Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabadના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર આવેલ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગમાં ૮ મજૂરો હોમાયા

    July 18, 2026

    Bhavnagar મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પિતરાઈ ભાઈ પાસેથી વસૂલાત કરી

    July 18, 2026

    ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂઃ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, Ahmedabad સહિત ૧૭ જિલ્લામાં યલો એલર્ટ

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabadના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર આવેલ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગમાં ૮ મજૂરો હોમાયા
    • Bhavnagar મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પિતરાઈ ભાઈ પાસેથી વસૂલાત કરી
    • ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂઃ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, Ahmedabad સહિત ૧૭ જિલ્લામાં યલો એલર્ટ
    • Suratના લિંબાયત વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાના આરોપમાં એકની ધરપકડ
    • Jamnagarમાં ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ
    • Ahmedabad ગુજરાત હાઈકોર્ટે ૩૪ અઠવાડિયાના ગર્ભવાળી દુષ્કર્મ પીડિત સગીરાની ગર્ભપાત અરજી નામંજૂર કરી
    • Rajkotમાં ભેળસેળિયા સામે કાર્યવાહીઃ ૫.૫ ટન અખાદ્ય ખોરાકનો નાશ, ૨૮ એકમ સીલ અને ૭ લાખનો દંડ
    • Bharuchના બોરભાઠા ગામ પાસે કચરાના ઢગલામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabadના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર આવેલ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગમાં ૮ મજૂરો હોમાયા
    અમદાવાદ

    Ahmedabadના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર આવેલ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગમાં ૮ મજૂરો હોમાયા

    Vikram RavalBy Vikram RavalJuly 18, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૮

    Ahmedabadના વસ્ત્રાલમાં રામોલ-ગતરાડ રોડ પર આવેલ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનામાં ૮ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે ૧૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ફેક્ટરીનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હોવા છતાં, તે હજુ પણ મેહુલ ડોડિયા નામના વ્યક્તિના સંચાલન હેઠળ કાર્યરત હતું. ઘટનાના સમાચાર મળતાં, પાંચથી વધુ ફાયર બ્રિગેડની ટીમો મહેમૂદપુરા ટેલેન્ટ ફટાકડા ફેક્ટરીમાં સ્થળ પર દોડી ગઈ હતી. રામોલ પોલીસ સ્ટેશનમાં હત્યા ન ગણાતા સદોષ હત્યાનો કેસ નોંધવામાં આવશે. ગંભીર રીતે દાઝી ગયેલી બે છોકરીઓને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી; બંનેની હાલત ગંભીર છે.

    સૂત્રોના જણાવ્યા મુજબ, આગ લાગી ત્યારે ફેક્ટરીમાં ૮થી ૧૦ લોકો હાજર હતા, જેમાંથી ૫થી ૭ લોકો ઘાયલ થતાં ચકચાર મચી ગઈ છે. હાલ ફાયર બ્રિગેડની ૫થી વધુ ગાડીઓએ મોરચો સંભાળી લીધો છે. રહેણાંક અને સંવેદનશીલ ઝોનની નજીક આવેલી આવી ફેક્ટરીઓમાં સુરક્ષાના સાધનો હતા કે નહીં તે અંગે પણ આગામી સમયમાં તપાસ થઈ શકે છે. જવાનોએ ભારે જહેમત બાદ ફેક્ટરીમાં ફસાયેલા અને ગંભીર રીતે દાઝેલા ૫થી ૭ લોકોને હેમખેમ બહાર કાઢી લીધા હતા. જવાનોની આ તત્પરતાને કારણે એક મોટી જાનહાનિ ટળી ગઈ છે. હાલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે વસ્ત્રાલ ઇછહ્લ (રેપિડ એક્શન ફોર્સ) કેમ્પ પણ ધ્રૂજી ઊઠ્યો હતો. કેમ્પની બિલકુલ પાછળના ભાગે જ આ ફેક્ટરી આવેલી હોવાથી, બ્લાસ્ટનો અવાજ સાંભળતા જ ઇછહ્લના જવાનો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ઘટનાસ્થળે દોડી ગયા હતા.

    ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ અને ન્ય્ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ અમદાવાદ મહાનગરપાલિકાના મેયર, મનપા કમિશનર સહિત છસ્ઝ્ર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. હાલ તો ફેક્ટરી માલિક સામે કડક કાર્યવાહી કરી છે. પોલીસે માલિક સામે માનવવધનો ગુનો નોંઘ્યો છે.

    આજે એક ગંભીર ઘટના બાદ કુલ ૬ દર્દીઓને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ ઘટનામાં એક મહિલાને મૃત હાલતમાં લાવવામાં આવી હતી. બાકીના ૫ જીવિત દર્દીઓ (૪ પુરુષ અને ૧ મહિલા)ની સારવાર હેઠળ છે. જેમાં ૨ લોકોની સ્થિત ગંભીર છે, જ્યારે ૧ની સ્થિતિ મધ્યમ અને ૨ લોકોની સ્થિર છે.

    સેક્ટર ૨ જેસીપી જયપાલસિંહ રાઠોડના જણાવ્યા અનુસાર, રામોલ-ગતરાડ રોડ ઉપર આવેલા ઇછહ્લ કેમ્પની પાછળ ખુલ્લા ખેતરમાં શેડ જેવું બનાવી મેહુલ ડોડીયા નામનો વ્યક્તિ ફટાકડાની ફેક્ટરી ચલાવતો હતો. આ વ્યક્તિનું ફટાકડાની ફેક્ટરીનું લાયસન્સ પહેલાથી જ રદ કરી દેવામાં આવેલું હતું, તેમ છતાં તેણે ફટાકડાની ફેક્ટરી ચાલુ રાખી હતી. ૮ જેટલા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા સૌપ્રથમ આરએએફની ટીમ અને સ્થાનિક પોલીસ તેમજ ફાયરબ્રિગેડની ટીમો સ્થળ ઉપર પહોંચી હતી. રામોલ પોલીસ દ્વારા સમગ્ર મામલે એક્સપ્લોઝિવ એક્ટ અને અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે.

    ફેક્ટરીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હોવા છતાં આટલા સમય સુધી અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં કેમ ન લેવાયા, તે તંત્રની ઘોર બેદરકારી અને નબળા વહીવટ સામે ગંભીર સવાલો ઊભા કરે છે. લાયસન્સ રદ થયા પછી પણ આવી જોખમી ફેક્ટરી ધમધમતી રહી અને તંત્ર ઊંઘતું રહ્યું, જે દર્શાવે છે કે નિયમોનું પાલન કરાવવામાં ક્યાંક મોટી કચાસ રહી ગઈ છે. શું સ્થાનિક વહીવટીતંત્ર કે જવાબદાર વિભાગો દ્વારા કોઈ આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું ન હતું? ગેરકાયદેસર રીતે ચાલતી ફેક્ટરીઓ સામે સમયસર કડક પગલાં કેમ ન લેવાયા? ૮ નિર્દોષ લોકોના મોતના જવાબદાર કોણ?

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂઃ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, Ahmedabad સહિત ૧૭ જિલ્લામાં યલો એલર્ટ

    July 18, 2026
    અમદાવાદ

    Ahmedabad ગુજરાત હાઈકોર્ટે ૩૪ અઠવાડિયાના ગર્ભવાળી દુષ્કર્મ પીડિત સગીરાની ગર્ભપાત અરજી નામંજૂર કરી

    July 18, 2026
    અમદાવાદ

    CM ભુપેન્દ્ર પટેલની સાહજીકતા; Ambli ના બાળકો – ગ્રામ્યજનોને મળ્યા

    July 18, 2026
    અમદાવાદ

    Ahmedabad: ‘નાદ–Sound of Your Soul’ સમકાલીન કલા પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન

    July 17, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો મોટો પર્દાફાશઃ ૭૫થી વધુ એકાઉન્ટ, હવાલા-સાયબર ફ્રોડ એંગલથી પોલીસની તપાસ તેજ

    July 17, 2026
    અમદાવાદ

    Ahmedabad: રથયાત્રામાં ૧૦૮ ઈમરજન્સી સેવાની ત્વરિત કામગીરી, ૫૩ મેડિકલ કેસ નોંધાયા

    July 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bhavnagar મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પિતરાઈ ભાઈ પાસેથી વસૂલાત કરી

    July 18, 2026

    ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂઃ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, Ahmedabad સહિત ૧૭ જિલ્લામાં યલો એલર્ટ

    July 18, 2026

    Suratના લિંબાયત વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાના આરોપમાં એકની ધરપકડ

    July 18, 2026

    Jamnagarમાં ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ

    July 18, 2026

    Ahmedabad ગુજરાત હાઈકોર્ટે ૩૪ અઠવાડિયાના ગર્ભવાળી દુષ્કર્મ પીડિત સગીરાની ગર્ભપાત અરજી નામંજૂર કરી

    July 18, 2026

    Rajkotમાં ભેળસેળિયા સામે કાર્યવાહીઃ ૫.૫ ટન અખાદ્ય ખોરાકનો નાશ, ૨૮ એકમ સીલ અને ૭ લાખનો દંડ

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagar મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પિતરાઈ ભાઈ પાસેથી વસૂલાત કરી

    July 18, 2026

    ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂઃ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, Ahmedabad સહિત ૧૭ જિલ્લામાં યલો એલર્ટ

    July 18, 2026

    Suratના લિંબાયત વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાના આરોપમાં એકની ધરપકડ

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.