New York, તા.21
60,000 માઇલનું અંતર કાપ્યું અને આ દરમિયાન લગભગ 115 કલાક વિમાનમાં વિતાવી. ઇન્ફેન્ટિનોએ અમેરિકા, મેક્સિકો અને કેનાડામાં રમાયેલા વર્લ્ડ કપ દરમિયાન ત્રણ દેશોનાં 16 શહેરોનો પ્રવાસ કર્યો.
તેમની આ યાત્રા આખરે અર્જેન્ટીના અને સ્પેન વચ્ચે ન્યૂ જર્સીમાં રમાયેલા ફાઇનલ મુકાબલા સાથે સમાપ્ત થઈ. ઇન્ફેન્ટિનોએ ટૂર્નામેન્ટ દરમિયાન વર્લ્ડ કપના 44 મેચ જોયાં. તેમણે તમામ 16 સ્ટેડિયમોમાં ઓછામાં ઓછો એક મેચ જરૂર જોયો. મિયામીના હાર્ડ રોક સ્ટેડિયમમાં તેમણે સર્વાધિક પાંચ મેચ જોયા. સેમીફાઇનલ સુધી તેમનાં વિમાને 23 વાર આંતરરાષ્ટ્રીય સીમા પાર કરી.
ફિફા પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનો
ઇન્ફેન્ટિનોએ આ દરમિયાન માત્ર મેચ જોવા માટે એક શહેરથી બીજા શહેર જવામાં 59,281 માઇલ (95,403 કિલોમીટર) નું અંતર કાપ્યું. આમાંથી 26 જૂનનાં રોજ 5772 માઇલ (9289 કિલોમીટર) કાપવામાં આવેલું અંતર પણ સામેલ છે.

