Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    IPL: દરેક છગ્ગો કંઈક અલગ કહાની કહે છે

    May 7, 2026

    T20 cricket માં હવે ‘યોર્કરનો ખોફ’ ગાયબ

    May 7, 2026

    ICC T20 ranking માં ભારત નંબર 1 નું સ્થાન : ઈંગ્લેન્ડ બીજા સ્થાને

    May 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • IPL: દરેક છગ્ગો કંઈક અલગ કહાની કહે છે
    • T20 cricket માં હવે ‘યોર્કરનો ખોફ’ ગાયબ
    • ICC T20 ranking માં ભારત નંબર 1 નું સ્થાન : ઈંગ્લેન્ડ બીજા સ્થાને
    • રોહિત શર્માની બેટિંગમાંથી ઘણું શીખ્યુ છે : Ryan Rickelton
    • Prabhas ની ફૌજીની ટીમને અકસ્માત, એક ક્રૂ મેમ્બરનું મોત
    • Ranbir પાપારાઝીઓ પર ઉશ્કેરાઈ ગયો, બધાને ખખડાવ્યા
    • Shahid Kapoor and Janhvi Kapoor પહેલીવાર સાથે કામ કરે તેવી શક્યતા
    • Salman સાથે કામ કરનારી અભિનેત્રી ચાલીમાં રહેવા મજબૂર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»દુ:ખ હર્તા સુખ કર્તા ગણપતિબાપા.
    લેખ

    દુ:ખ હર્તા સુખ કર્તા ગણપતિબાપા.

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraAugust 27, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દુ:ખ હર્તા સુખ કર્તા ગણપતિબાપા.
    ભાદરવા સુદ ચોથને ગણેશ ચતુર્થી કે ગણપતિ ચોથ તરીકે ઓળખવામાં આવે છે. ગણપતિ રિદ્ધિ સિદ્ધિના સ્વામી કહેવાય છે. આપણે કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો સૌ પ્રથમ ગણપતિજીનું આવાહન તથા પૂજન કરવું પડે છે. કોઈ પણ મંગલ કાર્યક્રમ કે સમારોહની શરૂઆત હંમેશા શ્રી ગણેશ વંદના કે ગણેશજીના શ્લોકથી જ કરવામાં આવે છે. આથી ગણપતિને વિધ્નહર્તા પણ કહેવામાં આવે છે.

    ગણપતિજીનું પૂજન કરવાથી તમામ પ્રકારના વિઘ્નો તથા સંકટો દૂર થઈ જાય છે. આમ તો ગણેશોત્સવ એ મહારાષ્ટ્ર રાજ્યનું પર્વ ગણાય છે, પરંતુ ધીમે ધીમે દરેક રાજ્યોમાં પણ ગણેશોત્સવનું મહત્ત્વ વધવા લાગ્યું છે. ગુજરાતમાં છેલ્લાં કેટલાંય વરસોથી દરેક નગર, ગલી તથા પોળોમાં ગણેશોત્ત્સવ બહુ ધૂમધામથી ઉજવવામાં આવે છે.

    ગણેશ ચર્તુર્થીના દિવસે ગણપતિની મૂર્તિની ભક્તિભાવ પૂર્વક તથા વિધિવત સ્થાપના કરવામાં આવે છે. આબાલ વૃદ્ધો સૌ કોઈ આ ચૌદ દિવસ રંગે ચંગે આનંદ કરે છે. અનંંત ચતુદર્શીના દિવસે ભારે હૈયે ગણપતિનું વિસર્જન કરીને ભાવભીની વિદાય આપવામાં આવે છે.

    અનંત ચતુદર્શીના દિવસે ભાવિક ભક્તો ગણપતિ દાદાની મૂર્તિઓને સમૂહમાં ડૂબાડીને વિસર્જન કરે છે. સામાન્ય રીતે ગણેશજી વિષે જાતજાતની અને ભાતભાતની કથાઓ જોડાયેલી છે, પરંતુ ગણેશજીના વિવિધ નામો કેવી રીતે પડયા તેની માહિતિ નીચે મુજબ છે.

    – પોતાની દૂંદ (ફાંદ) મોટી હોવાને કારણે દૂંદાળા દેવ તરીકે ઓળખાય છે.
    – મસ મોટી તથા ભારેખમ કાયા ધરાવતાં હોવાથી મહાકાય તરીકે ઓળખાય છે.
    – તેમનું ભાલ (કપાળ) ચંદ્ર સમાન તેજસ્વી અને જાજરમાન હોવાને કારણે ભાલચંદ્ર રીકે ઓળખાય છે.
    – પોતાની સૂંઢ એક તરફ વાંકી રહેતી હોવાને કારણે વક્રતુન્ડ તરીકે ઓળખાય છે.
    – ગજ (હાથી) જેવું આનન (મોઢું) હોવાને કારણે ગજાનન તરીકે ઓળખાય છે.
    – ગજ (હાથી) જેવા મોટા અને લાંબા કાન હોવાને કારણે ગજકર્ણ, સૂપકર્ણ કે લંબકર્ણ તરીકે ઓળખાય છે.
    – પરશુરામ સાથેના યુદ્ધમાં બે દંતશૂળમાંથી એક દંત ખંડિત થયો હોવાથી એકદંત તરીકે ઓળખાય છે.
    – ગણોના અધિપતિ હોવાને કારણે ગણપતિ, ગણનાયક, ગણનાથ , ગણાધિપતિ,ગણેશ કે ગણરાય તરીકે ઓળખાય છે.
    – સઘળાં કષ્ટો, દુ:ખ તથા વિઘ્નો દૂર કરતાં હોવાથી વિઘ્નહર્તા, વિઘ્નેશ્વરાય કે સંકટમોચન તરીકે ઓળખાય છે.
    – તેમનો વાન (શરીર) બદામી ઘેરા રંગનો હોવાથી કપિલ તરીકે ઓળખાય છે.
    – નમ્ર વિવેકી તથા વિનયી હોવાને કારણે વિનાયક તરીકે ઓળખાય છે.
    – પોતાને ભોજનમાં મોદક અતિ પ્રિય હોવાથી મોદક સ્વામી તરીકે ઓળખાય છે.
    – પાર્વતીજીના પુત્ર હોવાને કારણે પાર્વતી નંદન કે ગૌરી નંદન તરીકે ઓળખાય છે.
    – સુર એટલે સર્વ દેવતાઓમાં પ્રિય અને ઇષ્ટ હોવાને કારણે સુરપ્રિયાય, સુરેશ કે સુરેશ્વર તરીકે ઓળખાય છે.
    ગણપતિને રિદ્ધિ અને સિદ્ધિ નામની બે પત્નીઓ હતી તથા તેમના પુત્રોનાં નામ શુભ તથા લાભ હતાં. સમય જતાં શુભ તથા લાભ ચોઘડિયા તરીકે ગ્રહમંડળમાં પ્રસ્થાપિત થયા હતા. ગણપતિએ મુષક (ઊંદર) જેવા તુચ્છ પ્રાણીને પોતાનું વાહન બનાવ્યો છે.
    ગણપતિને દુર્વા અતિ પ્રિય છે. મહર્ષિ વેદ વ્યાસ રચિત મહાભારત લખવામાં ગણપતિજીનો બહુ મૂલ્ય ફાળો છે. આમ ગણપતિજીએ વરસો અગાઉ લહિયા કે સ્ટેનો તરીકેની સેવા બજાવી હતી, તેથી એવું કહી શકાય કે ગણપતિ જ સૌથી પહેલાં વેદ વ્યાસના સ્ટેનોગ્રાફર હતા ત્યાર પછી સ્ટેનોની લિપિ વિકસી હતી.
    દુ:ખ હર્તા સુખ કર્તા વિધ્નેશ્વરને કોટિ કોટિ પ્રણામ.
    યોગેશભાઈ આર જોશી
    મોબાઈલ નંબર:૯૮૭૯૯૫૬૬૩૬

    Yogeshbhai R Joshi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    સંસારના વિષયોમાંથી મન હટી જાય તો સમાધિ જેવો આનંદ મળે છે

    May 5, 2026
    ધાર્મિક

    Maharishi Ved Vyasa અને પંચમ વેદ કહેવાતાં મહાભારતનાં મુખ્ય બોધને જાણીએ

    May 5, 2026
    લેખ

    પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો 2026 – 4 મે: દીદી ગયા…બંગાળમાં કમળ ખીલ્યું

    May 5, 2026
    લેખ

    તંત્રી લેખ… બંગાળમાં ભાજપનું નોંધપાત્ર પ્રદર્શન

    May 5, 2026
    લેખ

    વિપશ્યના એટલે શીલ, સમાધિ અને પ્રજ્ઞાનાં ત્રિસ્તરીય આવરણ વડે ચિત્તશોધન અને સદગુણ વર્ધન માટેની પ્રક્રિયા,

    May 4, 2026
    લેખ

    સંપૂર્ણ આહાર : ગૌ માતાનું દૂધ, સર્વશ્રેષ્ઠ દૂધ

    May 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    IPL: દરેક છગ્ગો કંઈક અલગ કહાની કહે છે

    May 7, 2026

    T20 cricket માં હવે ‘યોર્કરનો ખોફ’ ગાયબ

    May 7, 2026

    ICC T20 ranking માં ભારત નંબર 1 નું સ્થાન : ઈંગ્લેન્ડ બીજા સ્થાને

    May 7, 2026

    રોહિત શર્માની બેટિંગમાંથી ઘણું શીખ્યુ છે : Ryan Rickelton

    May 7, 2026

    Prabhas ની ફૌજીની ટીમને અકસ્માત, એક ક્રૂ મેમ્બરનું મોત

    May 7, 2026

    Ranbir પાપારાઝીઓ પર ઉશ્કેરાઈ ગયો, બધાને ખખડાવ્યા

    May 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    IPL: દરેક છગ્ગો કંઈક અલગ કહાની કહે છે

    May 7, 2026

    T20 cricket માં હવે ‘યોર્કરનો ખોફ’ ગાયબ

    May 7, 2026

    ICC T20 ranking માં ભારત નંબર 1 નું સ્થાન : ઈંગ્લેન્ડ બીજા સ્થાને

    May 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.