(મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૨૦
ધારી તાલુકાના કરેણ ગામે તથા નાની ગરમલી ગામે રહેતા બે જૂથ સામે અથડામણ થતા લગભગ આઠ જેટલાં લોકોને ગંભીર ઈજાઓ થતા તમામને સારવાર માટે દવાખાને ખસેડાવામાં આવતા આ બનાવમાં બંને પક્ષોએ સામસામી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ બનાવ અંગે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
ધારી તાલુકાના કરેણ ગામે રહેતા ભરતભાઇ મંગળુભાઇ વાળા નામના ૪૦ વર્ષીય ખેડૂતના મજુર ભાગીયાને ધારી તાલુકના નાની ગરમલી ગામે રહેતા આરોપી રાજુભાઇ રામકુભાઇ વાળાએ અગાઉ હાથ ઉછીના રૂપીયા આપેલ હતા. જેના બદલામાં આરોપી પોતાની વાડીનુ કામ મજુર પાસે કરાવતા હતા. જેથી આ બાબતે ખેડૂતે આરોપીને ઠપકો આપેલ હતો. જે બાબતે આરોપીને સારૂ નહિ લાગતા અને તે વાતનું મનદુઃખ ખાર રાખીને પૂર્વ કાવતરુ રચીને ગત તા.૧૮ ના રોજ સાંજે ૪/૧૫ વાગ્યે નાની ગરમલી ગામે પ્રાથમીક શાળા પાસે આરોપી રાજુભાઇ રામકુભાઇ વાળા, મહેન્દ્રભાઇ ઉર્ફે મુન્નાભાઇ રામકુભાઇ વાળા, ધર્મદીપભાઇ રાજુભાઇ વાળા, અશ્વીનભાઇ ભાભલુભાઇ વાળા, રામકુભાઇ કશુભાઇ વાળા, સંજયભાઇ અનકભાઇ વાળા તથા રવીરાજભાઇ ઉર્ફે લાલો ભુપતભાઇ વાળા સહિત ૭ ઈસમોએ ગેરકાયેદસર પ્રાણધાતક હથીયારો સાથે એકઠા થઇને મંડળી રચીને પોતાનો સમાન ઇરાદો પાર પાડીને ભરતભાઈ નામના ખેડૂતને તથા તેમના કાકાના દીકરા મહીપતભાઇને તથા કાકા અનકભાઇને મારી નાખવાના ઇરાદે તલવાર, ધારીયુ તથા લોખંડના પાઇપ વડે મરણતોલ આડેધડ ધા મારીને ગંભીર ઇજા કરેલ હતી. તેમજ ખેડૂતના કાકાને જમણા હાથે જીવલેણ તલવારનો ધા મારી હાથની નસ કાપી નાખેલ હતી. તથા શરીરે ગંભીર ઇજા કરેલ હતી. તેમજ ખેડૂતને માથાના ભાગે જીવલેણ ધા મારી તેમને પણ ગંભીર ઇજાઓ કરીને ડાબા હાથે ફેકચર કરી દીધેલ હતું. તેમજ મહીપતભાઇને માથાના ભાગે જીવલેણ ધા મારીને, ગંભીર ઇજા કરી અને ખેડૂત સહિતનાને શરીરે આડેધડ માર મારીને ઇજા કરીને ગાળો આપી, ગભર્તિ ધમકી તથા જાનથી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
તો આ જ બનાવમાં સમાપક્ષે નાની ગરમલી ગામે રહેતા રાજેન્દ્રભાઈ રામકુભાઇ વાળા નામના ૪૨ વર્ષીય ખેડૂતના ભાગીયાએ આજથી આશરે છ-એક મહિના પહેલા આરોપી કરેણ ગામે રહેતા ભરતભાઇ મંગળુભાઇ વાળા પાસેથી હાથ ઉછીના રૂપિયા લીધેલ હતા. જે બાબતે બોલાચાલી થયેલ હોય તે વાતનું મનદુઃખ રાખી ગત તા.૧૭ ના રોજ ને આરોપી ભરતભાઇ વાળાએ ગાળો આપી તા.૧૮ ના રોજ ખેડૂત રાજેન્દ્રભાઈ વાળાને આરોપીઓ ભરતભાઇ મંગળુભાઇ વાળા, મહિપતભાઇ અનકભાઇ વાળા, અનકભાઇ અમરાભાઇ વાળા તથા ભુપતભાઇ ગભરૂભાઇ વાળા સહીત ચાર ઈસમોએ કરેણ ગામથી પોતાના ત્રણ મોટર સાયકલ ગાડી ઉપર બેસી નાની ગરમલી ગામે જીવલેણ હથિયારો સાથે પૂર્વ આયોજિત કાવતરું રચી, નાની ગરમલી ગામમાં ખેડૂતના રહેણાંક મકાને આવીને ખેડૂત તથા અન્ય લોકો ઉપર મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી ખેડૂતના માથાના ભાગે ગંભીર ઇજા તથા ડાબા હાથે ફેકચર તથા રામકુભાઇને માથાના ભાગે ગંભીર ઇજા તથા સંજયભાઇને માથાના ભાગે પણ ગંભીર ઇજા હાથ અને આંગળીમા ફેકચર કરી દઈ તેમજ ધર્મદીપને માથાના ભાગે અશ્વિનભાઇ, સહીત પાંચેયને શરીરે આડધેડ ધા મારીને ગંભીર ઇજાઓ કરીને, ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની સામી પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

