New York, તા.21
વર્લ્ડ કપમાં સૌથી લાંબા સમય સુધી ગોલ ન ખાવાનો રેકોર્ડ બનાવનાર સ્પેનના ગોલકીપર ઉનાઈ સિમોને આનો શ્રેય પોતાનાં સાથી ખેલાડીઓને આપ્યો, જેનાં કારણે તેમનું કામ સરળ થઈ ગયું હતું.
આ આખી ટૂર્નામેન્ટમાં સ્પેનની ડિફેન્સ લાઈને શાનદાર રમત દર્શાવી અને તેમની વિરુદ્ધ માત્ર એક જ ગોલ થયો. આમાં ગોલકીપર સિમોનની ભૂમિકા મહત્વપૂર્ણ રહી, જેમણે વિશ્વ કપમાં સર્વાધિક 650 મિનિટ સુધી ગોલ ન ખાવાનો નવો રેકોર્ડ બનાવ્યો.
સિમોને કહ્યું, ‘અન્ય ગોલકીપરની સરખામણીમાં મારા હાથોને એટલી મહેનત કરવી પડી નહોતી.’ સિમોને ટૂર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ગોલકીપર તરીકે ‘ગોલ્ડન ગ્લોવ્સ’ જીત્યો, જોકે તેમને માત્ર 14 બચાવ (સેવ) કરવાની જરૂર પડી.
સિમોને કહ્યું, ‘મને લાગે છે કે આ તમામ ‘ક્લીન શીટ’નો શ્રેય મારા તમામ સાથીઓને જાય છે.’ સ્પેને રવિવારે ફાઇનલમાં અર્જેન્ટીનાને 1-0થી હરાવ્યું, જે આ વર્લ્ડ કપમાં તેમનો રેકોર્ડ સાતમો ક્લીન શીટ (મેચમાં એક પણ ગોલ ન ખાવો) હતો. સ્પેને પૂરી ટૂર્નામેન્ટમાં માત્ર એક જ ગોલ ખાધો, જે નવો રેકોર્ડ છે.
આંકડા અને રેકોર્ડ્સ
7 મેચોમાં ક્લીન શીટઃ સિમોને સ્પેનની કુલ 8 મેચોમાંથી 7 મેચમાં ક્લીન શીટ રાખી, જે મેન્સ વર્લ્ડ કપ ઇતિહાસનો નવો રેકોર્ડ છે.
650 મિનિટઃ આ વર્લ્ડ કપમાં સિમોને 650 મિનિટ સુધી ગોલ ન ખાવાનો પણ રેકોર્ડ બનાવ્યો.
તૂટેલી આંગળી હોવા છતાં બનાવ્યો રેકોર્ડ!
અર્જેન્ટીનાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેજ પૂરા વિશ્વ કપ દરમિયાન જમણાં હાથમાં દુખાવા છતાં રમતાં રહ્યાં. ટૂર્નામેન્ટમાં રમવા માટે તેમણે ડોક્ટરોની સલાહ છતાં સર્જરી ન કરાવી.
ફાઇનલમાં સ્પેનના સતત પ્રહારો દરમિયાન તેમણે ખૂબ જ ધૈર્યથી કામ લીધું અને વિશ્વ કપના ફાઇનલમાં 11 બચાવ (સેવ) કરવામાં સફળ રહ્યાં, જે ટૂર્નામેન્ટના ખિતાબી મુકાબલાનો નવો રેકોર્ડ છે. માર્ટિનેજના જમણાં હાથની રિંગ ફિંગર 20 મેના રોજ ફ્રેક્ચર થઈ ગઈ હતી.

