Surendranagar,તા,25
બગોદરા શહેરમાં આવેલી પીએમ પ્રાથમિક શાળાની બહાર ફેલાયેલા કાદવ-કિચ્ચડને કારણે ૧૦૦થી વધારે બાળકો સ્કૂલના પ્રવેશદ્વારથી રોડ સુધી કાદવ ખુંદીને જવા મજબુર બન્યા છે. શાળાની આસપાસ ફેલાયેલી રહેતી ગંદકી અને કાદવ કિચ્ચડને કારણે બિમારી ફેલાવાની પણ ભીતિ રહે છે. જેને લઇ આ રોડની તાત્કાલિક ધોરણે મરામત કરી પાણીનો નિકાલ કરવામાં આવે તે જરૃરી બન્યું છે.બગોદરા ચોમાસાની શરૃઆત થઈ ગઈ છે અને વિવિધ વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યો છે. ત્યારે બગોદરા શહેરમાં આવેલી પીએમ પ્રાથમિક શાળાની અંદર કમ્પાઉન્ડમાં પણ વરસાદના પાણી ભરાઈ જાય છે સાથોસાથ પ્રાથમિક શાળાના ગેટ આગળ પાણી ભરાઈ જતા અને ગંદકી કિચડ થઈ જતા શાળાએ આવતા વિદ્યાર્થીઓ આંગણવાડી આવતા નાના ભૂલકાઓ વાલીઓ અને શાળાના સ્ટાફ ને આવવા જવામાં હાલાકી પડી રહે છે. આંગણવાડી આવતા નાના ભૂલકા કિચડમાં પડી જાય તો હાથ પગમાં ફેક્ચર થવાની પણ શક્યતા રહે છે. નાના બાળકોને શાળા સુધી મુકવા અને લેવા માટે ફરજિયાત તેમની માતાઓએ જવું પડે તેવી સ્થિતિથી કંટાળી ઘણા વાલીઓએ બાળકોને શાળા મોકલવાનું બંધ કરાવ્યું છે. આ ઉપરાંત પીએમ પ્રાથમિક શાળામાં છેલ્લા એક સપ્તાહથી લાઈટ પણ બંધ છે જેના કારણે શાળાના સ્ટાફને વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડે છે. ત્યારે તંત્ર દ્વારા શાળાના ગેટ આગળ ગંદકી અને કિચડ દૂર કરે તેવી વાલીઓમાં માંગ ઉઠી છે.
બાળકોને શિક્ષણનો અધિકાર અપાનારા સરકાર સૌ ભણે સૌ આગળ વધેના સૂત્ર સાથે પ્રાથમિક શાળાઓની ભૌતિક સુવિધાઓમાં વધારો કરી રહી છે. બીજી તરફ છેવાડાના ગામોમાં આજે પણ બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે કાદવ-કીચડમાંથી ખુલ્લા પગે ચાલીને શાળાએ જવા મજબૂર બન્યા છે.