Jamnagar તા 01
જામનગર શહેરમાં એક સમય એવો હતો કે ૭ સિનેમા ગ્રહો ચાલતા હતા અને દર્શકો પણ મોટી સંખ્યામાં લાઈનો લગાવીને ફિલ્મ જોવા માટે પહોંચતા હતા. કોઈ કોઈ સિનેમા ની ટિકિટો મેળવવા માટે કાળા બજાર પણ થતા હતા, અને મોંઘા દાટ ખર્ચા કરીને પણ લોકો ફિલ્મ નિહાળવા માટે પહોંચતા હતા.
આખરે એ યુગનો અંત આવ્યો છે, અને શહેરની એકમાત્ર અંબરથ સિનેમા પણ પ્રેક્ષકો માટે બંધ થઈ છે. જેથી જામનગર શહેરમાં આખરે સિનેમા યુગનો અંત આવી ગયો છે, અને એકમાત્ર મલ્ટીપ્લેક્સ નો જ સહારો રહ્યો છે.
જામનગર શહેરમાં એક સમયે અંબર સિનેમા, ઉપરાંત અનુપમ સિનેમા, અપ્સરા ટોકીઝ, દિગવિજય ટોકીઝ, શત્રુશલ્ય ટોકીઝ, જય શ્રી ટોકીઝ, ગેલેક્ક્ષી સિનેમા વગેરે સિનેમાગ્રહો ધમધમતા હતા, પરંતુ કાળક્રમે યુગ બદલાયો અને એક પછી એક સીનેમા બંધ થયા, અને તે સ્થળે કોમર્શિયલ કોમ્પલેક્ષ ઉભા થઈ ગયા છે.
એકમાત્ર અંબર સિનેમા અત્યાર સુધી ચાલુ રહી હતી, અને ગરીબ લોકોનું મનોરંજન તેના માધ્યમથી મળતું રહેતું હતું. પરંતુ હવે તેને પણ બંધ કરવામાં આવી છે. જેથી જામનગર શહેરમાં માત્ર મલ્ટિપ્લેક્સ ચાલુ રહ્યા છે, અને લોકોને થિયેટરમાં ફિલ્મ જોવા માટેનો તેનો જ આશરો રહ્યો છે.