Leeds,તા.23
ઈંગ્લેન્ડના ઓપનર બેન ડકેટનું માનવું છે કે, જસપ્રિત બુમરાહ દુનિયાનો બેસ્ટ બોલર છે અને જ્યારે શરૂઆત હોય ચાલું હોય ત્યારે તે બંને તરફથી બોલને સ્વિંગ કરાવે છે ત્યારે તેનો સામનો કરવો અત્યંત મુશ્કેલ બની જાય છે.
ડકેટે બીજા દિવસની રમતના અંતે કહ્યું ‘તે વિશ્વનો બેસ્ટ બોલર છે.’ તેમનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ છે, જ્યારે તેઓ કોઈપણ સ્વિંગ સાથે આવે છે ત્યારે તેને રમવું મુશ્કેલ હોય છે.
“કોઈ પણ સંકેત વિના ત્રણ કે ચાર જુદા જુદા બોલ ફેંકવાની તેની ક્ષમતા અદભુત છે. જ્યાં સુધી બોલ તેના હાથમાંથી નીકળી ન જાય ત્યાં સુધી ખબર નથી હોતી કે તે બાઉન્સર હશે, ધીમો બોલ હશે , યોર્કર, સ્વિંગર કે ઇનસ્વિંગર હશે. તેના બોલને સમજવો ખૂબ મુશ્કેલ હોય છે.
પોપની ઘણી પ્રશંસા
ડકેટે પોપની સદી વિશે જણાવ્યું હતું કે, ‘તે શાંતિથી રમતો હતો. મને ખબર નથી કે તેનાં મગજમાં શું હતું પરંતુ તે તેની રમવાની રીતને વળગી રહ્યો અને સદી ફટકારી. તેને જે રીતે સદીની ઉજવણી કરી તે જોઈને, મને ઘણો જ આનંદ થયો ગત મહિને ઝિમ્બાબ્વે સામેની એકમાત્ર ટેસ્ટમાં 171 રન ફટકારવા છતાં પોપને ટીમમાં સ્થાન મળે તેવી અટકળો ચાલી રહી હતી.