Bharuch,તા.૨૮
ભરુચમાં મનરેગા કૌભાંડ મામલે કર્મચારી પર મોટી તવાઈ બોલાવામાં આવી છે. કરાર આધારીત ૨૧ કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે. ૨ કર્મચારીના રાજીનમાં પણ મંજૂર કરવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારીના આક્ષેપ સાથે કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે. જવાબદારી બરાબર ન નિભાવી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. મનરેગા કૌભાંડમાં કોન્ટ્રાક્ટર બાદ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ભરૂચમાં ચકચારી મનરેગા કૌભાંડમાં વધુ ૩ની ધરપકડ કરવામાં આવી છે. જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપરાઈટર અને વચેટિયાની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પિયુષ ઉકાળી અને જોધા સભાડની ધરપકડ કરાઈ છે. ગીર સોમનાથના જ શરમન સોલંકીની પણ પોલીસે ધરપકડ કરી છે. બંન્ને એજન્સીઓ હીરા જોટવા સાથે જ સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે. મનરેગા કૌભાંડમાં અત્યાર સુધી કુલ ૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મહત્વનું છે કે ભરૂચ મનરેગા કૌભાંડના તાર ગીર-સોમનાથ સુધી પહોંચ્યા છે. કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ બાદ તેમના પુત્ર દિગ્વિજય જોટવાની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત હાંસોટ તાલુકા પંચાયતમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા રાજેશ ટેલરની પણ ધરપકડ કરવામાં આવી છે. બંનેને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે બંનેના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના ૫૭ ગામમાં મનરેગા યોજનામાં ૭ કરોડના ભ્રષ્ટાચાર મામલે જીૈં્ની તપાસમાં ગીર સોમનાથના વેરાવળની બે એજન્સીના જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ એજન્સીના નામ ખુલ્યા હતા. એજન્સીઓએ ઓછુ મટીરીયલ સપ્લાય કરીને વધારે મટીરીયલ બતાવી કૌભાંડ કર્યુ હતુ. ત્યાર બાદ જીૈં્ની તપાસમાં હીરા જોટવાનું નામ ખૂલ્યું હતું.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે ભરૂચમાં મનરેગા એજન્સીની કામ કરતી આ બે એજન્સીના માલિકના નામ કાગળ પર અલગ હતા. પરંતુ કૌભાંડના બધા રૂપિયા હીરા જોટવા અને તેમના સંબંધીના ખાતામાં ટ્રાન્સફર થયા છે. હીરા જોટવાએ અન્યના નામે એજન્સી ખોલીને કૌભાંડ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. આ સાથે આઉટસોર્સથી કામ કરતા કર્મચારીઓની સંડોવણી પણ સામે આવી છે. મટીરીયલ સપ્લાય કર્યા વગર ખોટા જોબકાર્ડ બનાવી સરકારી રૂપિયા મેળવ્યા હોવાનું બહાર આવ્યું છે.