રાષ્ટ્રસેવા,સમાજ સેવા અને ગૌ સેવા માટે સમર્પિત રહેલા શ્રી નંદકિશોર ગોયનકાજી બુધવારે પંચતત્વમાં વિલિન થયા
New Delhi, તા.૧૬
સમાજસેવા, ગૌસેવામાં સમર્પિત, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નિષ્ઠાવાન સ્વયંસેવક અને એસ્સેલ ગ્રુપના ચેરમેન ડૉ. સુભાષ ચંદ્રાના પિતાજી નંદકિશોર ગોયનકાજી પંચતત્વમાં વિલિન થઈ ગયા. હિસારના અગ્રોહા ધામના ગોયનકા ઉદ્યાનમાં હજારો લોકોની હાજરીમાં તેમના અંતિમ સંસ્કાર થયા.
અંતિમ સંસ્કારમાં કેન્દ્રીય મંત્રી, હરિયાણાના મંત્રી, અને અનેક સાંસદો વિધાયકો પહોંચ્યા. પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધન, હરિયાણાના કેબિનેટ મંત્રી રણબીર ગંગવા, રાજ્યસભા સાંસદ સુભાષ બરાલા, હાંસીના વિધાયક વિનોદ ભ્યાના, હરિયાણાના પૂર્વ મંત્રી કમલ ગુપ્તા, આદમપુરના વિધાયક ચંદ્ર પ્રકાશ અને રાજસ્થાનના નૌહરથી વિધાયક અમિત ચાચાણ હાજર રહ્યા. આ ઉપરાંત હરિયાણા અને દેશના અન્ય ભાગો તથા વર્ગોમાંથી પણ હજારો લોકોએ શ્રી નંદકિશોર ગોયનકાજીને અંતિમ વિદાય આપી. કેન્દ્રીયમંત્રી મનોહરલાલે કહ્યું કે તેમના વિચાર હંમેશા પ્રાસંગિક રહેશે.
અંતિમ સંસ્કાર દરમિયાન સ્વ. નંદ કિશોર ગોયનકાજીની યાદોને ચિરંજીવ બનાવી રાખવા માટે એક મોટી જાહેરાત કરવામાં આવી. એસ્સેલ ગ્રુપના ચેરમેન ડૉ. સુભાષ ચંદ્રાએ સ્વ. નંદ કિશોર ગોયનકાજીની સ્મૃતિમાં હિસારમાં એક યુનિવર્સિટીની સ્થાપના કરવાની જાહેરાત કરી.
કોઈ સમાજસેવીની સ્મૃતિમાં યુનિવર્સિટીની સ્થાપના કરવાનો અર્થ એ છે કે તેમના જીવન, વિચારો અને મૂલ્યોને જીવંત રાખવા. જ્ઞાનનું એવું કેન્દ્ર ઊભું કરવું, જે શિક્ષણ અને સમાજકલ્યાણ દ્વારા તેમના સપનાઓને આગળ વધારવાનું કાર્ય કરે. શ્રી નંદકિશોર ગોયનકાજીને યાદ કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એસ્સેલ ગ્રુપના ચેરમેન ડૉ. સુભાષ ચંદ્રાને શોક-સંવેદનાનો પત્ર લખ્યો અને તેમની સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરી.
પ્રધાનમંત્રીએ પોતાના સંદેશમાં લખ્યું કે…શ્રી નંદકિશોર ગોયનકાજીના નિધનના સમાચાર જાણીને ખૂબ જ દુઃખ થયું. આ દુઃખની ઘડીમાં મારી સંવેદનાઓ આપની અને સમગ્ર પરિવાર સાથે છે. પ્રધાનમંત્રીએ વધુમાં લખ્યું કે, મારું સૌભાગ્ય રહ્યું છે કે મને તેમની સાથે અનેકવાર મળવાનો અવસર મળ્યો. તેમનો આત્મીય અને સ્નેહભર્યો વ્યવહાર હંમેશા મારી સ્મૃતિમાં જીવંત રહેશે. તેમનું નિધન સમાજ માટે એક અપૂરણીય ક્ષતિ છે.
ઇજીજી એ પણ પોતાના સમર્પિત સ્વયંસેવકને શ્રદ્ધાંજલિ આપી. સરસંઘચાલક મોહન ભાગવત અને સરકાર્યવાહક દત્તાત્રેય હોસબાલેએ શ્રી નંદકિશોર ગોયનકાજીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. આ સાથે જ રાષ્ટ્ર અને સમાજ માટે તેમનું યોગદાન પણ યાદ કર્યું. સંઘે વધુમાં લખ્યું કે પ્રસિદ્ધ સમાજસેવક શ્રી નંદકિશોર ગોયનકાજીના નિધન પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દુઃખ વ્યક્ત કરે છે. તેઓ આજીવન ગૌસેવા સહિત વિવિધ સમાજિક કાર્યોમાં સક્રિય રહ્યા. ઈશ્વરને પ્રાર્થના છે કે તેમના આત્માને સદગતિ અને સમસ્ત ગોયનકા પરિવાર તથા તમામ સ્નેહીઓ મિત્રોને આ દુઃખની ઘડીમાં બળ પ્રદાન કરે.
આ એ સંસ્થાની શ્રદ્ધાંજલિ છે, જેની સાથે સ્વ. નંદકિશોર ગોયનકાજી એક સ્વયંસેવક તરીકે જોડાયેલા રહ્યા હતા. ગોયનકાજીના જીવનમાં ગૌમાતા પ્રત્યે જે અતૂટ લગાવ અને શ્રદ્ધા હતી, તેને પ્રાથમિકતા આપીને સંઘે એવો સંદેશ આપ્યો કે તેઓ જીવનની અંતિમ ક્ષણ સુધી પોતાના સનાતન સંસ્કાર અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે અડગપણે જોડાયેલા રહ્યા.
યોગગુરુ બાબા રામદેવ પણ શ્રી નંદકિશોર ગોયંકાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે હિસાર પહોંચ્યા હતા. અંતિમ દર્શન કર્યા બાદ તેમણે શોકગ્રસ્ત પરિવારને સાંત્વના આપી અને તેમના દુઃખમાં સહભાગી બન્યા.

