Junagadh,તા.26
જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ઝૂઝારપુર ગામે સાઇક્લોન સેલટરમા થયેલી ચોરીનો ચોરવાડ પોલીસે ભેદ ઉકેલાયો, બેલડીની ધરપકડ kri વાહન મોબાઈલ અને મળી ₹3. 26 લાખનું મુદ્દામાલ કબજે કર્યો છે ચોરીમાં સંડોવાયેલા પાંચ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ માળીયા હાટીના તાલુકાના ઝૂઝારપુર ગામે સાઇક્લોન સેલટરમાથી રૂપિયા 1.58 લાખની કિંમતના 25 પંખા કટર મશીન સોલાર પેનલ બેટરી ની ચોરી કરી ગયા અંગેની દેવીબેન રમેશભાઈ કોળીએ ચોરવાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ગુના નો ભેદ ઉકેલવા પી આઇ એસ આઇ અને પી.એસ.આઇ.ડી.એચ વાળા સહિતના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે તપાસ કરતા જેમાં જુનાગઢ તાલુકાના સરગવાળા ગામનો વિજય જયંતિ સોલંકી અને વંથલી તાલુકાના નરેડી ગામનો લીલાધર ભોવાન સોલંકી નામના શખ્સોની સંડોવણી ખૂલતા બંને શખ્સની અટકાયત કરી તેના કબ્જામાંથી 18 બેટરી 10 પંખા બે મોબાઈલ અને વાહન મળી ₹3.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે ઝડપાયેલા શખ્સોની પૂછપરછમાં તેની સાથે કેશોદ નો નિલેશ સોલંકી, કરણ સોલંકી, રોહિત સોલંકી, મયુર સોલંકી અને જુનાગઢ નો બોબી ની સંડોવણી ખુલતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે