Washington,તા.18
ઈરાનમાં સાતમા દિવસે પણ અમેરિકાના હુમલા ચાલુ છે. અમેરિકી સેનાએ કાર્યવાહી દરમિયાન ઈરાનમાં પુલો અને પાણીના પ્લાન્ટ પર બોમ્બમારો કર્યો છે. અમેરિકી સેનાની કાર્યવાહી હોર્મુઝમાં મડાગાંઠને લઈને ટ્રમ્પની ધમકી બાદ થઈ રહી છે.
કુવૈતે બીજીવાર ઈરાની મિસાઈલ-ડ્રોનનો જવાબ આપ્યોઃ કુવૈતી સેનાએ કહ્યું છે કે તે ઈરાની મિસાઈલ અને હુમલાનો જવાબ આપી રહ્યું છે. સેનાએ નાગરિકોને અધિકારીઓ દ્વારા જાહેર સુરક્ષા નિર્દેશોનું સખ્તાઈથી પાલન કરવાની અપીલ કરી છે.
છેલ્લા કેટલાક કલાકોમાં આ બીજી વાર છે, જયારે કુવૈતી સેનાએ પોતાના ક્ષેત્ર તરફ આવતા શત્રુતા પુર્ણ લક્ષ્યોને નિશાન બનાવ્યા છે. આદિવાસીઓએ જણાવ્યું છે. સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
અમેરિકાએ જાસ્ક અને બંદર અબ્બાસ પાસે હુમલા કર્યાઃ ઈરાનની અર્ધ સરકારી તસ્નીમ સમાચાર એજન્સી મુજબ શનિવારે વહેલી સવારે અમેરિકાએ જાસ્કની આસપાસના વિસ્તારોમાં સૈન્ય હુમલા કર્યા હતા.
હાલ આ હુમલાથી જાનહાની કે નુકશાનની અધિકૃત જાણકારી નથી, જયારે બંદર અબ્બાસ-રુદાન માર્ગ પર અમેરિકી હુમલામાં બે મહત્વપૂર્ણ પુલોને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ હુમલામાં અનેક ઈરાની નાગરિકોના મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે.
બહેરીનમાં ત્રીજીવાર ગુંજી એર રેડ સાયરનઃ બહેરીનમાં કેટલાક કલાકોમાં ત્રીજી વાર એર રેડ સાયરન વગાડવામાં આવી. અધિકારીઓએ નાગરિકોને તરત સુરક્ષિત સ્થાનમાં શરણ લેવાની અપીલ કરી છે.
ખોર્રમાબાદમાં ધમાકાની ખબરઃ ઈરાની મીડીયાએ લુરેસ્તાન પ્રાંતના શહેર ખોર્રમાબાદમાં અનેક ધમાકાની સૂચના આપી છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે આ ધમાકા કુવૈતની દિશામાંથી છોડવામાં આવેલી અમેરિકી મિસાઈલોથી થયા છે, જો કે આ મામલામાં નુકસાન કે જાનહાનીના ખબર નથી.
જોર્ડને 10 ઈરાની મિસાઈલો તોડી પાડીઃ જોર્ડનની સેનાએ કહ્યું છે કે આજે વહેલી સવારે તેના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશેલી 10 ઈરાની મિસાઈલોને વાયુ સુરક્ષા સિસ્ટમે સફળતાથી ઈન્ટરસેપ્ટ કરી નષ્ટ કરી દીધી છે. સેના અનુસાર આ કાર્યવાહી દેશના સંપ્રભુતાની રક્ષા અને નાગરિકોની સુરક્ષા નિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે. આ ઘટનામાં કોઈ જાનહાની કે નુકસાનના ખબર નથી.
હોર્મુઝમાં જહાજોની અવર-જવરમાં મોટો ઘટાડોઃ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી વધેલા સૈન્ય તનાવની અસર દુનિયાના સૌથી મહત્વના સમુદ્રી વ્યાપાર માર્ગોમાના એક હોર્મુઝ જળડમરુ મધ્ય પર પણ જોવા મળી રહી છે.
જહાજોને ટ્રેકીંગ કરનારી વેબસાઈટ મરીન ટ્રાફિકના અનુસાર ગુરુવારે હોર્મુઝ સ્ટ્રેટની દેખરેખ વાળા ભાગથી માત્ર આઠ જહાજો પસાર થયાને પુષ્ટિ મળી છે, જયારે એક દિવસ પહેલા આ સંખ્યા 15 હતી. તે ગત ત્રણ સપ્તાહનું સૌથી નીચલું સ્તર છે.
મરીન ટ્રાફીકે જણાવ્યું હતું કે આઠમાંથી સાત જહાજોએ ઈરાનવાળા સમુદ્રીમાર્ગનો ઉપયોગ કર્યો જયારે ઓમનવાળા માર્ગથી કોઈ જહાજ પસાર ન થયું. આ સિવાય તથાકથિત `શેડો ફલીટ’ની પણ કોઈ ગતિવિધિ નથી નોંધાઈ. અમેરિકાના સતત હુમલાને પગલે બીજી બાજુ ઈરાને પણ હવે આર-પારની લડાઈની ચેતવણી આપી છે.

