New Delhi,તા.26
દેશભરનાં રાજયોને કવર કરવા આગળ ધપી રહેલા નૈઋત્ય ચોમાસાએ પર્વતીય ભાગોમાં કહેર વરસાવ્યો છે હિમાચલ પ્રદેશ, કાશ્મીર તથા ઉતરાખંડમાં તાંડવ સજર્યુ હતુ. હિમાચલમાં જ પાંચ સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાથી ભારે તબાહી સર્જાઈ હતી.
વાહનો, પાવર પ્રોજેકટ, માનવી-પશુ તણાઈ ગયા હતા. બે લોકોના મોત નિપજયા હતા. અને 11 લાપતા છે. બીજી તરફ 2000 થી વધુ પ્રવાસીઓ ફસાઈ જતાં સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
હિમાચલ પ્રદેશનાં કુલ્લુ તથા ધર્મશાલામાં પાંચ સ્થળોએ વાદળ ફાટતા ઠેકઠેકાણે પૂર સ્થિતિ સર્જાઈ હતી. સંખ્યાબંધ વાહનો તણાયા હતા. એક પાવર પ્લાન્ટ પણ તણાઈ ગયો હતો. 10 પુલ ઘસી પડયા હતા. ઉતરાખંડમાં કેદારનાથ પર ભુસ્ખલનનો કાટમાળ પડયો હતો. ભારે ભુસ્ખલન હતું. જમ્મુમાં પણ ભુસ્ખલનથી વૈષ્ણોદેવી માર્ગ 10 કલાક બંધ રહ્યો હતો.
હિમાચલમાં પાંચ સ્થળોએ વાદળો ફાટવાને પગલે ભારે તારાજી થઈ હતી. કુલ્લુ જીલ્લામાં સૈંજ કે જીવાનાલા, શિલાગઢ, સ્નો ગેલેરી તથા હોરનગઢમાં તથા ધર્મશાળામાં ખનિયારામાં વાદળ ફાટવાની ઘટદા બની હતી. આ સ્થળે નિર્માણધીન પાવર પ્લાન્ટનાં 10 થી વધુ મજુરો તણાઈ ગયા હતા.
તેમાંથી બેનાં મૃતદેહ મળ્યા હતા. અન્ય આઠ લાપતા છે. અન્ય સ્થળે પણ ત્રણ લોકો ગણાયા હતા. 11 લાપતા લોકોની શોધખોળ માટે રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
સૈંજ ઘાટી ક્ષેત્રમાં ભારે વરસાદ પુર સ્થિતિમાં 150 વાહનો સાથે 2000 થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા. સિઉન્ડ માર્ગ ઘસી પડયો હોવાથી બહાર આવવાનો કોઈ વૈકલ્પિક માર્ગ નથી લાહોલમાં પણ 25 પ્રવાસીઓ ફસાયા હતા. તમામનાં રેસ્કયુ માટે ઓપરેશન હાથ ધરાયુ હતું.
રાજયનાં કુલ્લુ, મંડી તથા કાંગડા ક્ષેત્રમાં અનરાધાર વરસાદથી જીવન વ્યવહાર સંપૂર્ણ ઠપ્પ થયો હતો, 171 માર્ગો બંધ થયા હતા. 550 વિજ ટ્રાન્સફોર્મર પણ ક્ષતિગ્રસ્ત થતા અંધારપટ હતો.વિમાની સેવા પ્રભાવીત થઈ હતી.
ઉતરાખંડમાં પણ ભારે વરસાદને કારણે દિલ્હી, ગઢવાલ, પૌડી ગઢવાલા, દહેરાદુન, નૈનિતાલ, ચંપાવત, ચમૌલી, બાગેશ્ર્વર તથા પિથોરગઢમાં પુરની ચેતવણી આપવામાં આવી છે.
જમ્મુ તથા કાશ્મીરમાં પણ ભારે વરસાદથી વ્યાપક તારાજી સર્જાઈ હતી. વૈષ્ણોદેવી માર્ગ 10 કલાક માટે બંધ કરાયો હતો.હવામાન વિભાગ
દ્વારા વધુ વરસાદનું અનુમાન દર્શાવાયું છે. જેને પગલે હિમાચલમાં નાગરીકો તથા પ્રવાસીઓ માટે એલર્ટ જારી કરીને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.