આ ફેરફારોનો ઉદ્દેશ્ય ટૂર્નામેન્ટની દરેક મેચને વધુ સ્પર્ધાત્મક, વધુ અર્થપૂર્ણ અને વધુ રોમાંચક બનાવવાનો છે’. આ નવા નિયમો લાગુ થવાથી શરૂઆતની મેચોથી લઈને ફાઈનલ સુધી દરેક મુકાબલાનું મહત્વ અને રોમાંચ ખૂબ વધી જશે.

    નવા ફોર્મેટ હેઠળ વનડે વર્લ્ડ કપમાં પહેલાની જેમ 14 ટીમો જ ભાગ લેશે પરંતુ હવે આખી રમત 3 અલગ-અલગ તબક્કામાં રમાશે.
    1… પ્રથમ તબક્કામાં ટૂર્નામેન્ટની શરૂઆતમાં આઈસીસી રેન્કિંગમાં 12, 13 અને 14મા ક્રમે રહેલી ટીમો વચ્ચે ‘સુપર સિરીઝ’ રમાશે અને આ ત્રણમાંથી ટોચ પર રહેનારી માત્ર 1 ટીમ જ આગળના રાઉન્ડમાં પ્રવેશ મેળવશે.
    2… બીજા તબક્કામાં 12 ટીમોને 6-6ના 2 ગ્રુપમાં વહેંચવામાં આવશે અને બંને ગ્રુપની ટોચની 3-3 ટીમો તેમજ અન્ય 1 સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમ મળીને કુલ 7 ટીમો આગળના રાઉન્ડમાં પહોંચશે.
    3… ટૂર્નામેન્ટના ત્રીજો તબક્કા સૌથી મોટો ફેરફાર કરાયો છે, જેમાં સુપર-7માં પહોંચેલી સાતેય ટીમો એકબીજા વિરુદ્ધ ‘રાઉન્ડ રોબિન મુકાબલો’ રમશે. આ રાઉન્ડમાં તમામ ટીમો એકબીજા સામે મેચ રમશે અને પોઈન્ટ ટેબલ પર ટોચનું સ્થાન મેળવનારી 4 ટીમો સેમીફાઈનલમાં પ્રવેશ કરશે. સેમીફાઈનલમાં પહેલા નંબરની ટીમ ચોથા નંબરની ટીમ સામે અને બીજા નંબરની ટીમ ત્રીજા નંબરની ટીમ સામે રમશે અને આ બંને મેચની વિજેતા ટીમો ફાઈનલમાં ટકરાશે.

    ટી20 વર્લ્ડ કપમાં પણ મોટો બદલાવ કરીને સુપર-8 ની જગ્યાએ હવે ‘સુપર-10’ લાવવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં 4-4 ટીમોના 5 ગ્રુપ બનાવવામાં આવશે અને દરેક ગ્રુપમાંથી ટોચની 2 ટીમો આગળના રાઉન્ડમાં જશે. બીજા તબક્કામાં આ 10 ટીમોને 5-5ના 2 ગ્રુપમાં વહેંચવામાં આવશે જેથી ઉભરતી અને નાની ટીમોને પણ રમવાની વધુ તકો મળી શકે.

    નવા નિયમ મુજબ સુપર-10ના બંને ગ્રુપની ટોચની 1-1 ટીમ સીધી સેમીફાઈનલમાં પહોંચી જશે. બાકીની બે સેમીફાઈનલ સીટ માટે રસપ્રદ લડાઈ થશે જેમાં એક ગ્રુપની બીજા નંબરની ટીમ બીજા ગ્રુપની ત્રીજા નંબરની ટીમ સાથે ‘એલિમિનેટર’ મેચ રમશે. આ બંને એલિમિનેટર મેચો જીતનારી ટીમો સેમીફાઈનલની બાકીની બે જગ્યાઓ મેળવશે.

    વર્ષ 2028ના વર્લ્ડ કપ માટે સ્કોટલેન્ડ સીધું યુરોપ રીજનલ ફાઈનલમાં પ્રવેશ મેળવશે. બાકીની ટીમો ગ્લોબલ ક્વોલિફાયર રમશે જેમાં આફ્રિકા, એશિયા અને યુરોપની ટીમો ભાગ લેશે. ગ્લોબલ ક્વોલિફાયરમાં સારું પ્રદર્શન કરનારી અને આઈસીસીના ન્યૂનતમ પ્રદર્શનના ધોરણો પૂરા કરનારી ટીમો જ વર્લ્ડ કપની ટિકિટ મેળવી શકશે.

    નાના અને એસોસિએટ દેશોને પ્રોત્સાહન આપવા માટે આઈસીસી 16 ટીમોની નવી ગ્લોબલ ટી20 ટૂર્નામેન્ટ શરૂ કરવા વિચારી રહી છે. આ ટૂર્નામેન્ટ વર્લ્ડ કપ પહેલા રમાશે જેથી નાના દેશોને મોટી મેચો રમવાનો સારો અનુભવ મળે. જોકે આ યોજનાને અંતિમ મંજૂરી નવેમ્બરમાં મળનારી નાણાકીય સમિતિની સમીક્ષા બાદ આપવામાં આવશે.

    ICC New Rules ODI and T20 World Cups
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    FIFA World Cup Final માં પહોંચતા જ ટ્રોલ્સ પર ભડક્યો મેસી

    July 16, 2026
    ખેલ જગત

    ઈંગ્લેન્ડની હાર બાદ Jude Bellingham આર્જેન્ટિનાના ખેલાડીને થપ્પડ મારી

    July 16, 2026
    ખેલ જગત

    FIFA World Cup 2026ની સેમિફાઇનલમાં આર્જેન્ટિનાના મેચના હીરો લિયોનેલ મેસીએ 2 ગોલમાં મદદ કરી

    July 16, 2026
    ખેલ જગત

    Argentina નાની ફાઈનલમાં એન્ટ્રી, FIFA વર્લ્ડ કપ જીતવાનું ઈંગ્લેન્ડનું સપનું રોળાયું

    July 16, 2026
    ખેલ જગત

    ICC Rankings: ઇંગ્લેન્ડ સામે જીત સાથે જ શુભમન નંબર-1 તાજની બિલકુલ નજીક!

    July 16, 2026
    ખેલ જગત

    Jos Buttlerએ ઇતિહાસ રચ્યો, ૨૦૦ વનડે મેચ રમનાર બીજો અંગ્રેજી બેટ્‌સમેન બન્યો

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    FIFA World Cup Final માં પહોંચતા જ ટ્રોલ્સ પર ભડક્યો મેસી

    July 16, 2026

    ઈંગ્લેન્ડની હાર બાદ Jude Bellingham આર્જેન્ટિનાના ખેલાડીને થપ્પડ મારી

    July 16, 2026

    FIFA World Cup 2026ની સેમિફાઇનલમાં આર્જેન્ટિનાના મેચના હીરો લિયોનેલ મેસીએ 2 ગોલમાં મદદ કરી

    July 16, 2026

    Argentina નાની ફાઈનલમાં એન્ટ્રી, FIFA વર્લ્ડ કપ જીતવાનું ઈંગ્લેન્ડનું સપનું રોળાયું

    July 16, 2026

    ICC Rankings: ઇંગ્લેન્ડ સામે જીત સાથે જ શુભમન નંબર-1 તાજની બિલકુલ નજીક!

    July 16, 2026

    સેન્સર સર્ટિ. વગર જ Satluj નું સ્ક્રીનિંગ થતા સરકાર આકરા પગલાની તૈયારીમાં

    July 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    FIFA World Cup Final માં પહોંચતા જ ટ્રોલ્સ પર ભડક્યો મેસી

    July 16, 2026

    ઈંગ્લેન્ડની હાર બાદ Jude Bellingham આર્જેન્ટિનાના ખેલાડીને થપ્પડ મારી

    July 16, 2026

    FIFA World Cup 2026ની સેમિફાઇનલમાં આર્જેન્ટિનાના મેચના હીરો લિયોનેલ મેસીએ 2 ગોલમાં મદદ કરી

    July 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.