Ahmedabad,તા.૨૭
અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રા પરંપરાગત અને ભક્તિભાવ સાથે સંપન્ન થઇ હતી.રથયાત્રામાં ભગવાન જગન્નાથજી તેમના ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા હતાં ત્યારે આ રથયાત્રા દરમિયાન કેટલીક ઐતિહાસિક ઘટનાઓ બની છે, જે અગાઉ ક્યારેય બની નથી.
અમદાવાદમાં ૧૪૮મી જગન્નાથ રથયાત્રાએ આ વખતે ઇતિહાસ રચ્યો છે. ભગવાન જગન્નાથને પહેલી વાર ’ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું, જે અત્યાર સુધી ફક્ત ઓડિશાના પુરીમાં જ જોવા મળતું હતું. આ ક્ષણ ભક્તો માટે ખૂબ જ ખાસ અને ભાવનાત્મક હતી. અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રામાં આર્ટિફિશ્યિલ ઈન્ટેલિજન્સ એઆઇનો પહેલીવાર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એઆઇથી સજ્જ ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું હતું. રથયાત્રાના પાવન દિવસે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને નવી પદવી આપવામાં આવી છે. હવે તેઓ “જગદગુરુ રામનંદી દિલીપ દેવાચાર્ય” તરીકે ઓળખાશે. સાધુ સંતો અને મહંતોની હાજરીમાં મંગળા આરતી બાદ પદવી આપવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ૧૪૮મી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. દર વખતે રથયાત્રા સવારે સાત વાગે પ્રસ્થાન થાય છે. પરંતુ આ વખતે રથયાત્રા ૧૦ મિનિટ વહેલી શરૂ થઈ હતી.
સરસપુરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનું મોસાળમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પછી ભારે ઉત્સાહ સાથે ત્રણેયનું મામેરું કરવામાં આવ્યું. મોસાળમાં ભગવાનના મામેરા માટે ભક્તોમાં આંખો ઉત્સાહ જોવા મળ્યો.ભગવાન જગન્નાથ રથયાત્રા પરંપરાગત રૂટ પર ફરી હતી. આ રથયાત્રા માં ૧૮ ગજરાજ, ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, ૩૦ અખાડા, ૧૮ ભજન મંડળીઓ રથયાત્રાનુ આકર્ષણ બની હતી. આ સાથે ૩ બેન્ડવાજા, મોટી સંખ્યામાં સાધુ-સંતો પણ રથયાત્રામાં જોડાયા હતાં અમદાવાદની રથયાત્રામાં સર્જાયા ભાવવિભોર દ્રશ્યો, પ્રભુના દર્શન માત્રથી ભક્તની આંખો છલકાઈ
સરસપુરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનું મોસાળમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પછી ભારે ઉત્સાહ સાથે ત્રણેયનું મામેરું કરવામાં આવ્યું. મોસાળમાં ભગવાનના મામેરા માટે ભક્તોમાં આંખો ઉત્સાહ જોવા મળ્યો. ત્રણેય રથ મોસાળ સરસપુર પહોંચી ચુક્યા છે. મહંત દિલીપદાસજી પણ સરસપુર પહોંચી ગયા છે. ભગવાનનું ભક્તો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. ભગવાનનું મામેરું રથ સુધી પહોંચ્યું.
ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. આ દરમિયાન કાલુપુર રેલવે સ્ટેશન પાસે ભગવાન બળભદ્રના રથના પૈડામાં ખામી આવી હતી. જોકે તાત્કાલિક અસરથી રથમાં નવુ પૈડુ નાખવામાં આવ્યું હતું. આ દરમિયાન હવે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. રથયાત્રા સરસપુર પહોંચવા આવી ત્યારે કાલુપુર, સરસપુર અને રાયપુરમાં વરસાદ શરૂ થયો હતો ભજનમંડળીઓએ ભગવાનના ભક્તિ ગીત ગાઈ હતાં ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી
ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રાના રથ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે પહોંચી ત્યારે શહેરના મેયરે ભગવાન અને મંદિરના મહંતનું સ્વાગત કર્યું હતું અમદાવાદમાં ૧૪૮મી રથયાત્રા રથયાત્રા દરમિયાન ખાડિયા પાસે ગજરાજ બેકાબૂ બન્યા હતા. આ તરફ ૩ ગજરાજને શાંત સ્થળ પર સલામત રાખવામાં આવ્યા છે. એક વાત એવી પણ સામે આવી છે કે, વધુ અવાજના કારણે ગજરાજ બેકાબૂ બન્યા હતા. આ ઘટનાને લઈ ડોક્ટર અને વન વિભાગ દ્વારા ગજરાજને કંટ્રોલ કરવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. આ દરમિયાન કાલુપુર રેલવે સ્ટેશન પાસે ભગવાન બળભદ્રના રથના પૈડામાં ખામી આવી હતી. જોકે તાત્કાલિક અસરથી રથમાં નવુ પૈડુ નાખવામાં આવ્યું હતું. આ દરમિયાન હવે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. રથયાત્રા સરસપુર પહોંચવા આવી ત્યારે કાલુપુર, સરસપુર અને રાયપુરમાં વરસાદ શરૂ થયો હતો
ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રાના રથ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે પહોંચી ત્યારે શહેરના મેયરે ભગવાન અને મંદિરના મહંતનું સ્વાગત કર્યું હતું અમદાવાદમાં ૧૪૮મી રથયાત્રા રથયાત્રા દરમિયાન ખાડિયા પાસે ગજરાજ બેકાબૂ બન્યા હતા. આ તરફ ૩ ગજરાજને શાંત સ્થળ પર સલામત રાખવામાં આવ્યા છે. એક વાત એવી પણ સામે આવી છે કે, વધુ અવાજના કારણે ગજરાજ બેકાબૂ બન્યા હતા. આ ઘટનાને લઈ ડોક્ટર અને વન વિભાગ દ્વારા ગજરાજને કંટ્રોલ કરવામાં આવ્યા હતા.
જગન્નાથજી, સુભદ્રાજી અને બભદ્રજીન ત્રણે રથ આગળ વધ્યા ચોખા બજાર કાલુપુરથી પ્રેમ દરવાજા તરફ રથ થયા રવાના ત્યારે ભક્તોએ પણ જગતના નાથના ભાવથી કર્યા હતાં દિલ્હી ચકલા ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતાં અને ભગવાન જગન્નાથની એક ઝલક જોવા લોકો અધિરા બન્યા હતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઠ પર આપી માહિતી, ગત રથયાત્રામાં ૬૫ બાળકો તેમના પરિવારોથી અલગ થયા હતા. પોલીસ દ્વારા તમામ બાળકોને શોધી કઢાયા હતા.
રથયાત્રામાં મગનો પ્રસાદ અને જાંબુનો પ્રસાદનું વિશેષ મહત્વ છે. ટ્રકમાંથી ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું આ ઉપરાંત કાકડી જાંબુ ચોકલેટ સહિતનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું રથયાત્રામાં ઓપરેશન સિંદૂર અને બ્રહ્મોસ મિસાઇલ થીમવાળા ટ્રક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં ભગવાન જગન્નાથની રથયાત્રા,જગન્નાથ મંદિર, જમાલપુર દરવાજા,રાયપુર ચકલા, ખાડીયા ચાર રસ્તા, કાલુપુર, સરસપુર,કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા,,ાહપુર દરવાજા, આર.સી. હાઇસ્કૂલ, પિતળીયા બંબા, પાનકોર નાકા, માણેક ચોક, મ્યુ. કોર્પોરેશન થઇને જગન્નાથ મંદિર પહોંચી હતી.