New Delhi, તા.4
દેશની સતત નાણાંકીય મુશ્કેલીઓમાં ઝઝુમી રહેલી ટેલીકોમ કંપની વોડાફોન માટે અચ્છે દિન આવી રહ્યા હોય તેવા સંકેત છે. એક તરફ અમેરિકાની એક ઈન્વેસ્ટમેન્ટ કંપનીએ વોડાફોનમાં મોટુ રોકાણ કરીને મેનેજમેન્ટ કંટ્રોલ સંભાળી લેવાની ઓફર કરી છે. બીજી તરફ આવકવેરા ખાતાએ વોડાફોન સામે રૂા.8500 કરોડનો એક ટ્રાન્સફર પ્રાઈઝીંગ કેસ જે દાખલ કર્યો હતો જે પડતો મુકયો છે.
અમદાવાદ સ્થિત વોડાફોનના કોલ સેન્ટર બિઝનેસ કે જે અગાઉ કોરિયન કંપની હતીસન ચલાવતી હતી તે બાદમાં વોડાફોન ઈન્ટરનેશનલ હોલ્ડીંગ દ્વારા સંભાળી લેવાયો હતો અને તેમાં વોડાફોન સામે રૂા.8500 કરોડની ટેકસ ડિમાન્ડ કરવામાં આવી હતી.
2015માં આ અંગે વોડાફોનની તરફેણમાં ચુકાદો આવ્યો હતો પણ આવકવેરા ખાતુ તેની સામે હાઈકોર્ટમાં ગયું હતું પરંતુ 2017થી આજદીન સુધી તેમાં કોઈ સુનાવણી થઈ નથી અને અંતે હવે આવકવેરા ખાતાએ આ કેસ પડતો મુકયો છે જેથી વોડાફોનને મોટી રાહત થશે તેવા સંકેત છે. બીજી તરફ સુપ્રીમકોર્ટે પણ વોડાફોન સંબંધી કેસમાં ગઈકાલે એક સુધારો કરીને સરકારને વોડાફોનની તમામ જે બાકી રકમ છે તે અંગે રાહત આપવાની છુટ આપી છે.
અગાઉ સર્વોચ્ચ અદાલતના આદેશમાં કુલ 9450 કરોડના લેણા સંબંધીત સરકાર નિર્ણય લઈ શકશે તેવું સુપ્રીમકોર્ટે જણાવ્યું હતું પરંતુ બાદમાં વોડાફોનની અરજી પરથી સરકારે હવે વોડાફોનના 49 ટકા શેર જે તેની પાસે છે તે ઉપરાંત અન્ય ડયુ સંબંધી પણ સરકાર નિર્ણય લઈ શકશે. આમ આ ટેલીકોમ કંપનીને આગામી દિવસોમાં મોટી રાહતના સંકેત છે અને તેથી તે ફરી એક વખત સદ્ધર થઈ જાય તેવી શકયતા નકારાતી નથી.

