Britain તા.18
બ્રિટનમાં શુક્રવારે સતાધારી દળ લેબર પાર્ટીએ એન્ડી બર્નહમને પોતાના નવા નેતા પસંદ કરી લીધા છે. આ સાથે જ તેમનો વડાપ્રધાન બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે, તેઓ આગામી સપ્તાહે પીએમ પદના શપથ લેશે.
મેક ફિલ્ડના સાંસદ એન્ડી બર્નહમની નિયુક્તિ શુક્રવારે લેબર પાર્ટીના વિશેષ સંમેલનમાં ઔપચારિક રીતે કરવામાં આવી. પાર્ટીમાં આ પદ માટે એન્ડી બર્નહમ એકમાત્ર ઉમેદવાર હતા.
લેબર પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી સમીતીની પ્રમુખ અને ગૃહમંત્રી શબાના મહમૂદે તેમના નામની જાહેરાત કરી. બીજી બાજુ વર્તમાન વડાપ્રધાન કીટ સ્ટારમર કિંગ ચાર્લ્સ તૃતીયને સોમવારે રાજીનામુ સોંપશે અને કિંગ, બર્નહમને પદ માટે આમંત્રીત કરશે.
જયારે બર્નહમે કહ્યું હતું- હું પાર્ટીનું નેતૃત્વ કરવા અને સ્ટારમર દ્વારા રાખવામાં આવેલુ મજબૂત પાયા પર આગળ વધવા તૈયાર છું. બર્નહમ પહેલીવાર 2001માં સાંસદ બન્યા હતા અને વડાપ્રધાન ગોર્ડન બ્રાઉનની કેબીનેટમાં મુખ્ય પદો પર રહ્યા છે.

