Vadodaraતા.૨૭
વડોદરામાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળ્યાં હતા. ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વડોદરામાં ઈસ્કોન મંદિર દ્વારા ૪૪મી રથયાત્રાનું આયોજન કરાયું હતું. રથયાત્રા રેલવે સ્ટેશનથી નીકળી હતી. ભગવાન જગન્નાથ,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નીકળ્યા નગરચર્યાએ જેને લઈને ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. યાત્રાના રૂટ પર ઠેર ઠેર ભગવાનનું સ્વાગત કરાયું હતું.
વડોદરામાં ભગવાન જગન્નાથની ૪૪ મી રથયાત્રા નીકળી હતી. ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત રથયાત્રા રેલવે સ્ટેશનથી શરૂ થઇ હતી. ભગવાન જગન્નાથ,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગર ચર્યાએ નીકળ્યા હતા. શહેરના રાજ માર્ગો પર ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. હરે રામ હરે કૃષ્ણ ના નાદ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. યાત્રાના રુટ પર ઠેર-ઠેર ભગવાનનું સ્વાગત કરાયું હતું.
ભાવનગરમાં નીકળી ભગવાન જગન્નાથની રથયાત્રા, ૧૦૦ ટ્રક, ૨૦ ટ્રેક્ટર સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યાં
દેશમાં ત્રીજા અને ગુજરાતમાં બીજા નંબરની ભવ્ય ગણાતી હોય છે. ભાવનગરની રથયાત્રાનું પ્રસ્થાન થઇ ચૂક્યું છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા છે. ૩ કિલોમીટર જેટલી લાંબી આ રથયાત્રા છે. ૧૪ કલાક સુધી ૧૭ કિલોમીટરના રૂટ પર ફરશે. આજે સવારે જ ભાવનગરના સુભાષનગરમાં ભગવાનેશ્વર મંદિરમાં સવારે ૬ વાગ્યે જગન્નાજી, બલરામ અને સુભદ્રાના આંખો પરથી પાટા હટાવાયા હતા.
સ્નાન અને પૂજા અર્ચના બાદ શાસ્ત્રોક્ત વિધિથી રથ પર સ્થાપના કર્યા બાદ સંતો-મહંતો અને મહાનુભાવો દ્વારા છેડાપોરા અને પાહિંદ વિધિ કરાઇ. જે બાદ સવારે સાડા ૮ વાગ્યે રથયાત્રાનો પ્રારંભ થયો. આ વર્ષે પણ પરંપરાગત રીતે ભોઇ સમાજના યુવકોએ રથને ખેંચીને પ્રસ્થાન કરાવ્યું. હાલ રથયાત્રા શહેરમાં ફરી રહી છે. ભગવાન તમામ નગરજનોને દર્શન આપી રહ્યા છે. ત્યારે સમગ્ર માહોલ જય રણછોડ અને જય કનૈયાલાલ કી ના નાદથી ગૂંજી ઉઠ્યો છે.
ભાવનગરમાં નીકળેલી ૪૦મી રથયાત્રાએ જોરદાર આકર્ષણ જમાવ્યું છે. આ રથયાત્રામાં માર્ગો પર રંગોળી રથની આગળ હાથી ૧૦૦ ટ્રક, ૫ જીપ, ૨૦ ટ્રેક્ટર, ૧૪ છકરડા, અખાડા મંડળીઓ અને વિવિધ રાસમંડળીઓ સામેલ થઇ છે. આ સિવાય ઓપરેશન સિંદૂરના વિવિધ ફ્લોટ્સ, ટ્રેન, ઉછળતો વાનર, વિવિધ કાર્ટૂને પણ આકર્ષણ જમાવ્યું છે. તો સત્સંગ મંડળી ભજન-કીર્તન કરી રહી છે. ડી.જે.ના તાલ સાથે ભક્તો નાચતા-ઘૂમતા આગળ વધી રહ્યા છે. આ રથયાત્રામાં કેન્દ્રીય પ્રધાન નિમુ બાંભળિયા, ધારાસભ્યો, મેયર, ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવો હાજર રહ્યા.
આ વખતે ૩ ટન ચણાની પ્રસાદીની વ્યવસ્થા કરાઇ છે. આ સાથે ભક્તો અને સામાજિક સંસ્થાઓએ પાણી અને શરબતની વ્યવસ્થા કરી છે. તો બીજી તરફ પોલીસ દ્વારા પણ કોઇને નડતરરૂપ નહીં થવા અને બાળકો-વડીલોનું ધ્યાન રાખવા અપીલ કરાઇ છે.
અમદાવાદ રથયાત્રામાં દેશભક્તિનો ટેબલો આકર્ષણનું કેન્દ્ર બન્યો
અમદાવાદની રથયાત્રા ભારતના સૌથી મોટા ધાર્મિક ઉત્સવો પૈકી એક છે. આ વર્ષે યોજાયેલી રથયાત્રામાં એક અનોખું આકર્ષણ જોવા મળ્યું છે. આ વર્ષે રથયાત્રામાં દેશભક્તિ પર આધારિત, વનતારા પર આધારિક ટેબલો આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે. સરસપુરમાં યોજાયેલા આ ઉત્સવમાં અનેક ટેબલોએ લોકોનું ધ્યાન ખેંચ્યું. આ ટેબલોમાં ભગવાન રામની ભવ્ય ઝાંખી, બાળકોને આકર્ષિત કરતા કાર્ટુન પાત્રો અને ભારતના ગૌરવને પ્રતિબિંબિત કરતા દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા.
ખાસ કરીને, ઓપરેશન સિંદૂરનું ટેબલો ખૂબ ચર્ચામાં રહ્યો છે. આ ટેબલોએ નારી શક્તિ દ્વારા પાર પાડવામાં આવેલા આ મહત્વપૂર્ણ ઓપરેશનને યાદ કરાવ્યું. આ ઉપરાંત પરંપરાગત રીતે ચોકલેટ વગેરેનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જે બાળકો માટે ખૂબ આકર્ષક રહ્યું.
રથયાત્રા દરમિયાન લોકોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળી. ભક્તો ભગવાન રણછોડરાયના દર્શન કરવા આતુરતા પૂર્વક રથયાત્રામાં ભાગ લેતા જોવા મળ્યા. સ્વયંસેવકો દ્વારા શાંતિપૂર્ણ માહોલ જાળવવા માટે પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી તમામ ભક્તો આ ઉત્સવને શાંતિપૂર્ણ રીતે માણી શકે. આમ આ વર્ષની અમદાવાદ રથયાત્રા દેશભક્તિ અને શ્રદ્ધાનું અનોખું મિશ્રણ રહી.
કાલુપુર પાસે ભગવાન બલભદ્રજીના રથમાં સર્જાઇ ખામી, થોડી વાર સુધી અટકાવવી પડી રથયાત્રા
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યા કરી રહ્યા છે. એવામાં રથયાત્રા દરમિયાન પહેલા ગજરાજ બેકાબૂ થયા અને હવે વધુ એક મુશ્કેલી સર્જાઈ છે. કાલુપુર પાસે બલભદ્રજીના રથમાં એક તકનિકી ખામી સર્જાઈ હતી.
વાત એમ છે કે, રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી હતી, ત્યારે અચાનક કાલુપુર રેલવે સ્ટેશન પાસે એક રથમાં ખામી સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, બલભદ્રજીના રથમાં એક તકનિકી ખામી સર્જાઈ હતી.
રથના પૈડાનું બોલ્ટ ખૂલી જતાં યાત્રાને થોડીવાર માટે અટકાવવી પડી હતી. જો કે, રથ અટકાવ્યા પછી તાત્કાલિક રિપેરિંગ શરૂ કરાયું હતું. ત્યારબાદ બોલ્ટ નવો નાખવામાં આવ્યો અને રથને આગળ રવાના કરવામાં આવ્યો છે.
આ દરમિયાન અન્ય બે રથ બલભદ્રજીના રથથી થોડે દૂર પહોંચી ગયા હતા. રથમાં ખામી સર્જાતા બલભદ્રજીનો રથ પાછળ રહી ગયો હતો. તમામ સંભવિત જોખમોને ધ્યાનમાં રાખી પૂરી સાવચેતી સાથે રથની કામગીરી હાથ ધરાઈ હતી.
બલભદ્રજીનો રથ રીપેર થઈ ગયો છે અને યાત્રા ફરી શરૂ થઈ છે. યાત્રાળુઓ માટે કોઈ અનિચ્છનીય સ્થિતિ ન સર્જાય તે માટે પંથકમાં સતર્કતા રાખવામાં આવી છે.