China,તા,21
ચીનના શેનઝેનમાં વિશ્વની પહેલવહેલી ફ્રી-સ્ટાઇલ હ્યુમનોઇડ રોબોની ફાઇટનું આયોજન થયું છે. એમાં 32 દેશોની રોબો-ટીમોએ ભાગ લીધો છે. આ સ્પર્ધાની પ્રાઇઝ-મની છે. 1.25 કરોડ યુઆન એટલે કે લગભગ 12 કરોડ રૂપિયા, સ્વાભાવિક છે.
ઇનામની રકમ જોઇને રોબો બનાવનારી ટીમોએ પોતાની બેસ્ટ રજૂઆત કરી છે. 32 ટીમોએ એન્જિન એઆઇના ટી-800 ટાઇપના હ્યુમનોઇડ રોબો વાપર્યા છે. આ રોબો હાથ અને પગ બન્નેથી કિક મારે છે, હવામાં ઉછળીને વિરોધી પર વાર કરી શકે છે અને જો ધારો કે પોતે પડી જાય તો તરત ઉઠીને પાછુ સંતુલન પણ મેળવી લે છે.
કેટલીક મેચ જોતા આ રોબો જાણે પ્રોફેશનલ રેસલર હોય એ અંદાજમાં લડી રહ્યા છે. એક મેચમાં તો રોબોનું માથુ અલગ થઇ ગયું હોવા છતાં એ લડતો રહ્યો હતો. જાન રેડીને લડી રહેલા આ રોબોને પણ જાણે ઇનામની રકમની ખબર પડી ગઇ હોય એવું લાગે છે.

