Mumbai તા.20
વૈશ્વિક નકારાત્મક પરિબળોની વચ્ચે પણ શુક્રવારે સેન્સેક્સ-નિફ્ટીની શરૂઆત ગ્રીન ઝોનમાં થઈ હતી. એવામાં આઈપીઓ માર્કેટમાં આવતા અઠવાડિયે ઘણા આઈપીઓ આવવાનો ઉત્સાહ અને શુક્રવારે પણ બે લિસ્ટિંગ હોવાથી ઉત્સાહ હતો.
તેમ જ જ્યારે સ્ટોક માર્કેટમાં તેજી હોય તો આઈપીઓ લિસ્ટિંગ પણ સારા રહેવાની આશા હોય છે પરંતુ રોકાણકારો હતાશ થયા છે કારણ કે બંને કંપનીઓના લિસ્ટિંગ નબળા રહ્યા હતા.
મેઈનબોર્ડમાં ઓસવાલ પંપ્સનું લિસ્ટિંગ તેના ઈસ્યુ ભાવ શેરદીઠ રૂ.634 કરતા ફક્ત ત્રણ ટકા વધુ રૂ.634ના લેવલે થયુ હતું. આમ રોકાણકારોને એક લોટમાં માંડ રૂ.480નો નફો થયો હતો. કંપનીના ફંડામેન્ટલ્સ સારા હોવાથી આશા હતી કે લિસ્ટિંગ ગેઈન સારા પ્રમાણમાં થશે પરંતુ આ અંદાજ ખોટો પડ્યો હતો.
કંપની ભારતમાં સોલાર પંપ્સ, પ્રેશર પંપ્સ, સબમર્સિબલ પંપ્સ, મોનોબ્લોક પંપ્સ, પ્રેશર પંપ્સ, સિવેજ પંપ્સ, ઈલેક્ટ્રીક મોટર્સ, સબમર્સિબલ વાઈન્ડિંગ વાયર્સ એન્ડ કેબલ્સ અને ઈલેક્ટ્રીક પેનલ્સનું વેચાણ કરે છે. આ સિવાય કંપની 17 જેટલા દેશોમાં પોતાના પ્રોડકટ્સની નિકાસ કરે છે જેમાં એશિયા-પેસિફિક, મિડલ ઈસ્ટ અને ઉત્તર આફ્રિકાના દેશો છે.
કંપનીને આઈપીઓથઈ જૈ પૈસા મળ્યા છે તેમાંથી રૂ.89.86 કરોડનો ઉપયોગ મૂડી ખર્ચ માટે, રૂ.272.76 કરોડનો ઉપયોગ પોતાની સબસિડિયરી- ઓસવાલ સોલારમાં રોકાણ કરવા માટે કરશે.
જેથી આ કંપની હરિયાણામાં એક નવો પ્લાન્ટ સ્થાપી શકે. તેમ જ રૂ.280 કરોડનો ઉપયોગ અમૂક લોન્સની ચૂકવણી કરવા અને રૂ.31 કરોડનો ઉપયોગ સબસિડિયરીનું જે દેવુ છે.