રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૭.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૬૦૬ સામે ૮૩૬૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૩૫૭૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૩૬૯૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૬૧૪ સામે ૨૫૬૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૫૯૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૬૪૩ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહના અંતે ચાઈના સાથે ટ્રેડ ડિલ થયાનું અને હવે ભારત સાથે ટૂંક સમયમાં મેગા ટ્રેડ ડિલ થવાના કરેલા નિવેદને અને ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના અંત વચ્ચે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં આક્રમક તેજી જોવાયા બાદ આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં શરૂઆતી તેજીને ઈન્ડેક્સ બેઝડ વિરામ મળ્યો હતો પરંતુ ત્યાર બાદ દિવસના અંતે નજીવા ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
ટ્રમ્પે હવે ભારત સાથે ઐતિહાસિક ટ્રેડ ડિલ કરવા જઈ રહ્યાના અને ભારત સાથેના તમામ વેપાર અવરોધો દૂર કરવાનો પોતે ઈરાદો ધરાવતા હોવાના આપેલા સંકેતે વિશ્વ વેપારમાં મોટા ડેવલપમેન્ટ આગામી દિવસોમાં જોવાશે એવું સ્પષ્ટ કરી દીધું છે. જીઓપોલિટીકલ ટેન્શનમાંથી હાલ તુરત વિશ્વ મુક્ત બનતાં અને વૈશ્વિક આર્થિક વિકાસ પર ફોક્સ વધવાના આ પોઝિટીવ પરિબળોએ તેમજ ક્રુડ ઓઈલના ભાવો વધતાં અટકી ઘટતાં અને ચોમાસાની પણ સારી પ્રગતિને જોતાં ફુગાવો ઘટવાની શકયતાએ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત્ રહ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડ ચેર પોવેલને બદલવાની યોજનાઓ સહિત ફેડરલ રિઝર્વ નીતિ પર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વધતા પ્રભાવને કારણે યુએસ ડોલર ઇન્ડેક્સમાં સતત નબળાઈને કારણે મંગળવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો, જયારે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો યથાવત રહ્યો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ્યુનિકેશન, એનર્જી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, કેપિટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ, ઈન્ડસ્ટ્રીયલ્સ, કોમોડિટીઝ અને ફાઈનાન્શિયલ સર્વિસીસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૬૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૮૯ અને વધનારની સંખ્યા ૨૦૨૧ રહી હતી, ૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ભારત ઈલેક્ટ્રોનિક્સ ૨.૫૧%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૮૪%, એશિયન પેઈન્ટ ૧.૧૭%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૧૦%, કોટક બેન્ક ૦.૯૩%, એચડીએફસી બેન્ક ૦.૫૬%, ઇન્ફોસિસ લિ. ૦.૪૩%, ટાઈટન કંપની લિ. ૦.૩૦% અને ભારતી એરટેલ ૦.૨૯% વધ્યા હતા, જયારે એકસિસ બેન્ક ૨.૧૩%, ટ્રેન્ટ લિ. ૧.૨૫%, ઈટર્નલ લિ. ૧.૧૪%, ટેક મહિન્દ્રા ૧.૦૫%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૯૫%, ટીસીએસ લિ. ૦.૯૧%, એનટીપીસી લિ. ૦.૭૦%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૬૭% અને ટાટા મોટર્સ ૦.૬૦% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતના અર્થતંત્રના અનેક અંદાજો વિવિધ ગ્લોબલ રેટિંગ એજન્સી આપી રહી છે. એવામાં વધુ એક અગ્રણી રેટિંગ એજન્સીએ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ભારતનો રિઅલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન (જીડીપી) ગ્રોથ રેટ ૬.૫%થી વધુ રહેવાનો અંદાજ આપી ભારતના આર્થિક ગ્રોથની અપેક્ષાઓને વધુ પ્રબળ બનાવી છે. ઈકરાએ જણાવ્યું હતું કે આ જ સમયગાળા દરમિયાન દેશનો રિઅલ ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ) ગ્રોથ ૬.૩%થી વધુ રહેશે. વૈશ્વિક પડકારોના કારણે નજીકના ભવિષ્યમાં ભારતની ગુડ્સ નિકાસમાં મંદી રહેવાની ભીતિ સાથે ઈકરા રેટિંગ એજન્સીએ ફુગાવાના સંદર્ભમાં રિટેલ ફુગાવો ૪.૨%થી વધુ રહેવાનો અંદાજ લગાવ્યો છે, જ્યારે જથ્થાબંધ ફુગાવો ચાલુ નાણાકીય વર્ષ માટે ૨.૭%થી વધુ રહેશે.
ઈકરાએ રાજકોષીય ખાધ જીડીપીના ૪.૪% રહેવાનો અંદાજ લગાવ્યો છે. કેન્દ્રીય બજેટમાં આવકવેરામાં મોટી રાહત, દર ઘટાડાને કારણે ઈએમઆઈમાં ઘટાડો અને ખાદ્ય ફુગાવામાં નરમાઈની જાહેરાતના કારણે ઘરગથ્થુ ખર્ચપાત્ર આવકમાં વધારો થવાની અપેક્ષા છે, ઉપરાંત સારા વરસાદના કારણે કૃષિ ક્ષેત્રે ગ્રોથ નોંધાવાના સંકેત સાથે ગ્રામીણ માંગ પણ મજબૂત રહેવાની શક્યતા છે. ત્યારે આગામી દિવસોમાં ભારતીય શેરબજાર પર તેની પોઝીટીવ અસર જોવા મળી શકે છે.
તા.૦૨.૦૭.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૧.૦૭.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૬૪૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૯૩૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૫૭૫ પોઈન્ટ થી ૨૫૫૦૫ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- ટેક મહિન્દ્રા ( ૧૬૮૦ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૬૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૪૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૯૬ થી રૂ.૧૭૦૭ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૧૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ઈન્ફોસીસ લિ. ( ૧૬૧૩ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરના આ સ્ટોક રૂ.૧૫૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૭૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૬૩૪ થી રૂ.૧૬૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- હેવેલ્સ ઇન્ડિયા ( ૧૫૫૯ ) :- રૂ.૧૫૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૫૧૭ બીજા સપોર્ટથી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૭૪ થી રૂ.૧૫૯૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૫૩૧ ) :- રિફાઇનરી અને માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૪૭ થી રૂ.૧૫૬૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૪૮૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૪૦ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૪૦૪ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૪૫૭ થી ૧૪૭૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- એસબીઆઈ લાઈફ ( ૧૮૬૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ લાઈફ ઈન્સ્યુરન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૯૮ આસપાસ વેચવાલી થકી રૂ.૧૮૪૪ થી રૂ.૧૮૩૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૦૯ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૩૪ ) :- રૂ.૧૩૫૭ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૩૭૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૦૮ થી રૂ.૧૨૯૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૭૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ભારત ફોર્જ ( ૧૨૮૬ ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેક્ટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૨૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૭૦ થી રૂ.૧૨૪૪ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૭૪ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૫૫ થી રૂ.૧૧૪૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૨૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૧૦૩૧ ) :- રૂ.૧૦૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૬૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૦૩ થી રૂ.૯૯૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૭૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!