Jamnagar,તા ૧,
જામનગર તાલુકાના ખીમલીયા ગામમાં રહેતા સંદીપ દેવજીભાઈ મઘોડિયા નામના ૨૫ વર્ષના યુવાનને પોતાના ઘેર વીજ આંચકો લાગતાં બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું છે.
મૃતક યુવાન ગઈકાલે સાંજે પોતાના ઘેર ટ્યુબલાઈટ રીપેર કરી રહ્યો હતો, જે દરમિયાન તેને એકાએક વિજઆંચકો લાગ્યો હતો, અને બેશુદ્ધ બન્યો હતો. ત્યારબાદ જી.જી. હોસ્પિટલમાં ખસેડાતાં તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર થયું છે. જે બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ બનાવની જાણ થવાથી પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે, તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.